Home વ્યાપાર જગત - BUSINESS નિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

નિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!

11
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૨.૦૩.૨૦૨૪ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૫૦૨.૬૪ સામે ૭૩૫૧૬.૪૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૩૪૨.૧૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૬૨.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૫.૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૬૬૭.૯૬ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૪૨૧.૩૫ સામે ૨૨૪૪૭.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૨૩૭૮.૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૫૯.૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫.૬૫ પોઈન્ટના ઉછાળા સાથે ૨૨૪૩૭.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે ત્યારે વૈશ્વિક બજારો સાવચેતી સાથે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત સામાન્ય ઉછાળા સાથે થઇ હતી, જો કે માર્કેટ રેગ્યુલેટર સેબી તેમજ રિઝર્વ બેંક દ્વારા સ્મોલકેપ તેમજ એસએમઈ કંપનીના આઇપીઓમાં થતા મેનીપ્યુલેશન બાબતે ચિંતા વ્યક્ત કરવા સાથે આ મુદ્દે આકરાં પગલા ભરવાની ચીમકી ઉચ્ચારાતા આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળે સવચેતી જોવા મળી હતી.

આઈટી – ટેક શેરોમાં પસંદગીની ખરીદી જળવાયા છતાં રીયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ, કોમોડિટીઝ, સર્વિસિઝ, યુટિલિટીઝ, પાવર, મેટલ, કેપિટલ ગુડ્સ શેરોમાં મોટું પ્રોફિટ બુકિંગ થતાં અને હેલ્થકેર, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી શેરો તેમજ કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. અલબત એચડીએફસી બેન્ક, ટીસીએસલિ., રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ લિ., ભારતી એરટેલ, ટેક મહિન્દ્ર ફ્રન્ટલાઈન તેમજ ઓટો હેવીવેઈટ મારુતિ સુઝુકી, મહિન્દ્રા & મહિન્દ્રા શેરોમાં આકર્ષણે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

સ્મોલ, મીડ કેપ તેમજ એસએમઇ શેરોમાં ઉદ્ભવેલ તોફાની તેજી બાદ તંત્ર એક્શનમાં આવીને વધુ આકરા પગલા ભરવાની ચીમકી ઉચ્ચારતા સ્થાનિક ફંડો તેમજ ખેલાડીઓની શેરોમાં સાવચેતીમાં ઉછાળે પ્રોફિટ બુકિંગ કરતાં સ્મોલકેપ, મિડકેપ તેમજ એસએમઇ ઇન્ડેક્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૩૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૧૧% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેક અને આઈટી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૬૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૨૨૪ અને વધનારની સંખ્યા ૬૬૯ રહી હતી, ૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૪.૦૧ લાખ કરોડ ઘટીને ૩૮૫.૬૪ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૮ કંપનીઓ વધી અને ૨૨ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા….

મિત્રો, અમેરિકાની સાથે ભારતીય શેરબજારની કામગીરી વૈશ્વિક ટોચના શેરબજારની સરખામણીએ આઉટપરફોર્મન્સ રહી છે, જેના પરિણામે શેર વેલ્યુએશન વધુ મોંઘા થઈ રહ્યું છે. આને કારણે વિદેશી ઇન્વેસ્ટરો સાવચેતી સાથે પ્રવેશ કરી રહ્યા છે. વિદેશી રોકાણકારો ઊંચા મૂલ્યાંકન અને અન્ય ઉભરતી કંપનીઓમાં ભંડોળ ફાળવતા ભારતીય ઇક્વિટીમાં ધીમી ગતિએ આગળ વધતા જોવાયા છે. છેલ્લા કેટલાક મહિનામાં ફાર્મા, એફએમસીજી, ઓટો અને કેપિટલ ગુડ્સમાં વિદેશી પ્રવાહ સતત મજબૂત રહ્યો હોવા છતાં સરેરાશ તેઓ છેલ્લા બે મહિનાથી વેચવાલ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં તેઓએ સૌથી વધુ નાણાકીય ક્ષેત્રમાં સૌથી વધુ અંદાજીત ૩૦૦૦૦ કરોડથી વધુનો નફો બુક કર્યો છે જાન્યુઆરીની સરખામણીએ એકંદરે વિદેશી વેચાણની ગતિ જોકે ફેબ્રુઆરીમાં સાધારણ રહી હતી, જો કે માર્ચ માસમાં નીચા મથાળે ખરીદી જોવાઈ રહી છે.

વૈશ્વિક સ્તરની સરખામણીએ ભારતીય શેરબજાર પ્રીમિયમમાં રહ્યા હોવા છતાં દેશના આર્થિક ગ્રોથ અને રાજકિય સ્થિરતા તેમજ સેબીએ મિડ અને સ્મોલ કેપ શેરોમાં અસાધારણ તેજીને ધ્યાનમાં લઇને મ્યુચ્યુઅલ ફંડોને વધુ સચેત રહેવા જાહેર કરવા એફપીઆઇની પહેલી પસંદગી લાર્જ કેપ શેરો રહેતાં આગામી દિવસોમાં ફરીથી લાર્જ કેપમાં શેરોમાં રોકાણ વધશે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે તેમજ ચૂંટણી પછી, વર્ષના બીજા ભાગમાં વધુ મજબૂત વિદેશી જોવા મળી શકે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જાથેડી અને રાજસ્થાનની લેડી ડોન અનુરાધા ચૌધરીએ દિલ્હીમાં લગ્ન કર્યા હતા
Next articleNIAએ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.