Author: gujdesk

થાઇલેન્ડ-કંબોડિયા સરહદ પર અથડામણ: મિસાઇલ અથડામણમાં 11 નાગરિકોના મોત (જી.એન.એસ) તા. ૨૪ બેંગકોક, ગુરુવારે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે થયેલી અથડામણમાં ઓછામાં ઓછા 11 થાઈ નાગરિકો માર્યા ગયા છે અને 14 અન્ય ઘાયલ થયા છે. લાંબા સમયથી વિવાદિત સરહદી વિસ્તારોને લઈને બંને પડોશીઓ વચ્ચે તણાવ વધ્યો છે. થાઇલેન્ડે કંબોડિયન લશ્કરી લક્ષ્યો પર હવાઈ હુમલા શરૂ કર્યા હતા કારણ કે કંબોડિયાએ દિવસની શરૂઆતમાં નાટકીય રીતે રોકેટ અને તોપમારા કર્યા હતા. મીડિયા સૂત્રોએ થાઇલેન્ડના વિદેશ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે ગુરુવારે પણ નાગરિક વિસ્તારો પર કંબોડિયન હુમલા ચાલુ રહ્યા હતા, જ્યારે તેણે ફાનોમ ડોંગ રાક હોસ્પિટલ પર હુમલો કર્યો હતો. ઇન્ટરનેટ પર વાયરલ…

Read More

(જી.એન.એસ) તા. ૨૪ ચીનની સરહદ નજીક દેશના પૂર્વીય ક્ષેત્રમાં 50 મુસાફરોને લઈને એક રશિયન પેસેન્જર વિમાન ક્રેશ થયું હતું, જેમાં બધા જ મુસાફરોના મોત થયા હતા. લેન્ડિંગ દરમિયાન પાઇલટની ભૂલને કારણે આ દુર્ઘટના થઈ હોવાની શંકા છે. રશિયન વિમાન પૂર્વીય અમુર ક્ષેત્રમાં ગુમ થયું હતું. ગુરુવારે રશિયન એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું કે પૂર્વીય અમુર ક્ષેત્રમાં લગભગ 50 લોકો સાથેના An-24 પેસેન્જર વિમાન સાથે તેનો સંપર્ક તૂટી ગયો છે. જોકે, બચાવકર્તાઓએ ગુમ થયેલા રશિયન વિમાનનો સળગતો ફ્યુઝલેજ શોધી કાઢ્યો હતો જેમાં 50 લોકો સવાર હતા. વિમાન ટિન્ડા શહેર તરફ જઈ રહ્યું હતું મીડિયા સુત્રો અનુસાર, અંગારા એરલાઇન દ્વારા સંચાલિત વિમાન…

Read More

(જી.એન.એસ) તા. 24 રાજકોટ, રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇકચાલક અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પોલીસ કમિશ્નરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઇવ શરુ કરવાનો આદેશ કર્યો છે. રાજકોટમાં પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ, આર.ટી.ઓ.-પોલીસની ડ્રાઇવ સહિતને લઈને ચર્ચા કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસે આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવાને લઈને નિર્ણય કર્યો છે. આ બાબતે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, શહેરમાં ટુ-વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા જીવલેણ અકસ્માત બને છે. વાહન ચાલકે હેલ્મેટ ન…

Read More

નાગરિકોની રજૂઆતો સંવેદના પૂર્વક સાંભળીને જિલ્લા પોલીસ અને વહીવટી તંત્રને કડક કાર્યવાહીની સૂચનાઓ (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને રંજાડતા અને ધાક ધમકીઓ આપીને કનડગત કરતા અસામાજિક તત્વોને કડક હાથે ડામી દેવા પોલીસ અને રાજ્યના જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ દિશા નિર્દેશો આપ્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખોટી પ્રવૃત્તિઓ કરનારાઓ અને લોકોને હેરાન કરનારા અસામાજિક તત્વોમાં પોલીસનો ડર રહે તેવી કડકાઈથી પોલીસે કામગીરી કરવી પડે. મુખ્યમંત્રીશ્રીએ જુલાઈ-૨૫ના રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એક ગ્રામીણ નાગરિકનો પોતાના ખેતરમાં જવાનો રસ્તો માથાભારે તત્વોએ બંધ કરી દઈને તેને માર મારવાની કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આવા દિશા…

Read More

નડાબેટ BOPની મુલાકાત લઈને ઓપરેશન સિંદૂરની સફળતા માટે જવાનોને અભિનંદન પાઠવ્યા (જી.એન.એસ) તા. 24 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સરહદને અડીને આવેલી નડાબેટ BSF બોર્ડર આઉટ પોસ્ટની મુલાકાત લઈને સરહદના સંત્રીઓના સાહસ-શૌર્યને બિરદાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ નડાબેટ બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાં BSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામે BSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને…

