Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- દૈનિક રાશિફળ (૦૯/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૦૯/૦૫/૨૦૨૬)
- વ્હાઇટ હાઉસની વાતચીત બાદ ક્યુબાના નેતા નું મોટું નિવેદન
- ગાંધીનગર-ગિફ્ટ સિટીમાં ઈન્ડિયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સીંગ સમિટ 2.0નો પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
- અંકલેશ્વર GIDCની કેડિલા કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ, 2 કામદારો ગંભીર રીતે દાઝ્યા
- રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેક્સ ચુકવણી માટે આવેલ ચેક બાઉન્સ થતા નોટીસ ફટકારવામાં આવી
- હંટાવાયરસનો ચેપ દુર્લભ, ભારતે ચિંતા કરવાની કોઈ જરૂર નથી!
- ઉત્તર રેલ્વે માટે સુરક્ષા વધારવા અને માળખાગત સુવિધાઓને આધુનિક બનાવવા માટે મુખ્ય કવચ વિસ્તરણને મંજૂરી
- સિંગાપોરે 2025 માં 16.9 મિલિયન પ્રવાસીઓથી SGD 32.8 બિલિયનની કમાણી કરી
- ગુજરાતનો 870 મેગાવોટનો પાવર બેકઅપ તૈયાર: વધારાની વીજળીનો સંગ્રહ કરતી બેટરી સિસ્ટમ
- સુરત પોલીસના ‘ઓપરેશન મુસ્કાન’થી ચાર મહિનામાં ૬૯૬ પરિવારોના ઘરમાં ફરી ખુશીઓ લહેરાઈ
- અમદાવાદના વટવામાં ૩૪ વર્ષ અગાઉ થયેલ મહિલાના મૃત્યુ મામલે થયો મોટો ઘટસ્ફોટ
Author: Gujarat Desk
ગુજરાતમાંથી ઉત્પાદનના ૪૦ ટકા નાળિયેરની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરને ‘નાળિયેર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ વિશેષ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશોમાં ભારત મુખ્ય સ્થાન ધરાવે છે. નાળિયેરના ઉત્પાદન અને નિકાસમાં ગુજરાત મહત્તમ ફાળો આપી શકે તેમજ નાળિયેરના વાવેતરથી ખેડૂતો મહત્તમ આવક મેળવી શકે તેવા ઉમદા આશય સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર…
ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા જથ્થામાં મુખ્યત્વે ઘી, પામ ઓઈલ અને કુકીંગ મીડિયમ સામેલ (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં વિવિધ જિલ્લાઓમાં નિયમિત તપાસ ઉપરાંત ૧૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા કુલ ૨૮ નમૂનાઓ લઈને અંદાજે રૂ. ૧.૮ કરોડનો ૪૬ ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જપ્ત કરવામાં આવેલા જથ્થામાં મુખ્યત્વે ઘી, પામ ઓઈલ, કૂકિંગ મીડિયમ અને ચાંદીના વરખનો સમાવેશ થાય છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું…
ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12% ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ગુજરાતની પ્રગતિ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC)માં પ્રદર્શિત થશે (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર/અમદાવાદ, ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના વિકાસમાં ગુજરાતનો નોંધનીય ફાળો છે. ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે જે પ્રગતિ થઈ છે તે સરકારની વિવિધ પહેલો અને રોકાણની તકોને આભારી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સન ફાર્મા, ઝાયડસ કેડિલા, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સ વગેરે ગ્લોબલ કંપનીઓ આવેલી છે. ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12% ગુજરાતના કુલ ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12% છે. મહેસાણામાં બલ્ક ડ્રગનું ઉત્પાદન, API, મધ્યસ્થી અને ફોર્મ્યુલેશનમાં નોંધપાત્ર તકો રહેલી છે. ટોરેન્ટ ફાર્મા જેવી જાણીતી કંપનીઓના કારણે આ તકોમાં વધારો…
