Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી વર્લ્ડ એનર્જી કોંગ્રેસ 2024: IREDAના સીએમડીએ નવી અને ઉભરતી રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજીઓ...

વર્લ્ડ એનર્જી કોંગ્રેસ 2024: IREDAના સીએમડીએ નવી અને ઉભરતી રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજીઓ માટે ઇનોવેટિવ ફાઇનાન્સિંગ સોલ્યુશન્સની જરૂરિયાતને હાઇલાઇટ કરી

18
0

(જી. એન. એસ) તા. 26

ઇન્ડીયન રિન્યુએબલ એનર્જી દેવલપમેન્ટ એજન્સી લિમિટેડ ના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી પ્રદિપ કુમાર દાસે નેધરલેન્ડના રોટરડેમમાં વર્લ્ડ એનરી કોંગ્રેસની 26 મી આવૃતિમાં “ધ ન્યૂ ઈન્ટરડિપેન્ડન્સીઝ: ટ્રસ્ટ, સિક્યુરિટી એન્ડ ક્લાઈમેટ રેઝિલિયન્સ” પર પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો.

ચર્ચા દરમિયાન, IREDAના સીએમડીએ ઉર્જા સંક્રમણ તરફ ભારતની સફરની આંતરદૃષ્ટિ શેર કરી અને દેશમાં નવીનીકરણીય ઉર્જા અપનાવવા માટે IREDAની નિર્ણાયક ભૂમિકા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ નોન-ફોસિલ-ફ્યુઅલ એનર્જી ક્ષમતા હાંસલ કરવાનો ભારતનો મહત્વાકાંક્ષી ધ્યેય તેને જળવાયુ પરિવર્તન વિરૂદ્ધની વૈશ્વિક લડાઈમાં આશાના કિરણ તરીકે સ્થાન આપે છે. તેમણે વર્ષ 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતાને પણ પ્રકાશિત કરી. તેમણે નિર્દેશ કર્યો કે નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં ઝડપી પ્રગતિની સાથે, ભારત નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે છે.

દેશની સૌથી મોટી પ્યોર-પ્લે ગ્રીન ફાઇનાન્સિંગ NBFC તરીકે, IREDA ઉર્જા સંક્રમણને ઝડપી બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સીએમડીએ જોખમો ઘટાડવા અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે નવીન નાણાકીય સાધનોના ઉપયોગ દ્વારા ઉર્જા સંક્રમણ પ્રોજેક્ટ્સ માટે ધિરાણની સુવિધામાં IREDAના પ્રયત્નો પર ભાર મૂક્યો હતો.

વર્લ્ડ એનર્જી કોંગ્રેસ પેનલે હાલની વૈશ્વિક ઉર્જા કટોકટીની પણ ચર્ચા કરી હતી, જેમાં સીએમડીએ ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વૈવિધ્યકરણ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે મજબૂત પાવર નેટવર્ક દ્વારા પ્રાદેશિક બજારોને એકીકૃત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે બોન્ડ માર્કેટને વધુ મજબૂત કરવા અને વધારાના વૈશ્વિક અને સ્થાનિક રોકાણો વધારવા માટે સ્થાનિક પેન્શન/વીમા ફંડમાંથી 4%-5% એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)ને રિન્યુએબલ એનર્જી બોન્ડમાં ફાળવવાના આદેશની પણ દરખાસ્ત કરી હતી.

અંતમાં સીએમડીએ હરિયાળી અર્થવ્યવસ્થા માટે IREDAની સતત પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરી. કંપની રોકાણને આકર્ષવાનું, તકનીકી પ્રગતિને પ્રોત્સાહન આપવાનું અને નીતિ સુધારણા માટેની હિમાયત કરે છે. સીએમડીએ જણાવ્યું હતું કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યું છે, IREDA એક સ્થાયી અને સુરક્ષિત ઉર્જા ભવિષ્યની દિશામાં માર્ગદર્શન કરતા સૌથી મોખરાના સ્થાને છે.

સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, યુરોપ અને હેડ ઓફ કન્ટ્રી, યુકે, બીપી, સુશ્રી લુઇસ કિંગહામ CBE; ગ્લોબલ એનર્જી એન્ડ રિસોર્સીસ સ્ટ્રેટેજી લીડર, ઈવાય, શ્રી એન્ડી બ્રોગન; અને એડમિનિસ્ટ્રેટર, પનામા કેનાલ ઓથોરીટી, શ્રી રિકુઅર્ટે વાસ્ક્વેઝ મોરાલેસ 24મી એપ્રિલ, 2024ના રોજ યોજાયેલી “ધ ન્યૂ ઈન્ટરડિપેન્ડન્સીઝ: ટ્રસ્ટ, સિક્યુરિટી એન્ડ ક્લાઈમેટ રેઝિલિયન્સ” પર પેનલ ચર્ચામાં અન્ય સહભાગીઓ હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં મુંબઈ પોલીસે વધુ બે લોકોની ધરપકડ કરી
Next articleવિજય થલાપતિને માથા અને હાથ પર ઈજા થઈ, સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