Author: gujdesk

એક સમયનો સૂકો રણ પ્રદેશ આજે ટુરીઝમનું કેન્દ્ર બન્યું: છેવાડાના રણ કાંઠે સરકારે પાણી પહોંચાડીને ખેડૂતોની સુખાકારી માટે કામ કર્યું:- વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી (જી.એન.એસ) તા. 24 બનાસકાંઠા, સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ – નડાબેટ ખાતેથી રૂ. ૩૫૮.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી હતી. સરહદી વિસ્તારના વિકાસની નવતર રાહ સાથે તેમણે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુર્હુત તથા ૫૫.૬૮ કરોડના વિકાસ કાર્યો પ્રારંભ કરાવ્યા હતા. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વિશ્વમાં અગ્રીમ હરોળમાં લાવવાનું કામ કર્યું છે. આજે દેશની સાથે ગુજરાતે પણ સર્વાંગી વિકાસ સાધ્યો…

Read More

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે રાજ્યના શિક્ષકોને આવી અન્ય કોઇપણ જવાબદારી સોંપવી એ બિલકુલ અયોગ્ય: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા પશિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવા સૂચનાં આપી (જી.એન.એસ) તા. 24 રાજકોટ, રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારીશ્રી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર ધ્યાને આવતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરવાના આદેશ આપ્યા છે. આ સંદર્ભે પોતાનો પ્રતિભાવ આપતા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન…

Read More

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે નડાબેટ ખાતે BSFના જવાનો સાથે મુલાકાત કરશેસ્થાનિક ગ્રામજનોએ કહ્યું, “વડાપ્રધાન મોદી સાચા હીરો, આપણા બહાદુર જવાનોના સાહસના લીધે અમને કોઈ ડર ન હતો” (જી.એન.એસ) તા. 23 નડાબેટ, આજે 24 જુલાઇ 2025ને ગુરુવારના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ₹358.37 કરોડ મૂલ્યના વિવિધ વિકાસકાર્યોની ભેટ બનાસકાંઠા જિલ્લાને આપશે. આ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટ પોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સંવાદ-મુલાકાત અને નડેશ્વરી માતાના મંદિરે પૂજન-દર્શન પણ કરવાના છે. ઓપરેશન સિંદૂર સમયે રાજ્યની સરહદો પર બીએસએફના જવાનોએ તેમની બહાદુરીથી પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. આ સમયે સ્થાનિક ગ્રામજનોએ સરકારની…

Read More

મેષ આજે તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડીનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મુકશે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. તમે તમારા…

Read More

તિથિ અમાવાસ્યા (અમાસ) – 24:43:10 સુધી નક્ષત્ર પુનર્વસુ – 16:44:50 સુધી કરણ ચતુષ્પદા – 13:33:50 સુધી, નાગવ – 24:43:10 સુધી પક્ષ કૃષ્ણ યોગ હર્ષણ – 09:50:45 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:37:36 સૂર્યાસ્ત 19:17:12 ચંદ્ર રાશિ મિથુન – 11:00:11 સુધી ચંદ્રોદય ચંદ્રોદય નહીં ચંદ્રાસ્ત 19:15:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 9 મહિનો પૂર્ણિમાંત શ્રાવણ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:39:36 અશુભ સમય દુર મુહુર્ત 10:10:48 થી 11:05:26 ના, 15:38:38 થી 16:33:16 ના કુલિક 10:10:48 થી 11:05:26 ના દુરી / મરણ 15:38:38 થી 16:33:16 ના રાહુ કાળ 14:09:50 થી 15:52:17 ના કાલવેલા/અર્ધ્યામ 17:27:55 થી 18:22:33…

Read More

(જી.એન.એસ) તા. 23 મોડાસા, આમ આદમી પાર્ટી (AAP) નાં સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબનાં મુખ્યમંત્રી ભગવંત માન હાલ ગુજરાતનાં પ્રવાસે છે. અરવલ્લીમાં આપ નેતા અરવિંદ કેજરીવાલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા, પણ આમ આદમી પાર્ટી માટે આંચકાજનક વાત હતી કે આ કાર્યક્રમમાં મોટા ભાગની ખુરશીઓ ખાલી રહી હતી. અરવિંદ કેજરીવાલે ‘ખેડૂત પશુપાલક મહાપંચાયત’ને સંબોધતાં કહ્યું હતું કે, ’30 વર્ષ શાસન કર્યા પછી ગુજરાતમાં ભાજપનો અહંકાર અને ભ્રષ્ટાચાર ચરમ પર છે. ગુજરાતમાં દૂધના ભાવના યોગ્ય ભાવ માંગી રહેલા ખેડૂતો-પશુપાલકોના પ્રદર્શન પર ભાજપ સરકારે લાઠીચાર્જ કરાવ્યો જેમાં એક ખેડૂતનું મોત થયું. 14 જુલાઈએ અશોક ચૌધરીનું દુઃખદ અવસાન થયું છતાં આ ભ્રષ્ટ…

