Home દેશ - NATIONAL બાબા રામદેવની કંપની લાવશે ચાલુ સપ્તાહે રોકાણની તકો

બાબા રામદેવની કંપની લાવશે ચાલુ સપ્તાહે રોકાણની તકો

81
0

(જી.એન.એસ),તા.૨૧


નવીદિલ્હી


પતંજલિએ વર્ષ 2019માં રૂચી સોયાનું અધિગ્રહણ કર્યું હતું. પતંજલિએ નાદારી પ્રક્રિયા હેઠળ રૂચી સોયાને રૂ. 4,350 કરોડમાં હસ્તગત કરી હતી. યોગ ગુરુ બાબા રામદેવની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદની માલિકીની ખાદ્ય તેલ કંપની રુચિ સોયાનો FPO આવી રહ્યો છે. કંપનીએ તેના FPO માટે શેર દીઠ રૂ. 615-650ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ફ્લોરની પ્રાઇસ 615 રૂપિયા હશે જ્યારે કેપ પ્રાઇસ 650 રૂપિયા હશે. કંપની 24 માર્ચે જાહેર ઓફર એટલે કે FPO લાવશે, જેના દ્વારા તે રૂ. 4,300 કરોડ સુધી એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ એફપીઓ 28 માર્ચે બંધ થશે. કંપનીએ જણાવ્યું છે કે લઘુત્તમ બિડ લોટ 21 શેર્સ માટે હશે અને ત્યારબાદ 21 ઇક્વિટી શેરના ગુણાંકમાં આવશે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર શેર 5 એપ્રિલે જમા થશે અને એક દિવસ પછી ટ્રેડિંગ શરૂ થશે. રિફંડ 4 એપ્રિલથી જમા થશે. રૂચી સોયા આ FPO હેઠળ 2 રૂપિયા ફ્રીશ વેલ્યુ ના 4,300 કરોડ શેર્સ વેચશે. આ ઇશ્યુમાં 10,000 ઇક્વિટી શેર કંપની માટે રિઝર્વ થશે. આ ઇશ્યુ 14 માર્ચ ખુલી 28 માર્ચ 2022 ના રોજ બંધ થશે. SBI Capital Markets, Axis Capital, और ICICI Securitie આ ઈશ્યુની બુક રનિંગ લીડ મેનેજર છે. રુચિ સોયા આ એફપીઓમાંથી મળેલા નાણાંનો ઉપયોગ દેવું ઘટાડવા, કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂરી કરવા અને કંપનીની સામાન્ય કામગીરીમાં કરશે. FPO દ્વારા કંપનીના પ્રમોટરો સેબીની માર્ગદર્શિકાનું પાલન કરવા માટે તેમનો હિસ્સો ઘટાડશે. સેબીના નિયમો હેઠળ કોઈપણ લિસ્ટેડ કંપની પાસે ઓછામાં ઓછા 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ હોવું આવશ્યક છે. આ FPO દ્વારા બાબા રામદેવની પતંજલિ સેબીના નિયમોનું પાલન કરશે. તાજેતરમાં ટીવી ચેનલ પર યોગ સત્ર દરમિયાન દર્શકોને રૂચી સોયા સ્ટોકમાં રોકાણ કરવા વિનંતી કરતા બાબા રામદેવની ક્લિપ વાયરલ થઈ હતી. સેબીએ રુચિ સોયાને યોગ ગુરુએ નિયમોનું ઉલ્લંઘન કેમ કર્યું તેનો જવાબ આપવા કહ્યું હતું. હાલમાં પતંજલિ રૂચી સોયામાં 98.9 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે પબ્લિક શેરહોલ્ડિંગ માત્ર 1.1 ટકા છે. આ એફપીઓ પછી રૂચી સોયામાં પતંજલિનું હોલ્ડિંગ ઘટીને 81 ટકા થશે જ્યારે પબ્લિક શેરહોલ્ડર વધીને 19 ટકા થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરજનીકાંતની દીકરી ઐશ્વર્યા બોલીવુડમાં લવસ્ટોરી પર બનાવશે ફિલ્મ
Next articleBBNLનું BSNLમાં મર્જર કરાશે એવી સરકારની યોજના