Author: gujdesk

(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલની 25મી આવૃત્તિ, જે તિરંગા સાયકલિંગ રેલી તરીકે ઉજવવામાં આવી છે, તેનું આજે સવારે દેશભરમાં સફળતાપૂર્વક આયોજન થયું હતું. દેશભક્તિ, ફિટનેસ અને પર્યાવરણીય જાગૃતિના શક્તિશાળી મિશ્રણને ઉજાગર કરતા, 5000થી વધુ સ્થળોએથી 15000થી વધુ સાયકલ સવારો ભારતના સશસ્ત્ર દળોને રાષ્ટ્રવ્યાપી સન્માન આપવા માટે જોડાયા હતા. માનનીય કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અહીંના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં 1500થી વધુ સાયકલ સવારોનું નેતૃત્વ કર્યું, જેમાં સચિવ (રમતગમત) હરિ રંજન રાવ, રમતગમતના દિગ્ગજ – ઓલિમ્પિક ચંદ્રક વિજેતા યોગેશ્વર દત્ત, ક્રિકેટર સબા કરીમ, કુસ્તીબાજ સરિતા મોર, બોલીવુડ અભિનેત્રી શર્વરી અને ભારતીય સાયકલિંગ ટીમનો સમાવેશ થાય છે. રવિવાર સવારની મુખ્ય વિશેષતાઓમાંની એક એ હતી…

Read More

(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, ભારતના ઘણા ભાગોમાં કોવિડ-૧૯ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી હવે કૂલ કેસનો આંકડો 2800 ને પાર. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આઠ રાજ્યોમાં હવે ૧૦૦ થી વધુ સક્રિય ચેપ નોંધાયા છે. આ વધારા છતાં, શુક્રવારે દેશભરમાં ૧,૪૩૫ દર્દીઓ સ્વસ્થ થયા અને તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી. ૩૧ મે સુધીમાં, નીચેના રાજ્યોમાં સૌથી વધુ સક્રિય COVID-19 કેસ નોંધાયા છે:- કેરળ – ૧,૩૩૬ કેસ મહારાષ્ટ્ર – ૪૬૭ કેસ દિલ્હી – ૩૭૫ કેસ ગુજરાત – ૨૬૫ કેસ કર્ણાટક – ૨૩૪ કેસ પશ્ચિમ બંગાળ – ૨૦૫ કેસ તમિલનાડુ – ૧૮૫ કેસ ઉત્તર પ્રદેશ -…

Read More

મેષ આજના દિવસે પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવાર માં થી સલાહ લયી શકો છો અને તેને પોતાના જીવન માં સ્થાન પણ આપી શકો છો, જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો. જ્યારે તમારી પાસે વધુ મફત સમય હોય, ત્યારે નકારાત્મક વિચારો તમને વધુ પરેશાન કરે છે. તેથી સકારાત્મક પુસ્તકો વાંચો, મનોરંજક મૂવી જુઓ અથવા મિત્રો સાથે…

Read More

(જી.એન.એસ) તા. 31 ઇટાનગર, અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 4 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે સંકટના વાદળો ઘેરાઇ રહ્યા છે. જેને લઇને સ્થાનિકોનું જન-જીવન અસ્તવ્યસ્ત બન્યુ છે. ઘર, બજાર અને રસ્તા પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ પેદા જોવા મળી રહી છે. તો ભૂસ્ખલનની ઘટના બની રહી છે. તો સાથે જ નદીઓ અને નહેરોમાં નવા નીરની આવક થતા નદીઓ અને નહેરો છલકાઇ છે. જેના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેતીના પાકને નુકસાન થઇ રહ્યુ છે. કુરુંગ કુમે, ઇસ્ટ કામેંગ, સિયાંગ, શિ યોમી, ક્રા દાદી, લોઅર સુબનસિરી, અપર સુબનસિરી, નામસાઇ અને…

Read More

તિથિ ષષ્ટિ (છઠ્ઠ) – 20:02:33 સુધી નક્ષત્ર આશ્લેષા – 21:37:38 સુધી કરણ કૌલવ – 08:03:58 સુધી, તૈતુલ – 20:02:33 સુધી પક્ષ શુક્લ યોગ ધ્રુવ – 09:11:07 સુધી વાર રવિવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:53:42 સૂર્યાસ્ત 19:20:57 ચંદ્ર રાશિ કર્ક – 21:37:38 સુધી ચંદ્રોદય 10:56:00 ચંદ્રાસ્ત 24:18:00 ઋતુ ગ્રીષ્મ હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 18 મહિનો પૂર્ણિમાંત જયેષ્ઠ (જેઠ) મહિનો અમાંત જયેષ્ઠ (જેઠ) દિન કાળ 13:27:14 અશુભ સમય દુર મુહુર્ત 17:33:19 થી 18:27:08 ના કુલિક 17:33:19 થી 18:27:08 ના દુરી / મરણ 10:22:47 થી 11:16:36 ના રાહુ કાળ 17:40:02 થી 19:20:56 ના કાલવેલા/અર્ધ્યામ 12:10:25 થી…

