Home જનક પુરોહિત EVM દેવતાના ચમત્કારોની કથા ભાજપના નેતાઓને ડરાવવા માટે છે

EVM દેવતાના ચમત્કારોની કથા ભાજપના નેતાઓને ડરાવવા માટે છે

578
0

૨૦૧૯નિ લોકસભાની ચુંટણી સાવ ઢુકડી છે ત્યારે વિપક્ષની એકતાનું ઝાળું ભાજપને ઝાળ જેવું લાગે છે. આવા સમયે EVM મશીન અંગે લાંબા સમયથી ચાલતા વિવાદનો મોટો મધપુડો હવે છંછેડાયો છે. લંડન ખાતે એક અમેરિકન હેકરે ૨૦૧૪નિ ચુંટણી ભાજપ EVM હેક કરીને જ્વલંત વિજય મેળવ્યો હોવાનો દાવો કર્યો છે. તેમણે પત્રકાર પરિષદ યોજીને ભાજપ જ નહિ પરંતુ ચુંટણી પંચ અને રિલાયન્સને પણ છાંટા ઉડાવ્યા છે.
ભજપ દર વખતની માફક આ આક્ષેપને કોંગ્રેસ પ્રાયોજિત કાવતરું ગણાવી રફે દફે કરવા માંગે છે. પરંતુ હેકર સૈયદ સુજે જે ૧૧ વ્યક્તિઓની હત્યા અંગે કરેલા આક્ષેપો દાળમાં કંઈ કાળું હોવાનો અણસાર આપે છે.
ભાજપને EVMનો બચાવ કરવા માટેનું કોઈ કારણ તો હોવું જ જોઈએ. જો ભાજપને તેનાથી ફાયદો થતો ન હોય તો બેલેટ પેપર હોય કે EVM તેમને શું ફરક પડે ?
ભાજપના થોડા મિત્રો સાથે આ EVM દેવતાના ચમત્કારો અંગે વાતચીત થઇ. એક નેતાએ હળવા મૂડમાં કહ્યું “ અલ્યા, આમાં EVM મશીન થી કોઈ ફાયદો નથી. પણ EVM દેવતાના ચમત્કારોની કથાઓ જે કોંગ્રેસના નેતાઓ કરે છે, તેનાથી અમને ચોક્કસ ફાયદો છે. એમાં એવું છેને, કે અમારો કોઈ નેતા નારાજ હોય અને અમારા જ કોઈ ઉમેદવારને હરાવવા બળવો કરવા માગતો હોય, તો આ EVM દેવતા તેને રોકે છે. ભાઈ, તું કશું નહિ કરી શકે આ EVMના ચમત્કારથી ઉમેદવાર જીતી જવાનો છે. આ ચમત્કારની કથાથી અમને આવો સીધો ફાયદો છે. સૌ કોઈ એમ જ માને છે કે અમારા મોટા નેતા EVM માં ગોઠવણ કરીને પાર્ટીને જીતાડી દેવાના છે.
અન્ય એક નેતાને પૂછતાં તેમણે કહ્યું કે આમાં હેકિંગ બેકિંગ ની મને ખબર નથી. પણ એટલું ચોક્કસ કે બેલેટ પેપર કરતા EVM થી બોગસ ડબલ ઝડપથી કરી શકાય છે. કંટ્રોલ મશીન નો કબજો મેળવીને છેલ્લા અર્ધા કલ્લાકમાં અમે ૧૦ ટકા મત ઉમેરી દઈ શકીએ છીએ. જેથી EVM નો ફાયદો અમને છે, તેમ વિરોધ પક્ષ પણ જ્યાં સત્તામાં હોય ત્યાં તેમને પણ છે. બુથ કબજે કરવાની જેની તાકાત તેને EVM નો મોટો ફાયદો થાય છે. ચુંટણી પંચ ગમે તેટલાં અધિકારીઓને મોકલે બુથની અંદરની કરામત રાજકારણીઓ કરી જ લેતા હોય છે. ગુજરાતમાં સ્થિતિ એ છે કે કોંગ્રેસ પાસે પક્ષના વફાદાર કાર્યકરો જ એટલા નથી હોતા કે બુથમાં તેમને બેસાડી શકે. ૫૦૦ રૂપિયા આપીને કોઈને બેસાડ્યા હોય, જે ભાજપના બીજા ૫૦૦ રૂપિયા મળતા ઉભો થઈને જતો રહે છે. ક્યાંક ડારો પણ દેવો પડે. પણ આવું બધું ગોઠવાઈ જતું હોય છે.
બુદ્ધિજીવી વર્ગ એવું મને છે કે જો વિશ્વના વિકસિત દેશો EVM પર ભરોસો કરી શકતાં ન હોય તો આપણે EVMનો મોહ છોડી દેવો જોઈએ. મશીન આખરે મશીન છે. પરંતુ ચુંટણી પંચ જે રીતે EVM નો બચાવ કરે છે તેનાથી ચુંટણી પંચના નિષ્પક્ષ ચુંટણીના દાવાનો છેદ ઉડી જાય છે. આટલા બધા વિવાદ અને આક્ષેપો પછી ચુંટણી પંચે પણ બેલેટ પેપરથી ચુંટણી યોજવાનું મન બનાવી લેવું જોઈએ. આ માટે તંત્રને વધુ સજ્જા કરવું પડે કે મતદાનના તબક્કા વધારવા પડે તો વધારીને પણ ચુંટણી પરિણામો શંકાથી પર રહે તે લોકશાહી દેશ માટે અનિવાર્ય છે.
ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ સમારોહ પૂર્ણ, બેરોજગારી નો કોઈ ઉકેલ નહિ
ગુજરાતમાં ૨૦૦૩ થી શરુ થયેલા ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ પ્રતિ બે વર્ષે વધુ ને વધુ ખર્ચાળ અને નવીની કરણ સાથે આગળ વધે છે. છેલ્લા પંદર દિવસથી વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવા મૂડી રોકાણ અંગે સપ્તરંગી ચિત્રો પત્રકાર પરિષદમાં જાહેર કરી રહ્યા હતા. દરેક પત્રકાર પરિષદમાં ઉચ્ચ અધિકારીઓએ પત્રકારોના રોજગારી સંદર્ભે પુછાતા પ્રશ્ને મો છુપાવવું પડતું હતું. કારણકે અધિકારીઓ નેતાઓ મંત્રીઓની માફક જુઠનો આશરો લઇ શકતાં નથી. શ્રમ અને રોજગાર વિભાગનો હવાલો સંભાળતા અગ્ર મુખ્ય સચિવને પણ જો રોજગારીના પ્રશ્ને મો સંતાડવું પડતું હોય, તો ફહી વાયબ્રન્ટ સમિટના આવા અબજોના ખર્ચે થતાં મેળવડા કોના લાભાર્થે યોજાઈ રહ્યા છે તેવો પણ પ્રશ્ન ઉભો થાય છે. મુખ્ય સચિવે પત્રકારના અસવાલના જવાબમાં એવું કહ્યું હતું કે ગુજરાતમાં જે પણ નવા કારખાના ઉભા થઇ રહ્યા છે તે વાયબ્રન્ટ સમિટ ન કારણે તો છે. પરંતુ જયારે તેમને પૂછવામાં આવ્યું કે ૧૯૯૫ સુધી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય મૂડી રોકાણમાં નંબર વનની હરીફાઈ કરતા રાજ્ય હતા. આજે ગુજરાત પાંચમાં – છઠ્ઠા સ્થાને પહોચી ગયું છે. તેનું કારણ શું ? તો તેઓ પણ જવાબ આપી શક્યા ન હતા. મૂડી રોકાણ ગમે તેટલાં લાખ કરોડના આવે, પરંતુ ગુજરાતમાં રોજગારી માટે કોઈ ચોક્કસ અને કડક નીતિ અખત્યાર થશે નહિ, ત્યાં સુધી ગુજરાતીઓને આ મોટી કંપનીઓ રોજગારી આપશે નહિ. કોન્ટ્રાક્ટ સિસ્ટમથી ગુજરાતના યુવાનોનું કોન્ટ્રાકટરો દ્વારા થતું શોષણ રોકવા સરકારે કોઈ જ કદમ ઉઠાવ્યા નથી. જેથી ગુજરાતમાં સહુથી વિકરાળ સમસ્યા શિક્ષિત બેરોજગારીની છે. ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો રોજગારીના બચાવમાં ‘ સ્ટાર્ટપ ઇન્ડિયા ’ યોજનાને આગળ ધારે છે. પરંતુ તે યોજનામાં બેન્કોની અવળ ચંડાઇ જરા પણ ઓછી થઇ નથી. એક યુવાને પોતાની મૂડી સ્ટાર્ટપ ઇન્ડિયા યોજનાનો લાભ લેવા કચેરીઓમાં ધક્કા ખાવામાં અને વચેટિયા તથા કર્મચારીઓને ચા – નાસ્તામાં ખર્ચી નાખ્યા, છતાં તેનો પ્રોજેક્ટ મંજુર થયો નહિ. સરકાર સારા શબ્દોથી યોજનાને વાઘા પહેરાવે છે, પરંતુ વાસ્તવિક્તા કંઇક અલગ જ હોય છે. યોજનાઓ ગમે તેટલી સારી જાહેર કરો, પરંતુ તેના લાભાર્થીને સીધો લાભ ન મળી શકે તો યોજના સફળ થતી નથી. ગુજરાતના મુખ્યમંત્રી એ યોજનાની જાહેરાતોનો રેકોર્ડ તોડ્યા છે. પરંતુ પ્રજાને ખુશ કરી શક્યા નથી. પ્રજાની નાડ પારખીને તેમની પ્રાથમિકતા તપાસ્યા વિના, પક્ષ કે કોઈ ચોક્કસ વ્યક્તિ કે સમુહને લાભ કરાવી આપવા થતી યોજનાથી પ્રજા સરકાર પર વરસી જતી નથી. હવે ભાજપ પાસે રાત થોડી અને વેસ જાજા જેવી સ્થિતિ છે. જોઈએ વિપક્ષને સફળ થવા માર્ગ કરી આપે છે, કે ભાજપ પોતાના માર્ગના અવરોધો દુર કરે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાયબ્રન્ટ ગુજરાતઃ રૂ.૨૫૦ થી રૂ.ચાર હજારની ડીસનું જમણ, સચિવોના પરિવારોને ખાસ સુવિધા…!!
Next articleદુષ્કર્મી આસારામ પ્રત્યે શિક્ષણમંત્રીને હજુ પણ પ્રેમ અને આદર સત્કાર કેમ….?