Home વ્યાપાર જગત ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે વિદેશી સંસ્થાઓની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે વિદેશી સંસ્થાઓની ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!!

153
0
SHARE

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૬.૦૭.૨૦૨૧ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૨૯૭૫.૮૦ સામે ૫૨૯૮૫.૨૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૨૭૮૩.૬૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૧૯.૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૨૩.૫૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૨૮૫૨.૨૭ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૮૫૩.૧૦ સામે ૧૫૭૮૧.૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૫૭૮૧.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૫.૧૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૫૮૧૮.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વિશ્વભરમાં કોરોના સંક્રમણ ઝડપી ફેલાવા લાગતાં અને મોંઘવારીના પરિબળે વૈશ્વિક અર્થતંત્ર માટે ફરી મોટી ચિંતાએ વૈશ્વિક બજારોમાં યુરોપના બજારોમાં ઘટાડાની સાથે છેલ્લા કેટલાક દિવસોથી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો, વિદેશી ફંડો ભારતમાંથી રોકાણ સતત પાછું ખેંચી રહ્યાની નેગેટીવ અસરે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ચોમાસાની દેશભરમાં સારી પ્રગતિની સાથે દેશભરમાં ઔદ્યોગિક-આર્થિક પ્રવૃતિ વધવા લાગી હોઈ આગામી દિવસોમાં આર્થિક વિકાસ ઝડપી બનવાના અંદાજો અને કોર્પોરેટ ઈન્ડિયાના જૂન ૨૦૨૧ના અંતના ત્રિમાસિકના પરિણામો એકંદર અપેક્ષાથી સારા આવતા છતાં ઈન્ડેક્સ બેઝડ તેજીને વિરામ અપાયો હતો.

કોરોના સંક્રમણની ત્રીજી લહેર માટે કેન્દ્ર અને રાજય સરકારો દ્વારા લેવાઈ રહેલી તકેદારીની સાથે આરંભિક તબક્કામાં તેજી કર્યા બાદ કોરોના સંક્રમણ કાળને લઈને ગત મહિનાઓમાં વિશ્વભરમાં લોકડાઉનની પરિસ્થિતિના પરિણામે ઔદ્યોગિક પ્રવૃતિ ઠપ્પ થઈ જવાના પરિણામે અનેક ક્ષેત્રોની કામગીરીને અસર પડતાં અને આગામી દિવસોમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં વધુ વધારો થવાના અંદાજો અને તેના પરિણામે મોંઘવારીમાં અસહ્ય વધારો થવાની શકયતાના નેગેટીવ પરિબળે આજે ફંડોએ ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેરબજાર નેગેટીવ ઝોનમાં બંધ આવ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર બેઝિક મટિરિયલ્સ, હેલ્થકેર, આઇટી, કંઝ્યુમર ડ્યુરેબ્લસ, મેટલ અને ટેક શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૫૦૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૧૫ અને વધનારની સંખ્યા ૧૮૩૭ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૯૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૫૯૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, કોરોના મહામારી વચ્ચે પણ ભારતીય શેરબજારે અભૂતપૂર્વ પ્રદર્શન કરી સતત નવી ઐતિહાસિક ઉંચાઇ નોંધાવી છે. આ ઐતિહાસિક તેજીની તક ઝડપી લેવા મોટી સંખ્યામાં કંપનીઓએ આઇપીઓ મારફતે નાણાં એક્ત્ર કરવાની યોજના ઘડી છે. આથી એવી આશા વ્યક્ત કરાઇ છે કે વર્ષ ૨૦૨૧માં કંપનીઓ દ્વારા આઇપીઓ મારફતે રેકોર્ડ ભંડોળ એક્ત્ર કરવામાં આવી શકે છે. ઉલ્લેખનિય છે કે, આ પૂર્વે કેલેન્ડર વર્ષ ૨૦૧૦માં કોલ ઇન્ડિયા, એનટીપીસી, એનએમસીડી અને વર્ષ ૨૦૧૭માં ૩૮ આઇપીઓ મારફતે સૌથી વધુ ૭૦,૦૦૦ કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. જેમાં ઘણી વીમા કંપનીઓ આઇપીઓ લાવી હતી.

કેલેન્ડર વર્ષ ૨૦૨૧ દરમિયાન અત્યાર સુધીમાં કંપનીઓએ આઇપીઓ મારફતે અંદાજીત રૂ.૫૧,૦૦૦ કરોડ ઊભા કર્યા છે. હવે આગામી દિવસોમાં ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ અને રોલેક્સ રિંગ્સ દ્વારા આઇપીઓ મારફતે નાણાં એક્ત્ર કરવામાં આવશે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧ સમાપ્ત થવામાં હજી પાંચ મહિના બાકી છે અને બજારની પરિસ્થિતિ સાનુકુળ રહેવાની આશા છે. આમ તમામ પરિદ્રશ્યોને ધ્યાનમાં રાખતા કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં આઇપીઓ દ્વારા રેકોર્ડ ભંડોળ એક્ત્રિકરણ થઇ શકે છે.

Print Friendly, PDF & Email