18 ઑક્ટોબર 1966ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવેલી ગુજરાત રિફાઇનરીએ પૂર્ણ કર્યા છ દાયકા
(જી.એન.એસ) તા. ૩૦
ઈન્ડિયન ઓઈલની ગુજરાત રિફાઇનરી તેના ડાયમંડ જ્યુબિલી વર્ષમાં છે અને વર્ષ 1966માં રાષ્ટ્રને સમર્પિત કરાયાના છ દાયકા પૂર્ણ થવાના ગૌરવપૂર્ણ અવસરની ઉજવણી કરી રહી છે. ભારતની ઇન્ડિજિનસ રિફાઇનિંગ કેપેબિલિટીના પાયાના સ્તંભ તરીકે શરૂઆત કરનાર ગુજરાત રિફાઇનરી આજે એક મુખ્ય ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી-પેટ્રોકેમિકલ્સ કોમ્પ્લેક્સ તરીકે વિકસિત થઈ છે, જેમાં કેપેસિટી ગ્રોથની સાથે ટેક્નોલોજિકલ ઇનોવેશન, પ્રોડક્ટ ડાઇવર્સિફિકેશન અને સસ્ટેનેબિલિટી પર સતત વધતા ફોકસનો પણ સમાવેશ થાય છે.
વર્ષ 1965માં કાર્યરત અને 18 ઑક્ટોબર 1966ના રોજ રાષ્ટ્રને સમર્પિત ગુજરાત રિફાઇનરીની ક્ષમતા શરૂઆતના 2 MMTPAથી વધીને 13.7 MMTPA થઈ છે અને હાલમાં ચાલી રહેલા LuPech પ્રોજેક્ટ હેઠળ તેને 18 MMTPA સુધી વધારવામાં આવી રહી છે. રિફાઇનરીનું એક્સપાન્શન તબક્કાવાર ડીબોટલનેકિંગ, ટેક્નોલોજી અપગ્રેડેશન અને કેપેસિટી ઑગમેન્ટેશન દ્વારા કરવામાં આવ્યું છે. છ દાયકા દરમિયાન રિફાઇનરી ટેક્નોલોજિકલ એડવાન્સમેન્ટ્સમાં સતત અગ્રેસર રહી છે અને ઇન્ડિયન રિફાઇનિંગ સેક્ટરમાં અનેક ‘Firsts’ સ્થાપિત કર્યા છે. તેમાં દેશની પ્રથમ ફ્લુઇડાઇઝ્ડ કેટેલિટિક ક્રેકિંગ યુનિટ (FCCU), હાઇડ્રોક્રેકર યુનિટ (HCU), ડીઝલ હાઇડ્રો ડીસલ્ફરાઇઝેશન યુનિટ (DHDS) તેમજ લિનિયર આલ્કાઇલ બેન્ઝીનના ઉત્પાદન માટેનો ઈન્ડિયન ઓઈલનો પ્રથમ પેટ્રોકેમિકલ પ્લાન્ટ સામેલ છે, જેણે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં ઈન્ડિયન ઓઈલની મોટી એન્ટ્રીને ચિહ્નિત કરી હતી.

ગુજરાત રિફાઇનરીનું ટ્રાન્સફોર્મેશન: ₹17,825 કરોડનો પેટ્રોકેમિકલ્સ એન્ડ લ્યુબ ઇન્ટિગ્રેશન પ્રોજેક્ટ (LuPech)
આ પ્રોજેક્ટ ગુજરાત રિફાઇનરીની રિફાઇનિંગ કેપેસિટી 13.7 MMTPAથી વધારીને 18 MMTPA કરી રહ્યો છે અને રિફાઇનિંગને લ્યુબ ઑઇલ બેઝ સ્ટોક્સ અને પેટ્રોકેમિકલ્સ સાથે ઇન્ટિગ્રેટ કરી રહ્યો છે.
છેલ્લા એક વર્ષ દરમિયાન પ્રોજેક્ટમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેમાં વેક્યૂમ ડિસ્ટિલેશન યુનિટ-2, જે LuPech હેઠળની પ્રથમ ગ્રાસરૂટ્સ પ્રોસેસ યુનિટ છે, તથા કેટેલિટિક આઇસો-ડીવેક્સિંગ યુનિટ (CIDWU)નું 15 ઑગસ્ટ 2026ના રોજ કમિશનિંગ સામેલ છે.
