Home ગુજરાત વાયબ્રન્ટ ગુજરાતઃ રૂ.૨૫૦ થી રૂ.ચાર હજારની ડીસનું જમણ, સચિવોના પરિવારોને ખાસ સુવિધા…!!

વાયબ્રન્ટ ગુજરાતઃ રૂ.૨૫૦ થી રૂ.ચાર હજારની ડીસનું જમણ, સચિવોના પરિવારોને ખાસ સુવિધા…!!

586
0

(જી.એન.એસ) ગાંધીનગર,તા.૧૮
અત્રે ગાંધીનગર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ સમિટમાં દેશ-વિદેશના ડેલીગેટો ઉપસ્થિત રહ્યા ત્યારે અડધો હોલ ભરાયો હતો અને મુખ્યમંત્રી રૂપાણી ના સંબોધન બાદ કેટલાક મહાનુભાવો હોલ છોડવા લાગતા સમિટ સ્થળ બહાર ઉભેલા લોકોને પ્રવેશ અપાતા હોલ ભરચક થઇ ગયો હતો. હોલમાં રાજ્યના તમામ સચિવો ઉપસ્થિત રહેવા સાથે અનેક નાના-મોટા અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ ધ્યાન ખેંચતી બાબત એ રહી હતી કે સચિવોના પરિવારોને ખાસ આમંત્રણ આપવા સાથે તેમના માટે બેસવાની ખાસ વ્યવસ્થા કરવા સાથે ખાસ પોલીસ કર્મચારીઓને તેમની સેવામાં તહેનાત કરવામાં આવ્યા હતા તે સાથે વીવીઆઈપી નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ખાસ નોંધનીય એ છે કે ગુજરાત વાયબ્રન્ટ ૨૦૧૯માં અપવાદ રૂપ જાપાન સિવાય કોઈ વિકસિત દેશોએ ભાગ લીધો નથી ત્યારે આવેલા સ્થાનિક લોકોમાં એ ચર્ચા બની હતી કે થાઇલેન્ડ સાથે શાનો વેપાર ધંધો કરવામાં આવશે. કારણ કે અહીં કોઇ ધંધો વેપાર નથી.
અહીંના દેશ-વિદેશના જે મહાનુભાવો માટે જમવાની-નાસ્તા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે તેનો સમગ્ર કોન્ટ્રાક્ટ હોટેલ હૈયાતને આપવામાં આવ્યો છે. જેની વ્યવસ્થા અને આયોજન વ્યવસ્થિત હતા. અહીં દેશ-વિદેશના મહાનુભાવોને જે જમવાનું અપાઈ રહ્યું છે તેમાં નાસ્તાની ડીશના રૂ.૧૫૦૦ અને જમવાની ડિશના રૂપિયા ૪૦૦૦ છે અને તેમાં કુલ વિવિધ ૬૦ આઇટમ રાખવામાં આવી છે. એટલે કે વીવીઆઈપીઓ માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે દેશ વિદેશના મહાનુભાવો સાથે રાજ્યના સચિવો અને તેમના પરિવાર માટેની આ સુવિધા કરવામાં આવી છે.
ઓફિસર્સ અને વીવીઆઈપી કેટેગરી નીચેના અધિકારીઓ માટે ૩૫ આઈટમ વાળી ડિશ રાખવામાં આવી છે જેનો ડિશ દિઠ ભાવ રૂપિયા ૭૦૦ રાખેલ છે ત્યારે લોકશાહીની ચોથી જાગીર ગણાતા અને રાજ્યની પ્રજા સુધી સમાચારો પહોંચાડવા રાત-દિવસ કે સમય જોયા વગર કવરેજ કરવા દોડતા મીડિયા માટે ભારે વ્યવસ્થા કરી છે તેમને કુલ ૧૫ આઇટમની જમવાની ડિશ રૂ.૨૫૦ના ભાવની આપવામાં આવી હતી. અને આ બાબત આવેલ સ્થાનિક નાના ઉદ્યોગકારો અને અન્ય ધંધા-ઉદ્યોગના ધંધાદારીઓમાં ચર્ચાસ્પદ રહી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિરસ વાઇબ્રન્ટ ગુજરાત-2019: આજનું પરફોર્મન્સ પણ નિસ્તેજ, આમ કેમ મોદીજી…?
Next articleEVM દેવતાના ચમત્કારોની કથા ભાજપના નેતાઓને ડરાવવા માટે છે