Home ગુજરાત GNS BREAKING : હાર્દિક ગુજરાતમાંથી નહિ લડી શકે તો..રાજસ્થાન-મધ્યપ્રદેશમાંથી કરશે ઉમેદવારી…..!?

GNS BREAKING : હાર્દિક ગુજરાતમાંથી નહિ લડી શકે તો..રાજસ્થાન-મધ્યપ્રદેશમાંથી કરશે ઉમેદવારી…..!?

562
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.2
૧૭ મી લોકસભાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે અને ગુજરાતના ૨૬ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી જામી છે. ત્યારે પાટીદાર યુવા નેતા હર્દિક પટેલ ગુજરાત માંથી ચુંટણી ન લડી શકે તેવા કાયદાકીય બાયો પેચ ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસએ ભલે ગુજરાતમાંથી નહિ પરંતુ રાજસ્થાન માંથી અથવા જ્યાં કુર્મી સમાજ(પાટીદાર) ની વસ્તી વધારે હોય તેવી બેઠક પરથી હાર્દિક પટેલ ચુંટણી લડે તેવા ચક્કરો ગતિ મન થયા છે. ખાસ કરીને જ્યાં હજુ ત્રીજા અને ચોથા તબ્બકા માં ઉમેદવારી પત્ર ભરવાને વાર છે તેવી કોઈ બેઠક હાર્દિક પટેલ માટે પસંદ કરવામાં આવે તેમ છે.
સુત્રોના જણાવ્યા અનુંસાર કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની ઔપચારીક મંજુરી બાદ હાર્દિક પટેલની ટીમ રાજસ્થાન અને મધ્યપ્રદેશની કેટલીક કુર્મી(પાટીદાર) સમાજના પ્રભૂત્વ વાળી સીટોનો સર્વે કરી રહી હોવાની માહિતી છે આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત અને સચિન પાયલોટ તથા મધ્યપ્રદેશના સીએમ કમલનાથને પણ વિશ્વાસમાં લેવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જો કે તમામ બાબતો જો અને તો પર ટકેલી છે હાર્દિકનો પહેલો પ્રયત્ન તો ગુજરાતમાંથી જ લડવાનો છે પરંતું જો સુપ્રિમ કોર્ટ મંજુરી આપે પરંતુ સમયસર ફોર્મ ભરી શકાય તેમ નહોય તો બીજા રાજ્યના વિકલ્પો વિચારણામાં લેવાયા હોવાના સંકેત મળે છે. પરંતુ તેમાં પણ રાજસ્થાન કે મધ્યપ્રદેશના નેતાઓનો સહકાર કે મંજુરી મળવી અત્યંત જરુરી છે અને તેના માટે રાહુલ ગાંધીની ઇચ્છા મુખ્ય આધાર સાબિત થશે.
કોંગ્રેસ માં જોડાયેલા હાર્દિક પટેલને જામનગરની બેઠક પરથી ઉમેદવારી કરવી છે. પરંતુ વિસનગર કેસ માં થયેલી સજા , સજાની સામે મનાય હુકમ ન મળતા અને સમર્ગ મામલો સુપ્રીમ કોર્ટમાં પડતર છે. ત્યારે જો હાર્દિક પટેલ ગુજરાતમાંથી ઉમેદવારી ન કરી શકે તો જ્યાં કોંગ્રેસની સરકારો છે અને ત્રીજા ચોથા તબ્બક્કા માં મતદાન થવાનું છે. તેવી કોઈ બેઠક હાર્દિક માટે પસંદ કરવાની ગણતરી ચાલુ રહી છે કેમ કે હાર્દિક પટેલ એ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અપીલ ની સુનાવણી 4 અપ્રિલ ના રોજ હાથ ધરાશે. જયારે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પણ 4 એપ્રિલ જ છે જેને કારણે જો સુપ્રિમ કોર્ટનો ચુકાદો હાર્દિકની ફેવરમાં આવે પણ જો મોડો એટલે કે બપોર પછી આવે અને જો હાર્દિક ગુજરાતમાંથી ચુંટણી લડી શકે તેમ ન હોય તો તેમને અન્ય રાજ્યમાંથી ઉભા રાખવાની રાજકીય ગણતરી ચાલી રહી છે.
ગુજરાત હાઈકોર્ટે હાર્દિક પટેલને દોષિત જાહેર કરતાં વિસનગર કોર્ટના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યા બાદ હાર્દિક સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. પરંતુ આજે સુપ્રીમ કોર્ટે હાર્દિકને ઝટકો આપતા તાત્કાલિક સુનાવણી કરવાથી ઈન્કાર કર્યો હતો. આમ આ કેસની આગામી સુનાવણી હવે 4 એપ્રિલના રોજ યોજાશે. આમ હાર્દિક લોકસભા ચૂંટણી નહીં લડી શકે તે વાત લગભગ નક્કી થઈ છે. ઉલ્લેખનીય છે કે, 4 એપ્રિલે લોકસભા ચૂંટણીના ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે.
પીપલ્સ રિપ્રઝેન્ટિટિવ એક્ટ, 1951ના મતે હાર્દિક પટેલ પોતાની સજાના લીધે આ વખતે લોકસભા ચૂંટણી લડી શકશે નહીં. આ કાયદાની અંતર્ગત બે વર્ષ કે તેનાથી વધુની સજા મેળવનાર નેતાઓને ચૂંટણી લડવાની મંજૂરી નથી. પાટીદાર અનામત આંદોલનથી ઉભરેલા 25 વર્ષના હાર્દિક પટેલે 12મી માર્ચના રોજ કોંગ્રેસમાં સામેલ થયા બાદ જામનગરથી ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરી દીધી હતી.
હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી ટિકિટનો પણ આગ્રહ કર્યો હતો. પંરતુ હાઇકોર્ટ અને હવે સુપ્રીમ કોર્ટના નિર્ણયે તેની તૈયારીઓ પર પાણી ફેરવી દીધું છે. જામનગર લોકસભા સીટ પર નામાંકન માટે 4 એપ્રિલ છેલ્લી તારીખ છે, એવામાં સુપ્રીમ કોર્ટની તરફથી કેસની સુનવણીનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે કે હાર્દિક હવે ચૂંટણી સમરમાં ઉતરી શકશે નહીં.
ધારાસભ્યની ઑફિસમાં કરેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ લોકસભાની ચૂંટણી લડવા માટે હુકમની સામે સ્ટે માગવામાં આવ્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજનીતિ અને ગ્લેમરસ :–ગરજાઉ કજોડું
Next articleસલામતી અને સુરક્ષા મુદ્દે પત્રકારો આકરા પાણીએ, બસ, બહુ થયું હવે નહિ