Read More

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, ઓનલાઈન ગેમિંગ જેમ રોજિંદા જીવનનો ભાગ જેમ જેમ બની રહ્યું છે, તેમ તેની અસરો પણ ગંભીર સ્વરૂપ ધારણ કરતી જાય છે. આવા જ એક ચોંકાવનારા કેસમાં અમદાવાદની એક મહિલા પ્રિન્સિપાલ ઓનલાઇન ગેમની લતના કારણે ગુનો કરતી પકડાઈ ગઈ છે. અમદાવાદના નર્સિંગ કોલેજના વાઈસ પ્રિન્સિપાલે ચોરી કરી હોવાનું સામે આવતા લોકો આશ્ચર્ય ચક્તિ થયા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદની નર્સિંગ કોલેજના મહિલા વાઈસ પ્રિન્સિપાલ ઓનલાઈન ગેમિંગમાં પૈસા હારી ગયા હતા. જેના કારણે ચોરી કરી હતી. મહિલા પ્રિન્સિપાલ ગેમિંગમાં રૂપિયા હારી જતા ચોરીના રવાડે ચઢ્યા હતા. પોતાની જ કોલેજમાં 8 લાખ રુપિયાની ચોરી કરી હતી. મળતી માહિતી અનુસાર…

Read More

આર્થિક વિકાસનો આધાર પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ભારતને 5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્ર તરફ આગળ વધારવામાં આવકવેરા વિભાગ અને કરદાતાઓની મુખ્ય ભૂમિકા (જી.એન.એસ) તા. 24 અમદાવાદ, આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ઉજવણીમાં અમદાવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એ કહ્યું કે, જ્યારે ભારત ચોથું સૌથી મોટું વૈશ્વિક અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે અને અર્થતંત્ર 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્યને પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે તે કરદાતાઓની પ્રામાણિકતા અને આવકવેરા વિભાગની કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે. તેમણે કહ્યું કે, આજે આપણે વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ તે આવકવેરા વિભાગની મહેનત અને કરદાતાઓના વિશ્વાસને કારણે શક્ય…

Read More

ગુજરાતના ૮ શહેરો સહિત સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન પૂર્ણતાના આરે: ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાત ઓળખીને તેમાં સુધારો કરાશે (જી.એન.એસ) તા. 24 ગાંધીનગર, ગુજરાતના ૮ શહેરો માટે સિટી લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન અને સમગ્ર રાજ્ય માટે લોજિસ્ટિક્સ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે પૂર્ણ થવાના તબક્કામાં છે. આ માસ્ટર પ્લાન પરિપૂર્ણ થતાં ઉદ્યોગો માટે માલસામાનના પરિવહનની જરૂરિયાતને ઓળખીને તેમાં સુધારો કરવાની સાથેસાથે શેલ્ફ ઓફ પ્રોજેક્ટને તૈયાર કરવામાં મદદરૂપ પણ થશે, તેમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે GIDBની સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ…

Read More

(જી.એન.એસ) તા. ૨૪ વાશિંગટન, કોલંબિયા યુનિવર્સિટીએ બુધવારે જાહેરાત કરી હતી કે તે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે કરાર પર પહોંચી ગઈ છે, જેમાં ફેડરલ સરકારને $220 મિલિયનથી વધુ ચૂકવવા સંમત થઈ છે. આ પગલાનો હેતુ ફેડરલ સંશોધન ભંડોળને પુનઃસ્થાપિત કરવાનો છે જે કેમ્પસમાં યહૂદી-વિરોધ પ્રત્યે યુનિવર્સિટીના અપૂરતા પ્રતિભાવના આરોપોને કારણે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. મીડિયા સૂત્રોના જણાવ્યા મુજબ, સોદાના ભાગ રૂપે, કોલંબિયા ત્રણ વર્ષમાં $200 મિલિયન સમાધાન ચૂકવશે. સમાધાન ઉપરાંત, આઇવી લીગ સંસ્થા યહૂદી કર્મચારીઓને સંડોવતા કથિત નાગરિક અધિકાર ઉલ્લંઘનોને ઉકેલવા માટે $21 મિલિયન ચૂકવશે. વ્હાઇટ હાઉસના એક નિવેદન અનુસાર, 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલા પછી આ…

Read More

(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, અમદાવાદ શહેરની એક શાળામાંથી બે વિદ્યાર્થિનીઓ ગુમ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. લો ગાર્ડન વિસ્તારમાં આવેલી સમર્થ સ્કૂલની બે વિદ્યાર્થિનીઓ 22 જુલાઈ, 2025ના રોજ ગુમ થઈ હતી. વિદ્યાર્થિનીઓ ઘરે પરત ન ફરતા વાલીઓએ શાળામાં પૂછપરછ કરી હતી. જોકે, વિદ્યાર્થિનીઓ શાળાના પરિસરમાં આવી પાછળના રસ્તે જતી હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થિનીના વાલીઓએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી કેમેરા અને સર્વેલન્સના આધારે તપાસ કરતાં બંને વિદ્યાર્થિનીઓ આખરે મુંબઈમાંથી મળી આવી છે. બંને બાળકીએ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો છે. જ્યારે પોલીસે બંને બાળકીઓને અમદાવાદ પરત લાવવાની કામગીરી હાથ ધરી છે. આ મામલે…

Read More