Home દેશ - NATIONAL વિજળી વિભાગમાં એક લાઈનમેને આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધુ

વિજળી વિભાગમાં એક લાઈનમેને આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધુ

67
0

(જી.એન.એસ) ,તા.૧૧
લખીમપુર-ખીરી
હેરાનગતિથી કંટાળીને આપઘાત જેવું અંતિમ પગલું ભરી જીવન ટુકાવ્યુ હોય તેવા ઘણા કિસ્સાઓ આવ્યા છે પણ એવો કિસ્સો પણ આવ્યો છે કે કોઈ કઈક બાબત પર હેરાનગતિ હોય અને તે કોઈ ને કઈ કહી ના શકતો હોય અથવા તો કોઈ તેના પક્ષ શિવાય બીજાને બધાને કઈ દિધા પછી પણ કોઈ કઈ ફરક ના પડતો હોય તો તેવામાં કોઈ માણસ શું અપેક્ષા રાખે તેની તેને ભાન પણ ના હોય પરંતુ છેલ્લે તેવાને એક રસ્તો દેખાય છે જીવન ટૂંકાવી લેવાનો. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં વિજળી વિભાગમાં તૈનાત એક લાઈનમેને જેઈની હેરાનગતિથી કંટાળીને આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધુ. લખનઉમાં સારવાર દરમિયાન લાઈનમેનનું મોત નિપજ્યું. લાઈનમેનના મોત પહેલાનો વીડિયો મળતા ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે વીજળી વિભાગના જેઈના સસ્પેન્શન અને વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. પલિયા વિસ્તારના બમનગર વિસ્તારના રહીશ રામઔતારના 45 વર્ષના પુત્ર ગોકુળ પ્રસાદ ગોલા કુકરામાં લાઈનમેનના પદે તૈનાત હતા. છેલ્લા 22 વર્ષથી તેઓ વિજળી વિભાગમાં નોકરી કરી રહ્યા હતા. આરોપી જેઈ તેની સતત ટ્રાન્સફર કરાવતો રહેતો હતો. આ ઘટનાક્રમ અંગે પરિજનોએ કહ્યું કે જૂનિયર એન્જિનિયર ટ્રાન્સફર રોકવા માટે ઢગલો પેસા માંગતો હતો અને તેને સતત માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. જ્યારે ગોકુલની પત્નીનું કહેવું છે કે તેના પતિ JE ના કારણે તણાવમાં હતા. તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ ક્યાંય કાર્યવાહી થઈ નહીં. મોત પહેલા લાઈનમેને જેઈ વિરુદ્ધ નિવેદન આપ્યું છે જેણે હડકંપ મચાવી દીધો છે. લાઈનમેને વીડિયોમાં કહ્યું કે જેઈ અને તેના દલાલ ટ્રાન્સફરના બદલામાં મારી પત્નીની માંગણી કરતા હતા. મે પોલીસ મથક જઈને નંબર આપીને ફરિયાદ નોંધાવી હતી પરંતુ કશું થયું નહીં. એસએસપી સંજીવ સુમને સોમવારે કહ્યું કે લખનઉમાં આત્મદાહ કરનારા એક લાઈનમેનનું સારવાર દરમિયાન મોત થયું. લાઈનમેનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે એક સિનિયર અધિકારી પર આરોપ લગાવી રહ્યો હતો. હવે આ લાઈનમેનની આત્મહત્યાને લઈને પલિયા પોલીસ મથકમાં કલમ 504, અને 306 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. બીજી બાજુ વિજળી વિભાગના અધિકારીઓ આ મામલે કઈ પણ બોલતા બચી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝારખંડમાં રોપવે અકસ્માતમાં 48 લોકોના મોત, રેસ્ક્યૂ વર્કમાં જોડાઈ એરફોર્સ
Next articleઈન્ડેક્સ બેઝડ બે તરફી અફડાતફડીના અંતે ભારતીય શેરબજારમાં ફંડોની દરેક ઉછાળે અપેક્ષિત નફારૂપી વેચવાલી યથાવત્…!!