Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (14/૦5/2026)
- આજ નું પંચાંગ (14/05/2026)
- સાથી પક્ષોના દબાણ હેઠળ મુખ્યમંત્રી વિજયે રિકી રાધન પંડિત વેટ્રીવેલને તેમના OSD તરીકે દૂર કર્યા
- મહારાષ્ટ્રના બારામતીમાં ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું
- ટ્રમ્પની નવી ધમકી વચ્ચે ઈરાનની કડક ચેતવણી
- રિક્ષામાં નજર ચૂકવી મુસાફરોના દાગીના-રોકડ ચોટી કરતી ગેંગ ને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી
- અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગુ
- પ્રતીક યાદવ મૃત્યુ કેસ: મુલાયમ સિંહના પુત્રનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો
- કેન્દ્રીય મંત્રીમંડળે કોલસાના ગેસિફિકેશનને પ્રોત્સાહન આપવા માટે રૂ. ૩૭,૫૦૦ કરોડની પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી, ડાંગરના MSPમાં રૂ. ૭૨નો વધારો કર્યો
- આસામ સરકારે યુસીસી ડ્રાફ્ટને મંજૂરી આપી, બિલ 26 મેના રોજ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે
- એર ઇન્ડિયાએ જૂનથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘટાડી, કેટલાક વિદેશી રૂટ સ્થગિત કર્યા
- લંડનની 70% ઓફિસો ગ્રીન ચેકમાં નિષ્ફળ ગઈ, વેસ્ટમિન્સ્ટર અને શહેરની રિયલ એસ્ટેટ કટોકટીમાં
Author: gujdesk
(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, જામ્મ-કાશ્મીરના પહલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સામે કડક પગલાં ભર્યા હતા અને તેના ભાગરૂપે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં જ થયેલા સૈન્ય સંઘર્ષ બાદ જે એરપોર્ટ્સને હંગામી ધોરણે બંધ કરી દીધા હતા, તે હવે ફરીથી તાત્કાલિક ખોલવામાં આવી રહ્યા છે. સોમવારે મોહાલી સ્થિત શહીદ ભગત સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાનો ફરીથી શરૂ થઇ ગઇ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતના 7 સહિત ભારતના બંધ કરાયેલા તમામ 32 એરપોર્ટને ફરી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં…
(જી.એન.એસ) તા. 12 મિલવૌકી, અમેરિકામાં ફરી એકવાર મોટી આગની ઘટના બની હતી જેમાં મિલવૌકીમાં એક ઇમારતમાં અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. એક નાની જગ્યાએ લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને એક પછી એક અનેક ફ્લોર આ આગની લપેટમાં આવી ગયા. રવિવારે સર્જાયેલી આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે અને 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત ઘણા અન્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટના રવિવારે સવારે 8:00 વાગ્યે ઘટી હતી. આગની લપેટમાં આવ્યા બાદ ઇમારત સંપૂર્ણ પણે બળીને ખાખ થઈ ગઈ છે. મિલવૌકી ફાયર ડિપાર્ટમેન્ટના ચીફ એરોન લિપ્સકીએ એક પ્રેસ…
ધંધાની હરિફાઇમાં આ કૃત્યને અંજામ અપાયાની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે (જી.એન.એસ) તા. 12 વડોદરા, વડોદરાના દરજીપુરામાંથી ગયા અઠવાડિયે ગુમ થયેલા યુવક દિપેનનો મૃતદેહ કાલોલ ખાતે કેનાલમાંથી મળી આવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો, હરણી નજીક દરજીપુરા ખાતે રહેતા 27 વર્ષીય દીપેન પટેલ સાતમી મે એ રાત્રે સાસરીમાં જવા માટે કાર લઈ નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો પત્તો લાગ્યો ન હતો. દીપેન ગુમ થયો હોવાની ફરિયાદ તેના પિતાએ હરણી પોલીસ સ્ટેશને નોંધાવતા તપાસ કરવામાં આવી હતી. શનિવારે (10મી મે) રાત્રે અનગઢ પાસે મહીસાગર નદીમાંથી દીપેનની કાર મળી આવી હતી. જેમાં લોહીના નિશાન…
(જી.એન.એસ) તા. 12 ધોલેરા-ભાવનગર હાઈવે પર અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થયો છે. પાલીતાણા-સોનગઢ હાઇવે પર બોલેરો પીકઅપ વાન પલટી મારી હતા તેમાં સવાર 6-7 લોકોને ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને પ્રથમ પાલીતાણા અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પાલીતાણાનાં ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, અકસ્માતમાં ઇજાગ્રસ્ત તમામ લોકોને પાલીતાણા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. રાહતની વાત એ છે કે હાલ અકસ્માતમાં…
