Home દેશ - NATIONAL NIAએ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી

NIAએ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી

19
0

ખાલિસ્તાની-ગેંગસ્ટર લિંક કેસમાં NIAના 4 રાજ્યના 30 સ્થળો પર દરોડા પાડ્યા

(જી.એન.એસ),તા.૧૨

રાજસ્થાન/મધ્યપ્રદેશ/પંજાબ-હરિયાણા,

ખાલિસ્તાની-ગેંગસ્ટર લિંક કેસમાં NIAએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 30 સ્થળોએ દરોડા પાડ્યા છે. નેશનલ સિક્યોરિટી એજન્સી (NIA) એ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીએ પંજાબ, હરિયાણા અને રાજસ્થાન અને મધ્યપ્રદેશના 30 સ્થળો પર દરોડા પાડ્યા છે. NIA આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચેની સાંઠગાંઠને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. અગાઉ સપ્ટેમ્બર 2023માં પણ NIAએ ગેંગસ્ટર અને ખાલિસ્તાની સાંઠગાંઠ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી હતી. તપાસ એજન્સીએ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી એનસીઆર, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં લગભગ 51 સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIAએ આ કાર્યવાહી આતંકવાદીઓ, ગેંગસ્ટરો અને ડ્રગ ડીલરો વચ્ચે સાંઠગાંઠ સંબંધિત 3 કેસમાં કરી હતી.

સપ્ટેમ્બરમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન NIAની ટીમ પંજાબમાં સૌથી વધુ 30 સ્થળોએ પહોંચી હતી. તે જ સમયે, રાજસ્થાનમાં 13, હરિયાણામાં 4, ઉત્તરાખંડમાં 2, દિલ્હી-એનસીઆર અને યુપીમાં 1-1 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા. NIAના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિદેશમાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર હવાલા ચેનલ દ્વારા ભારતમાં ગ્રાઉન્ડ વર્કર્સને ડ્રગ્સ અને હથિયારોનું ફંડિંગ કરી રહ્યા છે. ગેંગસ્ટર-ખાલિસ્તાનીઓની આ ફંડિંગ ચેઈનને ખતમ કરવા NIAની કાર્યવાહી ચાલી રહી છે. NIA દ્વારા લગભગ પાંચ મહિના પહેલા જે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે લોરેન્સ બિશ્નોઈ, બંબિહા ગેંગ અને અર્શ દલ્લા ગેંગના સભ્યો સાથે જોડાયેલા હતા. NIAની ટીમ દિલ્હીના ભીમા પોલીસ સ્ટેશન રોડી પહોંચી હતી. અહીંયા યદવિંદર ઉર્ફે જશનપ્રીતના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો, જે વ્યવસાયે બાઉન્સર છે. યાદવિન્દરના ખાતામાં વિદેશથી ફંડિંગ આવ્યું હતું, તેના ફોન પરથી વિદેશમાં કોલ પણ કરવામાં આવ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૨૨૩૦૩ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articlePM મોદીના અરુણાચલ પ્રવાસ પર ચીનના નિવેદન પર ભારતે પ્રતિક્રિયા જાહેર કરી