Home અન્ય રાજ્ય 18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં સરેરાશ 62% થી વધુનું મતદાન થયું

18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં સરેરાશ 62% થી વધુનું મતદાન થયું

21
0

(જી. એન. એસ) તા. 26

નવી દિલ્હી/જયપુર,

12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 88 લોકસભા બેઠકો માટે શુક્રવારે મતદાન પૂર્ણ થયું, મતદાન ની પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગે પૂર્ણ થઈ હતી, ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બીજા તબક્કામાં કુલ 16 કરોડ મતદારો છે. આ માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR) અનુસાર, આ તબક્કામાં ચૂંટણી લડતા 21% એટલે કે 250 ઉમેદવારો સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. 390 એટલે કે 33% ઉમેદવારો કરોડપતિ છે. છ ઉમેદવારોએ તેમની સંપત્તિ શૂન્ય જાહેર કરી છે, જ્યારે ત્રણ પાસે 500 થી 1,000 રૂપિયાની સંપત્તિ છે.

નીચે આપલે મતદાન ના આંકળા આ સમાચાર લખાય છે ત્યારના છે,

રાજ્યમતદાનની ટકાવારી
આસામ70.66
બિહાર53.03
છત્તીસગઢ72.13
જમ્મુ અને કાશ્મીર67.22
કર્ણાટક63.90
કેરળ63.97
મધ્ય પ્રદેશ54.83
મહારાષ્ટ્ર53.51
રાજસ્થાન59.19
ત્રિપુરા77.53
ઉત્તર પ્રદેશ52.74
પશ્ચિમ બંગાળ71.84
મણિપુર76.06

મણિપુર, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, આસામ, છત્તીસગઢમાં 70 ટકાથી વધુ મતદાન થયું.

કેરળ, કર્ણાટક, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, જમ્મુ-કાશ્મીર, મણિપુરમાં બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચે અગાઉ જાહેરાત કરી હતી કે બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવારના મૃત્યુને કારણે મધ્યપ્રદેશના બેતુલ મતવિસ્તારમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે નહીં.  

ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મતદાન કર્યું હતું.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે કેરળના તિરુવનંતપુરમમાં પોતાનો મત આપ્યો હતો.

કેન્દ્રીય મંત્રી અને રાજસ્થાનના જોધપુરથી ભાજપના ઉમેદવાર ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુરના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો.

કેરળના સીએમ પિનરાઈ વિજયને કન્નુરમાં મતદાન મથક પર પોતાનો મત આપ્યો.

બેંગલુરુ દક્ષિણ મતવિસ્તારના ભાજપના ઉમેદવાર તેજસ્વી સૂર્યાએ લોકસભા ચૂંટણી માટે પોતાનો મત આપ્યો હતો.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંગલુરુમાં મતદાન કર્યું હતું.

રાજસ્થાનમાં કોટાના ભાજપના ઉમેદવાર ઓમ બિરલાએ કોટાના શક્તિ નગર વિસ્તારની એક શાળામાં પોતાનો મત આપ્યો હતો.

રાહુલ દ્રવિડે કર્ણાટકના બેંગલુરુમાં પોતાનો મત આપ્યો અને કહ્યું, “દરેક વ્યક્તિએ બહાર આવીને મતદાન કરવું જોઈએ. લોકશાહીમાં આપણને આ તક મળે છે.”

ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમીએ અમરોહાના એક મતદાન મથકમાં મતદાન કર્યુ હતું.

દક્ષિણ ભારતની ફિલ્મોમાં નોંધપાત્ર કામ કરનાર અને કેજીએફ સ્ટાર અભિનેતા યશે બેંગ્લોરમાં મતદાન કર્યું હતું.

ભાગલપુરમાં પોતાનો મત આપ્યા પછી અભિનેત્રી નેહા શર્માએ કહ્યું, “આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે… હું લોકોને વિનંતી કરું છું કે આ આપણી પાસે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અધિકાર છે. એક જાગૃત નાગરિક તરીકે, બહાર નીકળો અને મતદાન કરો કારણ કે તમારો મત કિંમતી છે…”

નોઈડા લોકસભા સીટ પર સાંજે 5 વાગ્યા સુધી કુલ 51.60% મતદાન થયું હતું. જ્યારે સાંજે 5 વાગ્યા સુધી બિહારમાં કુલ 53.03%, જમ્મુ-કાશ્મીરમાં 67.22%, કેરળમાં 63%, મધ્યપ્રદેશમાં 54.58%, યુપીમાં 52% મતદાન થયું હતું.

બીજા તબક્કાનું મતદાન ચાલી રહી હતું દરમિયાન કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે મણિપુરમાં NDAની તરફેણમાં બળજબરીથી વોટ નાખવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના મહાસચિવ જયરામે X (અગાઉના ટ્વિટર) પર એક વીડિયો પોસ્ટ કરીને દાવો કર્યો કે, લોકશાહી ખતરામાં છે. આ વીડિયો બાહ્ય મણિપુરના ઉખરુલ જિલ્લાનો છે. અહીં મતદારોને કોંગ્રેસને બદલે ભાજપના સહયોગી એનપીએફને જ મત આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના મહાસચિવ જયરામે આરોપ લગાવ્યો કે, જ્યાં આ વીડિયો લેવામાં આવ્યો છે ત્યાં સુરક્ષા દળો ચુપચાપ ઉભા છે, કારણ કે આપણી લોકશાહીને હાઈજેક કરવામાં આવી છે.  આ આપણા જીવનકાળની સૌથી મહત્વપૂર્ણ ચૂંટણીઓ છે. આ પહેલા આજે તેમણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર ખોટો પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો.

બીજા તબક્કાના મતદાન દરમિયાન કર્ણાટકના બેંગ્લોરમાં આવેલ અનેકલમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ છે. અને ઘટનાસ્થળ પર પોલીસ પહોંકહી જતાં મામલો શાંત થયો હતો. સૂત્રો મુજબ અમુક કાર્યકર્તાઓ બૂથની બહાર વોટ માંગવા નીકળ્યા હતા. જેના કારણે બંને પક્ષોના કાર્યકરો બાખડી પડ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleખાનગી બેંક ICICI બેંકની મોબાઈલ એપમાં ખામી આવી, ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ બ્લોક થઇ ગયા
Next articleદરભંગામાં લગ્ન સરઘસ દરમિયાન ફટાકડાના કારણે ઘરમાં આગ, એક જ પરિવારના છ લોકોના કરૂણ મોત