Home દેશ - NATIONAL રન ફોર યૂનિટીમાં ’સ્વચ્છ ભારત’ મિશનની મજાક ઉડી

રન ફોર યૂનિટીમાં ’સ્વચ્છ ભારત’ મિશનની મજાક ઉડી

674
0

કાર્યક્રમના સ્થળ પર કચરો ફેલાયેલો જોવા મળ્યો
(જી.એન.એસ)ન્યુ દિલ્હી,તા.૩૧
લોખંડી પુરૂષ સરદાર પટેલની ૧૪૨મી જન્મ જયંતીના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રન ફોર યૂનિટીને લીલીઝંડી બતાવી. આ અવસરે ગૃહમંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ઉપસ્થિત રહ્યી સરદાર પટેલને શ્રદ્ધાંજલી આપી. તેમજ દિપા કરમાકર, સુરેશ રૈના અને સરદાર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ઉપસ્થિત લોકોને એકતાના શપથ લેવડાવ્યા હતા. વડાપ્રધાન મોદીએ રન ફોર યૂનિટીને લીલીઝંડી દેખાડ્યા બાદ હજારો યુવાનોએ રન ફોર યૂનિટીમાં દૌડ લગાવી. પરંતુ આ કાર્યક્રમમાં ’સ્વચ્છ ભારત મિશન’નું મજાક ઉડતું જોવા મળ્યું. ખરેખર વાત એમ હતી કે વડાપ્રધાને રન ફોર યૂનિટીને લીલીઝંડી આપવા માટે ઉપસ્થિત રહ્યાં હતા પરંતુ વડાપ્રધાન જેવા આ કાર્યક્રમમાંથી ગયા કે આ સ્થળે સ્વચ્છ ભારત મિશનનુ મજાક ઉડતી જોવા મળી. કાર્યક્રમના સ્થળ પર કચરો ફેલાયેલો જોવા મળ્યો. પાણીની બોટલો જ્યાં-ત્યાં પડી જોવા મળી અને સરદાર પટેલના ફોટાવાળા કાગળો રસ્તા પર જોવા મળ્યા. આવા મોટા કાર્યક્રમમાં કે જ્યાં દેશના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, ગૃહમંત્રી ઉપસ્થિત હોય ત્યાં આવા પ્રકારની ગંદકી થવીએ સ્વચ્છતા મિશન પર મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. વડાપ્રધાન સ્વચ્છતા મિશનની મોટી-મોટી વાતો કરે છે પરંતુ આ કાર્યક્રમ બાદ રચાયેલા દ્રશ્યો સ્વચ્છ ભારત મિશન પર સવાલો ઊભા કરે છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાને પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. સરદાર પટેલે પોતાનુ જીવન દેશની આઝાદી માટે સમર્પિત કર્યું હતું અને દેશ પર આવનારા સંકટોથી પોતાની આવડત અને શક્તિ દ્વારા બચાવ્યા અને દેશને એક સુત્રમાં બાંધ્યો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગરીબો રાશન લે કે ન લે મોદી સરકાર સબસિડી ખાતામાં જમા કરાવી દેવાશે
Next articleઆંતરિક પ્રદૂષણથી ૨૦૧૫માં દેશમાં ૧.૨૪ લાખ લોકોનાં મોત થયાઃ રિપોર્ટ