(જી.એન.એસ) તા. 12 કચ્છ, દોલતપર-દયાપર માર્ગ પર એક ટ્રક અને બાઇક વચ્ચે એક અકસ્માત સર્જાતા બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળો આવી પહોંચી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માત અંગે મીડિયા સૂત્રો થકી મળતી માહિતી મુજબ, કચ્છના લખપતના દયાપર પાસે ગંભીર અકસ્માતની ઘટના બની છે. જેમાં ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતની આ ઘટનામાં બાઈક ચાલક સહિત બેના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. લખપતના દયાપર પાસે અકસ્માતના બનાવને પગલે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ…
(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના DGએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ અંગે માહિતી આપતા એર માર્શલ એકે ભારતીએ કહ્યું કે, ‘આપણી યુદ્ધ સિસ્ટમ સમયસર પ્રમાણિત અને ખરી ઉતરી છે અને તેનો જોરદાર મુકાબલો કરે છે. એક ખાસ વાત એ છે કે, સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ આકાશ સિસ્ટમે શાનદાર પ્રદર્શન કર્યું છે. છેલ્લા દાયકામાં ભારત સરકાર દ્વારા મળેલા બજેટ અને નીતિગત સમર્થનના કારણે જ શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરવું શક્ય બની શક્યું છે. એર માર્શલે એકે ભારતીએ ભારતીય સેના દ્વારા ટાર્ગેટ…
છત્તીસગઢમાં ભયંકર માર્ગ અકસ્માત (જી.એન.એસ) તા. 12 રાયપુર, છત્તીસગઢમાં ગઈ કાલે મોદી રાત્રે એક ભયંકર માર્ગ અકમાત સર્જાયો હતો, રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક એક ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણ થઇ ગઇ હતી જેમાં 13 થી વધુ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ માર્ગ અકસ્માતમાં 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોમાં 9 મહિલા, 2 બાળકી અને એક કિશોર તથા એક 6 મહિનાનો નવજાતનો સમાવેશ થાય છે. ટ્રેલરમાં જતા લોકો નવજાત શિશુના છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. તમામ મૃતકો છત્તીસગઢના ચટૌદ…
અમે પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલો કર્યો નથી: ભારતીય સેના (જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, પહાલગામમાં હુમલા બાદ બન્ને દેશો વચ્ચે વધેલા તણાવ બાદ ભારતીય સેનાના ત્રણેય પાંખના DGએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન સેનાએ કહ્યું કે, અમે પાકિસ્તાનના ન્યૂક્લિયર સ્થળ કિરાના હિલ્સ પર હુમલો કર્યો નથી. સેટેલાઈટ તસવીરમાં સરગોધા સ્થિત મુશફ એરબેઝ પર હુમલો દેખાડાયો હતો, જે કથિત રીતે કિરાના હિલ્સની નીચે અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર સ્ટોરેજ સાથે જોડાયેલો છે. સેનાએ પાકિસ્તાનના કેટલાક ઠેકાણાઓને નિશાન બનાવતા એવી અટકળો શરૂ થઈ હતી કે, સેનાએ પાકિસ્તાનના આ ન્યૂક્લિયર પરમાણુ ઠેકાણાને પણ નિશાન બનાવ્યો હતો. જ્યારે એર માર્સલ એકે ભારતીને પૂછવામાં આવ્યું…
(જી.એન.એસ) તા. 12 નવી દિલ્હી, ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ બાદ હજુ પણ બંને દેશો વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. ત્યારે ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ તમામ અધિકારીઓએ ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી. જેમાં ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, ‘અમારી લડાઈ આતંકવાદ વિરૂદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતા, પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો. પહલગામ હુમલા બાદ આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. જેનો જવાબ આપવો જરૂરી હતો.’ ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ એર માર્શલ એ. કે. ભારતી, DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને ડિરેક્ટર…
(જી.એન.એસ) તા. 12 સિંધુદુર્ગ, મહારાષ્ટ્ર સરકારે દરિયાકાંઠાના સિંધુદુર્ગ જિલ્લામાં રાજકોટ કિલ્લામાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડ્યાના લગભગ નવ મહિના પછી, તે જ સ્થળે યોદ્ધા રાજાની ૯૧ ફૂટ ઊંચી નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. અગાઉની ૩૫ ફૂટની પ્રતિમા ઓગસ્ટ ૨૦૨૪માં તૂટી પડી હતી, જે તેની સ્થાપનાના આઠ મહિનાથી પણ ઓછા સમયમાં થઈ હતી, જેના કારણે મહારાષ્ટ્ર સરકાર સામે વ્યાપક રોષ ફેલાયો હતો. તે પ્રતિમાનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૪ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ નૌકાદળ દિવસની ઉજવણી દરમિયાન કર્યું હતું. આ મૂર્તિ તૂટી પડવાથી તેના શિલ્પકાર-ઠેકેદાર જયદીપ આપ્ટેની ધરપકડ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના માલવણના કિલ્લામાં નવી…