જૂન 2026માં દુમાડ ખાતેના ઈન્ડિયન ઓઈલના પ્રથમ એક્રિલિક એસિડ અને બ્યુટાઇલ એક્રિલેટ પ્લાન્ટના ઑપરેશનનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવું અન્ય એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. આ ઈન્ડિયન ઓઈલની નવા પેટ્રોકેમિકલ સેગમેન્ટમાં એન્ટ્રી દર્શાવે છે, ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ ઘટાડે છે અને ડાઉનસ્ટ્રીમ ઇન્ડસ્ટ્રીઝ તથા MSME ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે.
રાષ્ટ્રનિર્માણનો વારસો
વર્ષ 1965માં કાર્યરત થયા પછી અને 1966માં રાષ્ટ્રને સમર્પિત કરાયા ત્યારથી ગુજરાત રિફાઇનરી ભારતના ઇન્ડસ્ટ્રિયલ કોન્ફિડન્સ અને ઇન્ડિજિનસ કેપેબિલિટીઝ વિકસાવવાના સંકલ્પનું પ્રતિબિંબ રહી છે. છ દાયકા દરમિયાન તેની સફર પાયોનિયરિંગ ટેક્નોલોજીઝ, સતત ઇનોવેશન અને નવા ડોમેન્સમાં વિસ્તરણથી અંકિત રહી છે. આ સફરે ઈન્ડિયન ઓઈલની રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ કેપેબિલિટીઝને મજબૂત કરવાની સાથે ભારતની વધતી એનર્જી સેલ્ફ-રિલાયન્સમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
રિફાઇનરીનો પ્રોડક્ટ પોર્ટફોલિયો તેની પાયોનિયરિંગ સ્પિરિટને પ્રતિબિંબિત કરે છે. તેમાં STORM રેસિંગ ફ્યુઅલ, ભારતનું પ્રથમ AVGAS 100 LL એવિએશન ફ્યુઅલ અને સલ્ફર બેન્ટોનાઇટથી લઈને ડિફેન્સ-ગ્રેડ JP-5 નેવલ ફ્યુઅલ અને NATO-ગ્રેડ હાઇ ફ્લેશ હાઇ સ્પીડ ડીઝલ (HFHSD) જેવા સ્પેશિયાલાઇઝ્ડ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. રિફાઇનરીમાં હાઇડ્રોજન ડિસ્પેન્સિંગ ફેસિલિટી પણ છે. સપ્ટેમ્બર 2026માં ગુજરાત રિફાઇનરીમાંથી લ્યુબ ઑઇલ બેઝ સ્ટોક્સ (LOBS)નું પ્રથમ ડિસ્પેચ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં તેનું એક્સપોર્ટ આ વારસામાં વધુ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન તરીકે ઉમેરાયું છે.
LuPech પ્રોજેક્ટ હેઠળ, 270 KTAની ડિઝાઇન્ડ કેપેસિટી ધરાવતી કેટેલિટિક આઇસો-ડીવેક્સિંગ યુનિટ (CIDWU) હાઇડ્રોક્રેકર સ્ટ્રીમ્સમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા ગ્રુપ II અને ગ્રુપ III લ્યુબ ઑઇલ બેઝ સ્ટોક્સ (LOBS) નું ઉત્પાદન કરવા ગુજરાત રિફાઇનરીને સક્ષમ બનાવી રહી છે. યુનિટે 150N અને 70N ગ્રેડ્સનું ઉત્પાદન સફળતાપૂર્વક શરૂ કર્યું છે, જે હાઇ-પરફોર્મન્સ લ્યુબ બેઝ ઑઇલ્સના મેન્યુફેક્ચરમાં ઈન્ડિયન ઓઈલની કેપેબિલિટીઝને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
સસ્ટેનેબિલિટીની દિશામાં પ્રગતિ
162 KTPA ક્ષમતા ધરાવતી અપગ્રેડેડ લિનિયર આલ્કાઇલ બેન્ઝીન (LAB) યુનિટ, જેની ક્ષમતા અગાઉ 120 KTPA હતી, CII ગ્રીનકો સિલ્વર સર્ટિફિકેશન પ્રાપ્ત કરનાર ભારતનો પ્રથમ રિફાઇનરી/પેટ્રોકેમિકલ પ્લાન્ટ બની છે. ગ્રીન કંપની રેટિંગ સિસ્ટમ હેઠળ તેનું મૂલ્યાંકન 9 મુખ્ય પેરામીટર્સ — મેનેજમેન્ટ સિસ્ટમ્સ, એનર્જી મેનેજમેન્ટ, કાર્બન મેનેજમેન્ટ, વોટર મેનેજમેન્ટ, મટિરિયલ રિસોર્સ મેનેજમેન્ટ, ગ્રીન સપ્લાય ચેઇન, પ્રોડક્ટ સ્ટ્યુઅર્ડશિપ એન્ડ લાઇફ સાઇકલ એપ્રોચ, ઇનોવેશન ફોર એન્વાયરમેન્ટ તથા ગ્રીન બિલ્ટ એન્વાયરમેન્ટ એન્ડ અધર્સ — પર કરવામાં આવ્યું છે.
