Home ગુજરાત આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈ જિલ્લા કોંગ્રેસે યોજયો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ

આગામી ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈ જિલ્લા કોંગ્રેસે યોજયો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ

233
0

(જી.એન.એસ.)ગાંધીનગર,તા.૩૦

જિલ્લામાં આગામી સમયમાં તાલુકા તેમજ જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ અને બેઠકોના દોર શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે આજે કોંગ્રેસે દ્વારા પણ આગામી સમયમાં આવનારી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાને લઈને ઓનલાઈન વર્ચ્યુલ બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે પ્રદેશ કોંગ્રેસ તરફથી મુખ્ય વકતા પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલ વર્ચ્યુલ સાવંદ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, કલોલ ધારાસભ્ય બળદેવ ઠાકોર, ડો.સી.જે ચાવડા, માણસાના ધારાસભ્ય બાબુભાઇ તેમજ દહેગામ પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલ તેમજ ગાંધીનગર જિલ્લાના તમામ આગેવાનો અને કાર્યકર્તાઓ વર્ચ્યુલ સાવંદ કાર્યક્રમમાં જોડાયા હતા. અને આગામી ચૂંટણી ની રણનીતિ વિશે ચર્ચા કરવામાં આવી હતી.


મુખ્ય વક્તા પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર દ્રારા કોંગ્રેસ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને આવનારી જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત ની ચૂંટણી માં પંજો લહેરાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે કોરોના મહામારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી, અતિવૃષ્ટિ, શૈક્ષણિક સમસ્યાઓ, પેટ્રોલ-ડીઝલના ભાવ, ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષા વિવિધ મુદ્દે આ સંવાદ કાર્યક્રમ માં ચર્ચા કરવામાં આવી હતી.
કોરોનાની મહામારીને લઈને ઓનલાઇન બેઠક યોજવામાં આવી હતી અને આવનરી ચૂંટણીને ધ્યાને લઈને ચર્ચા વિચારણા કરી આગેવાનો અને કાર્યકર્તાઓના અભિગમો પણ મેળવ્યા હતા, ચૂંટણી નજીક આવતાની સાથે પક્ષો દવારા કોરોનાને લઈને ઓનલાઇન બેઠકો યોજવા લાગી છે અને રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ રીતે થઇશું આત્મનિર્ભર….!!?, પોસ્ટ ઓફિસોમાં 6-6 દિવસથી ઇન્ટરનેટ ઠપ….!!
Next articleકોરોના સામેના જંગમાં માણસા એસટી ડેપો મેનેજરે ઉકાળાનું વિતરણ કરી અનુકરણીય દ્રષ્ટાંત પૂરુ પાડ્યુ