Home ગુજરાત કોરોના સામેના જંગમાં માણસા એસટી ડેપો મેનેજરે ઉકાળાનું વિતરણ કરી અનુકરણીય દ્રષ્ટાંત...

કોરોના સામેના જંગમાં માણસા એસટી ડેપો મેનેજરે ઉકાળાનું વિતરણ કરી અનુકરણીય દ્રષ્ટાંત પૂરુ પાડ્યુ

379
0

(જી.એન.એસ, ધવલ દરજી)માણસા,તા.૩૧
આજે જ્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારી સામે એક જંગ ચાલી રહ્યું છે ત્યારે ગાંધીનગર જિલ્લાના માણસા એસ.ટી.ડેપોના મેનેજર વિજયભાઇ ચૌધરી અને તેમના સ્ટાફ દ્વારા રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉકાળાનું વિતરણ કરીને માનવતાની સાથે-સાથે સામાજિક સદ્ ભાવના અને આરોગ્યલક્ષી સેવાકીય કામ પણ હાથ ધરીને એક અનુકરણીય પગલું રજૂ કર્યું છે.


આજે જ્યારે કોરોના મહામારી સામે સરકાર સહિત સૌ કોઇ સામનો કરી રહ્યા છે ત્યારે માણસા ડેપોના મેનેજર વિજયભાઇ ચૌધરીએ પોતાના સ્વખર્ચે ઉકાળો બનાવીને તેમના હાથ નીચેના અંદાજે ૨૫૦ કર્મચારીઓ અને અન્ય લોકો માટે ઉકાળો બનાવીને તેનું વિતરણ કર્યું છે. સામાન્ય રીતે એસટી ડેપોના મેનેજર સમક્ષ તેમની રોજિંદી કામગીરીનું ભારણ રહેતું હોય છે પરંતુ ડેપો મેનેજર વિજયભાઇ ચૌધરીએ પોતાની ફરજની સાથે-સાથે સામાજિક સેવાનો સંકલ્પ કર્યો હોય તેમ માનવતાનું કામ પણ હાથ ધરીને એસટીના અન્ય મેનેજરો માટે એક ઉત્તમ ઉદાહરણ રુપ કાર્ય સંપન્ન કર્યું છે.
અત્રે નોંધનીય છે કે કોરોનાથી બચવા માટે ઇમ્યુનિટી પાવર તરીકે ઉકાળાની ભલામણ કરવામાં આવે છે જે એક આયુર્વેદિક ઔષધિય પીણું ગણાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆગામી ચૂંટણીની પૂર્વ તૈયારીઓને લઈ જિલ્લા કોંગ્રેસે યોજયો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ
Next articleઆપ પાર્ટી દ્વારા શહેર તેમજ તાલુકામાં ઓક્સીમીટરથી ઓક્સિજન માપવાની કામગીરી હાથ ધરાઈ