ગ્રીનકો સિલ્વર સર્ટિફિકેશન એન્વાયરમેન્ટલ એક્સેલન્સ, રિસોર્સ એફિશિયન્સી અને સસ્ટેનેબલ ગ્રોથની દિશામાં ગુજરાત રિફાઇનરીના સતત પ્રયાસોનું પ્રમાણ છે.
ગુજરાત રિફાઇનરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેના MoU હેઠળ 40 MLD ટ્રીટેડ વેસ્ટવોટરનો ઉપયોગ કરે છે.
સેફ્ટી માઇલસ્ટોન્સ
આ જટિલ ટ્રાન્સફોર્મેશન દરમિયાન મજબૂત સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ જાળવી રાખતાં ગુજરાત રિફાઇનરીએ LuPech પ્રોજેક્ટ હેઠળ 65 મિલિયનથી વધુ સેફ વર્કઆવર્સની સિદ્ધિ હાંસલ કરી છે. અગાઉ એક્રિલિક્સ/ઓક્સો-આલ્કોહોલ પ્રોજેક્ટે 27 મિલિયન સેફ વર્કઆવર્સની સિદ્ધિ હાંસલ કરી હતી.
કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)
FY 2025–26માં CSR પ્રોજેક્ટ્સ માટે ₹247 લાખની રકમ પ્રતિબદ્ધ કરવામાં આવી હતી. તાજેતરના મુખ્ય ઇન્ટરવેન્શન્સમાં સામેલ છે:
- SSG હોસ્પિટલને વેન્ટિલેટર્સ સાથે 2 એનેસ્થેસિયા વર્કસ્ટેશન્સ આપવામાં આવ્યા, જેથી OT સર્જરીઝ માટેની ક્ષમતામાં વધારો થાય અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે વેઇટિંગ ટાઇમ ઘટાડી શકાય. છેલ્લા 6 મહિનામાં કુલ 1107 ENT સર્જરીઝ અને જનરલ OT પ્રોસીજર્સ કરવામાં આવ્યા છે.
- વડોદરા ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસને 10 એમ્બ્યુલન્સ તથા નર્મદા (એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ) ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઑફિસને 2 ICU ઑન વ્હીલ્સ, 01 નિયો નેટલ ICU એમ્બ્યુલન્સ અને 8 સ્મોલ એમ્બ્યુલન્સ આપવામાં આવી.
- ગુજરાતના 7 જિલ્લાઓમાં TB ડાયગ્નોસ્ટિક્સ માટે 24 Truenat મશીન્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.
- VMC મારફતે 3600 TB ન્યુટ્રિશન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું.
- 5 હેલ્થ કેમ્પ્સ દ્વારા 900+ ગ્રામજનોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી.
- VMC અને SSG હોસ્પિટલને અલ્ટ્રાસાઉન્ડ અને લેપ્રોસ્કોપિક મશીન્સ આપવામાં આવ્યા, જેનાથી એપ્રિલ 2024થી ઑગસ્ટ 2026 સુધી 58,000થી વધુ દર્દીઓને લાભ મળ્યો છે.
