Home ગુજરાત મુખ્યમંત્રીની એક ભૂલને સાચી ઠેરવવા સરકારી તંત્રના હવાતિયા….?

મુખ્યમંત્રીની એક ભૂલને સાચી ઠેરવવા સરકારી તંત્રના હવાતિયા….?

2129
0

કોરા કાગળ પર ટાઈપ કરી મીડિયામાં અખબારી યાદી તરીકે મોકલી સરકારે હાથ અધ્ધર કરી દિધા, જો કોઈ ભૂલ નથી થઇ તો અખબારી યાદી નોંધણી નંબર સાથે કેમ ન મોકલાવી…?

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા. 1
ગુજરાત ના યુવાનો એક તો રમતગમત માં જતા નથી. અને જે ગયા અને એશિયન રમ્તોત્સવ માં ગોલ્ડ મેળવે ત્યારે તેને તેના હક્ક ના ઇનામ આપવામાં જે રમત ગુજરાત સરકાર કરી રહી છે તેની ભારે ટીકાઓ થઇ રહી છે.૪ -૪૦૦ ની રમત માં ભલે ચાર ખેલાડીઓ ભાગ લેતા હોય પણ જેને મેડલ મળે તેજ ઇનામ ને હક્કદાર બને.

સરકાર કહે છે 4 ખેલાડીઓની ટીમ હતી તો 25 ટકા પ્રમાણે પણ 50 લાખ થાય ૩૩ ટકા પ્રમાણે ૬૬ લાખ કોણે અને ક્યાં આધારે નક્કી કર્યા…?

જાકાર્તામાં આદિવાસી યુવતી સરિતા ગાયકવાડે ૪-૪૦૦ની રમત માં ગોલ્ડ મેડલ મેળવ્યો એટલે સરકાર ની જાહેર નીતિ પ્રમાણે તેને ૨ કરોડ મળવા જોઈએ અને આપવા જોઈએ. પરંતુ તેના બદલે સીએમ વિજય રૂપાની સરકાર ૧ કરોડ અને તેમાં પણ ખરેખર તો ૬૬ લાખ મળવાપાત્ર છે પણ સરકારે ઉદારતા રાખીને ૧ કરોડ આપ્યા એઈ જાહેરાત સત્તાવાર પ્રેસનોટ ને બદલે નાનામા કાગળ માં મોકલી ને સીએમ રૂપાણી દ્વારા રકમ જાહેર કરવામાં જે ભૂલ થઇ તેને સુધારવાના થઇ રહેલા પ્રયાસો એક આદિવાસી યુવતી સાથે સરાસર અન્યાય હોવાની લાગણી આદિવાસી સમાજ માં સર્જાઈ છે.

આના બદલે જો હોકી ટીમ ગોલ્ડ મેટલ મેળવે અને એમાં કોઇ ગુજરાતી યુવા હોય તો તેને પણ 2 કરોડની ઇનામી રકમ નો 14મો ભાગ એટલે કે 15 લાખ જ મળે…?

આદિવાસી સમાજ ના લોકો અને રમતવીરોની એવી લાગણી છે કે જેમાં ચાર ખેલાડીઓ ભાગ લેતા હોય તેવી રમતમાં જેને મેડલ મળે તેનું જ નામ થાય. જેમ કે સરિતાએ જે રમતમાં ભાગ લીધો તેમાં ભલે ચાર ખેલાડીઓ હતા પણ ગોલ્ડ મેડલ માટે સરિતા નું નામ નક્કી થયું તેથી સરકારે તેને ૨ કરોડ આપવા જોઈએ. કોઈ આદિવાસી ના હક્ક પર તરાપ મારવાનું પાપ સરકારે કરવું ના જોઈએ. સીએમ રૂપાણી એ પહેલા ૧ કરોડ ની જાહેરાત કરી પણ જ્યારે મીડીયાએ વેબસાઈટ નો હવાલો આપીને ૧ કરોડ નહિ પણ સરિતા ૨ કરોડ ની હક્કદાર છે એ પ્રત્યે સરકાર નું ધ્યાન દોર્યું ત્યારે એ જ વખતે સરકારે પોતાની ભૂલ સુધારી લેવી જોઈતી હતી. પરંતુ હવે સીએમ ની ભૂલ ને સાચી ઠેરવા માટે બિન સત્તાવાર પ્રેસનોટ દ્વારા સરિતા તો ૩૩ ટકા પ્રમાણે ૬૬ લાખ ની હક્કદાર છે પરંતુ સરકારે આદિવાસી હોવાથી સરિતા ને ૧ કરોડ આપવાની જાહેરાત કરી છે. તો શું સરિતા સિવાયની બીજી ત્રણ ખેલાડીઓ હિમા દાસ, પુવામ્મા અને વી કોરોથનોને ગુજરાત સરકાર કોઇ ઇનામી રકમ આપવાની છે….? જોકે સરકારના આ ખુલાસાને ગ્રાહ્ય રખાય તો ભવિષ્યમાં ભારતની હોકી ટીમને ગોલ્ડ મેટલ મળે અને એમાં કોઇ ગુજરાતી યુવાને પોતાની પ્રતિભા બતાવી હોય તો તેને પણ 2 કરોડની ઇનામી રકમ નો 14મો ભાગ એટલે કે 15 લાખ જ મળે…?, કારણ કે હોકીમાં તો 14 ખેલાડીઓ હોય છે
વર્તુળો કહે છે કે જો ચાર ખેલાડી હતા તો 2 કરોડ ના ચાર ભાગ કરીએ તો 25 ટકા પ્રમાણે પણ 50 લાખ થાય. ૬૬ લાખ ની રકમ સરકારે કઈ રીતે નક્કી કરી, એક કોરા કાગળ પર ટાઈપ કરી ને મીડિયામાં અખબારી યાદી તરીકે મોકલવી તેમાં સરકારની નાલેશી છે. જો ખરેખર સરકાર સાચી હોય અને કોઈ ભૂલ નથી તો અખબારી યાદી નોંધણી નંબર સાથે મોકલાવી જોઈએ એમ પણ વર્તુળો નું માનવું છે. એશિયાઈ રમતો યોજ્નારાઓએ જ્યારે સરિતા ને ગોલ્ડ મેડલ માટે પસંદ કરી અને તેને ગોલ્ડ મેડલ આપ્યો ત્યારે તેમણે કોઈ ભૂલ કરી નથી. ઉપરાંત વેબસાઈટ માં ક્યાય એવું લખેલું નથી કે જે રમતમાં ચાર ખેલાડી હશે એ રમત માં મેડલ મેળવનારને ચોથો ભાગ અપાશે. તો પછી સરકાર ક્યા આધારે ૨ કરોડના ચાર ભાગ પાડે છે તે પણ એક સવાલ છે. ૬૬ લાખ ૩૩ ટકા પ્રમાણે નક્કી કર્યા તે ક્યાં આધારે તે પણ સરકારે જણાવ્યું નથી. સરકાર ભૂલ સ્વીકારે અને આદિવાસી કન્યા નો તેનો હક્ક આપે.

Previous articleમુખ્યમંત્રી રૂપાણીનું ભોપાળુ કે પછી અધિકારીઓએ અંધારામાં રાખ્યા..?
Next articleNAFનો સર્વે ઃ મોદીની લોકપ્રિયતા ઘટી છતાં, 48% વોટ સાથે નં.1….