Home દેશ - NATIONAL અભણ દીકરાને ઓફિસર કહી લગ્ન કરાવ્યા, પણ કન્યાના સવાલનો જવાબ ન આપતા...

અભણ દીકરાને ઓફિસર કહી લગ્ન કરાવ્યા, પણ કન્યાના સવાલનો જવાબ ન આપતા દીકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી

13
0

(જી.એન.એસ),તા.૨૭

ઉતરપ્રદેશ,

ભારતમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે. બસ થોડા દિવસ બાદ આ સીઝન પુરી થઈ જશે અને લગ્ન પ્રસંગ જેવા શુભ કામો પર રોક લાગી જશે. ભારતમાં દરેક લોકો સારા મુહૂર્તમાં જ લગ્ન જેવા કામકાજ કરતા હોય છે. કહેવાય છે કે સારા મુહૂર્તની અસર સંબંધો પર પડે છે. પણ અમુક લોકોની જ્યારે નિયત ખરાબ હોય તો એ લોકો આ સારા મુહૂર્તમાં પણ અન્ય લોકોની જિંદગી બરબાદ કરવાની કોશિશ કરતા હોય છે. આવો જ એક કિસ્સો મહોબામાંથી સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના મહોબામાં થોડા સમય પહેલા એક લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. આ લગ્નનો આધાર પર જુઠાણા પર ટકેલો હતો. છોકરાવાળાઓએ પોતાના અભણ દીકરાની વાત છુપાવી હતી. પણ છોકરી સમજદાર નીકળી, જ્યારે વરમાળા બાદ સ્ટેજ પર વરરાજો આવ્યો તો, દુલ્હને એક સીધો સાદો સવાલ પૂછી લીધો. જવાબ ન આવડતા છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી.

આ મામલો મે 2021નો છે. પણ લગ્નની સીઝનમાં ફરી એક વાર આ ઘટના વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર અવેયરનેસ માટે તેને ફરીથી શેર કરવામાં આવી રહ્યો છે. આ લગ્નમાં છોકરીને અભણ છોકરો હોવાની વાત છુપાવી હતી પણ છોકરીને શંકા ગઈ. ત્યારે આવા સમયે વરમાળા દરમ્યાન સ્ટેજ પર છોકરીએ વરરાજાને બેનો ઘડીયો પૂછી લીધો. જ્યારે છોકરો બેનો ઘડીયો બોલી શક્યો નહીં તો છોકરીએ લગ્ન કરવાની ના પાડી દીધી. મહોબાનો આ અનોખો કેસ આખરે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો. છોકરીએ લગ્ન કરવાની ના પાડતા છોકરાવાળાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે પોલીસે હસ્તક્ષેપ બાદ મામલો ઢાળે પાડ્યો. વર પક્ષે કન્યા પક્ષના લગ્નનો ખર્ચ પાછો આપ્યો. આપેલો સામાન પણ પાછો આપી દીધો.ત્યાર બાદ એગ્રીમેન્ટ બનાવ્યું અને તેમાં બંને પક્ષે સહીઓ કરી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકન્યાએ વરને બોલાવ્યો અને કંઈક એવું બન્યું કે લગ્નની જાન પાછી ફરી
Next articleચીન હિંદ મહાસાગરમાં ભારતની કરી રહ્યું છે જાસૂસી!