Home દેશ - NATIONAL આંતરિક પ્રદૂષણથી ૨૦૧૫માં દેશમાં ૧.૨૪ લાખ લોકોનાં મોત થયાઃ રિપોર્ટ

આંતરિક પ્રદૂષણથી ૨૦૧૫માં દેશમાં ૧.૨૪ લાખ લોકોનાં મોત થયાઃ રિપોર્ટ

1377
0

પ્રદૂષણના સંપર્કમાં મહિલાઓનું પ્રમાણ વધુ,એકલા કોલ પાવર પ્લાન્ટસને કારણે થતાં પ્રદૂષણથી ૮૦,૩૬૮ લોકોને મોત નિપજ્યાં
મેડિકલ જર્નલ લાનસેટ દ્વારા પ્રદૂષણ અંગે રિપોર્ટ રજૂ કરાયો
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૧
દેશમાં પ્રદૂષણની સમસ્યા ઘણી જ વિકરાળ બનતી જાય છે. ત્યારે આ ચિંતામાં વધારો કરતો એક રિપોર્ટ રજૂ થયો છે. મેડિકલ જર્નલ લાનસેટ દ્વારા ભારતમાં વધતાં જતા પ્રદૂષણ અંગે એક રિપોર્ટ રજૂ કર્યો છે, જે રિપોર્ટના આધારે વર્ષ ૨૦૧૫માં આંતરિક હવા પ્રદૂષણના કારણે જ દેશભરમાં લગભગ ૧.૨૪ લાખ લોકો મોતને ભેટ્યા હતા. જેમાં એકલા કોલ પાવર પ્લાન્ટસને કારણે થતાં પ્રદૂષણથી ૮૦,૩૬૮ લોકોને મોત નિપજ્યાં હતા, જ્યારે અન્ય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફેલાવવામાં આવતાં પ્રદૂષણથી ૯૫,૮૦૦ લોકોના મોત થયા હતા.
આંતરિક હવા પ્રદૂષણને કારણે દર વર્ષે ૪.૩ લાખ લોકોના મોત નિપજે છે જે માટે ન્યૂમોનિયા, સ્ટ્રોક, ફેફસાનું કેન્સર, હ્રદયને લગતી બિમારી કે લાંબી ફેફસાંને લગતી બિમારીઓ જવાબદાર હોય છે. ભારતમાં પ્રદૂષનું સ્તર ચિંતાજનક છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકો લાકડાં, કોલસા કે પ્રાણીઓના છાણને બાળી પ્રદૂષણમાં વધારો કરતાં હોય છે. વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઈઝેશન એટલે કે વિશ્વ હવામાન સંસ્થાના ગ્રીનહાઉસ ગેસ બુલેટિને કહ્યું છે કે “કાર્બન ડાયોકસાઈડ તેમજ પ્રાથમિક ગ્રીનહાઉસ ગેસનું સ્તર ગત વર્ષે ૮૦૦૦ સદીઓમાં પોતાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયું છે.
એક અંદાજે લગભગ ૮ લાખ લોકો જેમાં પણ મોટા ભાગની મહિલાઓ ઘરેલુ પ્રથાઓના માધ્યમથી ફેલાતાં પ્રદૂષણના સંપર્કમાં રહે છે. ગ્લોબલ એલાયન્સ ફોર ક્લિન કુકસ્ટવના સીઈઓ રાધા મુથૈયાએ કહ્યું કે, “જમવાનું બનાવનારા ઈંધણ એટલે કે ગેસ પ્રત્યે લોકો જાગરૂત થાય અને આ સુવિધા ઘર ઘર સુધી પહોંચે તે માટે ભારતમાં આ દિશાં મહત્વપૂર્ણ પગલાઓ ભરવામાં આવી રહ્યાં છે. જે એર ક્વોલિટી ઈશ્યૂ અને સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે.
ભારત સહિત વિશ્વનાં દેશો પ્રદૂષણ અંગે ચિંતા સેવી ક્લાયમેન્ટ ચેન્જ અને તે અંગે છાશવારે ચર્ચા કરતાં એકઠાં થતા હોય છે. જે અંતર્ગત જર્મનીના બોનમાં ૬ નવેમ્બરનાં રોજ આવી જ એક બેઠક મળવાની છે.
આ બેઠક પહેલાં લાનસેટ દ્વારા મંગળવારે ક્લાયમેન્ટ ચેન્જની લોકો પર શું અસર થાય છે તે અંગેનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ બેઠકમાં તામપાન સંબંધિત બિમારીઓથી લઈને વારંવાર ખરાબ થતાં હવામાનના કારણે ફેલાતી બિમારીઓ તેમજ રોગોની બદલાતી જતી પેટર્ન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. રિપોર્ટમાં હવા પ્રદૂષણ પર અંકુશ મેળવવા માટેની ક્લાયમેન્ટ પોલિસી, ગ્રીનહાઉસ ગેસ સ્ત્રાવ, થર્મલ પાવસ પ્લાન્ટસ કઈ રીતે હવામાં પ્રદૂષણની માત્રા વધારે છે કે ઘટાડે તે અમેગના અહેવાલો પણ રજૂ થયાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરન ફોર યૂનિટીમાં ’સ્વચ્છ ભારત’ મિશનની મજાક ઉડી
Next articleઈતિહાસમાં સરદાર સાહેબના નામને દૂર કરવાનો પ્રયત્ન થયો : મોદી