- અક્ષય પાત્ર ફાઉન્ડેશનને 3210 મોટા વાસણો અને 5 ફૂડ વ્હીકલ્સ આપવામાં આવ્યા.
- વડોદરા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે પાર્ટનરશિપમાં ગવર્નમેન્ટ પ્રાઇમરી સ્કૂલ્સમાં 732 રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સ સ્થાપિત કરવામાં આવી. આ પહેલે વડોદરાને આટલા મોટા પાયે સસ્ટેનેબલ રેઇનવોટર હાર્વેસ્ટિંગ ઇનિશિયેટિવ અમલમાં મૂકનાર ભારતનો પ્રથમ જિલ્લો બનાવવામાં યોગદાન આપ્યું છે. આ પહેલનો ઉલ્લેખ માનનીય પ્રધાનમંત્રીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં પણ કરવામાં આવ્યો હતો.
CER પહેલ:
- અમૃત સરોવર મિશન હેઠળ 43 તળાવોના બ્યુટિફિકેશનની કામગીરી.
- કોયલી-બાજવા અને અનગઢ ગામમાં રોડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ.
- કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન (ક્રિમેટોરિયમ)નું રિનોવેશન.
શિક્ષણ અને કૌશલ્ય :
ઈન્ડિયન ઓઈલ જ્ઞાનોદય સ્કોલરશિપ વડોદરા અને ભરૂચમાં અન્ડરપ્રિવિલેજ્ડ બેકગ્રાઉન્ડ ધરાવતા ITI અને પોલિટેકનિક સ્ટુડન્ટ્સને સહાય પૂરી પાડે છે.
ગુજરાત રિફાઇનરી વિશે
વર્ષ 1965માં કાર્યરત અને 1966માં રાષ્ટ્રને સમર્પિત, ગુજરાત રિફાઇનરી ઈન્ડિયન ઓઈલની ફ્લેગશિપ રિફાઇનરી છે અને ગુજરાતના ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથમાં કેટેલિટિક ભૂમિકા ભજવી રહી છે. હાલમાં તેની ક્ષમતા 13.7 MMTPA છે, જેને LuPech પ્રોજેક્ટ હેઠળ વધારીને 18 MMTPA કરવામાં આવી રહી છે. છ દાયકા દરમિયાન રિફાઇનરીએ ભારતની એનર્જી સિક્યોરિટી, ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ અને ઇન્ડિજિનસ ટેક્નોલોજિકલ કેપેબિલિટીઝને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
ઈન્ડિયન ઓઈલ વિશે
Fortune Global 500માં 130મા ક્રમે રહેલી ઈન્ડિયન ઓઈલ ભારતની ટોચની ઊર્જા કંપની-PSU અને દેશની સૌથી મોટી સૌથી મોટી સંકલિત ઊર્જા કંપનીઓમાંની એક ઈન્ડિયન ઓઈલ ભારતની 23 રિફાઇનરીઝમાંથી 10નું સંચાલન કરે છે અને દેશની રિફાઇનિંગ કેપેસિટીમાં લગભગ 32% હિસ્સો ધરાવે છે.
દેશભરમાં 65,000થી વધુ કસ્ટમર ટચપોઇન્ટ્સ સાથે કોર્પોરેશન લાખો ગ્રાહકોને સેવાઓ પૂરી પાડે છે તથા પેટ્રોકેમિકલ્સ, નેચરલ ગેસ, ઑલ્ટરનેટિવ એનર્જી અને ઉભરતા લો-કાર્બન સોલ્યુશન્સ ક્ષેત્રોમાં તેની વ્યાપક હાજરી છે.
બિઝનેસથી આગળ વધીને ઈન્ડિયન ઓઈલ નો ‘નેશન-ફર્સ્ટ’ સિદ્ધાંત આરોગ્યસંભાળ, શિક્ષણ, સ્વચ્છતા, મહિલા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ અને પર્યાવરણીય પુનઃસ્થાપનમાં CSR કાર્યક્રમો દ્વારા અસરકારક સામાજિક રોકાણને આગળ ધપાવે છે.