Read More

(જી.એન.એસ) તા. 31 ગાંધીનગર, રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે, ત્યારે ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતી પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. જ્યારે હવે આ ભરતીને લઈને નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ, ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની ભરતી અન્વયે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા મુદ્દે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવાનો નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા…

Read More

(જી.એન.એસ) તા. 31 ગાંધીનગર, ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે એક મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલ ખાસ કુદરતી આફતો સમયે કરાતા રેસ્ક્યુ ઓપરેશન સંદર્ભે યોજાઈ હતી. જેમાં કુદરતી આફતો સમયે નાગરિકોનો બચાવ કરતા NDRF, SDRF, પોલીસ, NCC, આર્મી અને સિવિલ ડિફેન્સ જેવા વિભાગના જવાનો જોડાયા હતા. ગાંધીનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ખાતે યોજાયેલ મોકડ્રિલમાં મલ્ટી એજન્સીઓએ ભાગ લીધો હતો. આ મોકડ્રિલનો ઉદ્દેશ્ય કુદરતી આફતો સમયે હાથ ધરાતા રેસ્ક્યુ ઓપરેશનમાં પરસ્પર સહયોગ સાધીને કેવી રીતે ઝડપી રાહત કામગીરી હાથ ધરવી તે હતો. જેમકે પૂર જેવા બીજા કુદરતી આપત્તિ ટાળે રાહતકાર્ય સરળ અને ઝડપી બને તેવી…

Read More

(જી.એન.એસ) તા. 31 ભોપાલ, લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં લોકમાતા દેવી અહિલ્યાબાઈ મહિલા સશક્તીકરણ મહા સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમણે ભોપાલમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ કાર્યક્રમમાં બોલતા, તેમણે ‘મા ભારતી’ને શ્રદ્ધાંજલિ આપી અને ભારતની મહિલાઓની શક્તિનો સ્વીકાર કર્યો. તેમણે આ કાર્યક્રમમાં આશીર્વાદ આપવા આવેલી બહેનો અને પુત્રીઓની મોટી ભીડનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તેમની હાજરીથી તેઓ સન્માનિત અનુભવે છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે આજે લોકમાતા દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી, 140 કરોડ ભારતીયો માટે પ્રેરણાનો પ્રસંગ છે અને રાષ્ટ્ર નિર્માણના ઉમદા પ્રયાસમાં યોગદાન આપવાની ક્ષણ છે. દેવી અહિલ્યાબાઈને ટાંકીને, તેમણે પુનરોચ્ચાર કર્યો કે સાચું શાસન…

Read More

નવેમ્બર 2024માં 5.20 લાખના સંશોધિત લક્ષ્યાંકના 92.14% હાંસલ કરીને ગુજરાત રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે રહ્યું (જી.એન.એસ) તા. 31 ગાંધીનગર, ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયની મહત્વની પહેલ- પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણમાં ગુજરાત અગ્રેસર રાજ્ય બન્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ શરૂ કરવામાં આવેલી આ યોજનાનો ઉદ્દેશ શેરી વિક્રેતાઓને સશક્ત બનાવવાનો અને તેમને પરંપરાગત નાણાંકીય વ્યવસ્થામાં એકીકૃત કરવાનો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર આ યોજના હેઠળ રાજ્યના શહેરી વિસ્તારોમાં વિક્રેતાઓ માટે લોન વિતરણ સરળ બને, તેઓ ડિજિટલ માધ્યમ સાથે જોડાય અને તેમને નિયમિત સહાય મળે એ સુનિશ્ચિત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર…

Read More

સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાનાં ૫૯ ગામોને પીવા માટે નર્મદાના જળ પૂરા પાડવા રૂ.૧૦૮.૦૪ કરોડના બે કામોના લોકાર્પણ કરાયાં   (જી.એન.એસ) તા. 31 સુરેન્દ્રનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરમાં પાણી તથા સિંચાઈને લગતા રૂ. ૬૬૪ કરોડનાં વિકાસકામો તથા અન્ય વિભાગોના મળીને કુલ રૂ. ૬૯૬.૨૫ કરોડના ૧૨ વિકાસ પ્રકલ્પોના ઈ-ખાતમુહૂર્ત તથા ઈ-લોકાર્પણ કર્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આનંદ ભુવન, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, એક સમયે સુરેન્દ્રનગર–ઝાલાવાડ અને સૌરાષ્ટ્ર પંથક પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ અપૂરતા પાણીવાળા વિસ્તારોને પાણીદાર બનાવવાનો સંકલ્પ કરીને સૌની યોજના, સુજલામ–સુફલામ યોજના અને કેનાલ નેટવર્ક દ્વારા છેવાડાના વિસ્તારો સુધી…

Read More