Read More

ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ખરીદી સમયે આટલી કાળજી જરૂર રાખવી….!!! (જી.એન.એસ) તા. 23 ગાંધીનગર, ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યના ખેડૂતો દ્વારા જોર-શોરથી ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યના ખેડૂતોએ વાવણી માટે બિયારણ, સારા ઉત્પાદન માટે ખાતર અને રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે વિશેષ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. રાજ્યની ખેતી નિયામક કચેરીના જણાવ્યા અનુસાર ખેડૂતોએ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓ માત્ર અધિકૃત લાયસન્સ અથવા પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોઇપણ સંજોગોમાં લાયસન્સ કે પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ…

Read More

(જી.એન.એસ) તા. 23 બનાસકાંઠા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી આજે (ગુરૂવાર, ૨૪મી જુલાઈ)એ એક જ દિવસમાં ૩૫૮.૩૭ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપશે. મુખ્યમંત્રીશ્રી ગુરુવારે સવારે 10:00 કલાકે સુઈગામ પહોંચશે અને ત્યાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ. ૧.૮૩ કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ કરશે. એસ.ટી. નિગમ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોની સેવા માટે મૂકવામાં આવનારી ૧૯૬૩ નવિન બસોના પ્રથમ ચરણમાં ૧૧ નવિન બસોને તેઓ ફ્લેગઓફ પણ આપવાના છે. આ ઉપરાંત નડાબેટ ખાતે યોજાનારા કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાને આરોગ્ય, માર્ગ મકાન, શિક્ષણ, ઉર્જા સહિતના વિભાગોના ૫૫.૬૮ કરોડ રૂપિયાના ઈ-લોકાર્પણ અને ૩૦૨.૬૯ કરોડના ઈ-ખાતમુહૂર્ત…

Read More

પોલીસે કુલ ૨૮ NDPS કેસમાં જપ્ત કરેલો ૩૯૧.૬૨૫ કિલો અને ૮૯૮૬ લીટર માદક પદાર્થનો મુદ્દામાલ નાશ કરવામાં આવશે રાજ્ય કક્ષાની ઉચ્ચ સ્તરીય ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી અને ત્રણેય પોલીસ જિલ્લાની સ્થાનિક ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે (જી.એન.એસ) તા. 23 કચ્છ, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી આજે તા. ૨૪મી જુલાઈ ૨૦૨૫ના રોજ કચ્છની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા. લિ. કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવાની કાર્યવાહીમાં ઉપસ્થિત રહેશે. પૂર્વ કચ્છ (ગાંધીધામ), પશ્ચિમ કચ્છ (ભુજ) અને મોરબી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં NDPS એક્ટ…

Read More

(જી.એન.એસ) તા. 23 હૈદરાબાદ, ભારતીય હવામાન વિભાગ (IMD) આવનારા દિવસો માટે તેલંગાણાના સાત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે અને રાજ્ય માટે યલો એલર્ટ પણ જારી કર્યું છે. IMD ના તાજેતરના બુલેટિન મુજબ, નાલગોંડા, સૂર્યપેટ, મહબૂબાબાદ, વારંગલ, હનુમાકોંડા, યાદદ્રી ભોંગીર અને નાગરકુર્નૂલ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે, તમામ 33 જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ વીજળી અને તીવ્ર સપાટી પવન સાથે વાવાઝોડાની પણ સંભાવના છે. IMD એ હૈદરાબાદ પર વાદળછાયું આકાશની આગાહી કરી છે IMD એ જણાવ્યું હતું કે આગામી 24 કલાક સુધી હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે વાદળછાયું આકાશ જોવા મળશે. “સાંજ કે રાત્રિ…

Read More