4196 કિલોમીટરના 1258 માર્ગોની રિસરફેસિંગ સહિતની કામગીરી હાથ ધરાશે રાજ્યના તમામ જિલ્લાઓમાં પંચાયત હસ્તકના પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને સુદ્રઢ રોડ-કનેક્ટિવિટી દ્વારા સારી સપાટીવાળા અને બારમાસી રસ્તા – ઓલ વેધર રોડની સુવિધા મળી રહે તેવો જનહિતલક્ષી અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર રાજ્યના તમામ જિલ્લાઓના પંચાયત હેઠળના જરૂરિયાતવાળા પ્લાન રસ્તાઓના રિસરફેસિંગ અને આનુષંગિક કામગીરી માટે 2609 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ માતબર રકમમાંથી જે માર્ગોના રિસરફેસિંગ સહિતના કામો થવાના છે, તેમાં ઉત્તર ગુજરાત વિસ્તારમાં 1609 કિલોમીટરના 487 માર્ગો, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં 1528…
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ કરતા જુનો આદેશ યથાવત રાખ્યો (જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી/અમદાવાદ/રાજકોટ, ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી છે. જોકે સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત મળી નથી. એટલે હવે અનિરૂદ્ધ સિંહ જાડેજાને સરેન્ડર કરવું પડશે અને જેલમાં રહેવું પડશે. 29 સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં અનિરૂદ્ધસિંહ જાડેજાએ સ્પે. લીવ પીટીશન (ક્રિમીનલ) રજૂ…
(જી.એન.એસ) તા. 1 સુરત, સુરતના પલસાણામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી જેમાં, જોળવા ગામની સંતોષ નામની એક મીલમાં બોઈલરનું ડ્રમ ફાટતા અફરાતફરી મચી જવા પામી હતી. સંતોષ ટેક્સટાઈલ મીલમાં બોઈલરનું ડ્રમ ફાટતા કેટલાક કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ઘટનામાં 15 જેટલા કામદારો દાઝ્યા છે અને બે લોકોના મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. આ દુર્ઘટના અંગે મીડિયા સુત્રો થકી મળતી માહિતી મુજબ, સંતોષ ટેક્સટાઈલ મીલમાં ચાલુ કામગીરી દરમિયાન બોઈલર ફાટ્યું હતું. આ બોઈલર ફાટ્યું તે દરમિયાન શ્રમિકો અને કામદારો કામ કરી…
(જી.એન.એસ) તા. 1 અમદાવાદ, સમગ દેશ અને રાજ્ય ને આઘાત પહોચાડનાર ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીની હત્યા કેસમાં ફસાયેલી સેવન્થ ડે સ્કૂલ પર હવે વધુ એક સંકટ આવ્યું છે જેમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની તપાસમાં આ સ્કૂલ દ્વારા જમીનના લીઝ કરારનો ગંભીર ભંગ થયો હોવાનું બહાર આવ્યું છે, જેના પગલે AMC કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. આ સમગ્ર મામલે મીડિયા સુત્રો થકી પ્રાપ્ત માહિતી અનુસાર, AMCએ શૈક્ષણિક હેતુ માટે જે પ્લોટ ફાળવ્યો હતો, તે શરત મુજબ એજ્યુકેશન ટ્રસ્ટના નામે હોવો જોઈતો હતો. જોકે, સ્કૂલ સંચાલકોએ આ પ્લોટ કંપનીના નામે લીધો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત, પ્લોટનો ઉપયોગ નિયમો વિરુદ્ધ થયો…
(જી.એન.એસ) તા. 1 રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા ફરી એકવાર ભારતીય સિનેમાના એક પ્રતિભાશાળી અભિનેતા સાથે દિગ્દર્શનની ખુરશી પર પાછા ફર્યા છે, જેમણે તેમના નિર્દેશનમાં સ્ટારડમ જોયું. હા! મનોજ બાજપેયી, જેમણે સત્યમાં પોતાની પ્રતિભાથી લોકોને પ્રેમમાં પાડ્યા હતા, તેઓ પોલીસ સ્ટેશન મેં ભૂતમાં 27 વર્ષ પછી રામ ગોપાલ વર્મા સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મ નિર્માતાએ તેમના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર ઇન્સ્ટાગ્રામ પર ઘણી પોસ્ટ્સ શેર કરીને મોટી જાહેરાત કરી. પોલીસ સ્ટેશન મેં ભૂતના નિર્માતાઓ અને કલાકારો પોલીસ સ્ટેશન મેં ભૂત એક હોરર કોમેડી છે જેમાં જેનેલિયા ડિસોઝા પણ છે. આગામી ફિલ્મ કર્મા મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ, યુ એન્ટરટેઈનમેન્ટ…
(જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી, વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત બાબતોનું નિયમન કરતો અને બનાવટી પાસપોર્ટ કે વિઝા રાખવા બદલ ભારે સજાની જોગવાઈઓ ધરાવતો નવો કાયદો સોમવારથી અમલમાં આવ્યો. ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, ૨૦૨૫, બજેટ સત્ર દરમિયાન સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ૪ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ તેમની સંમતિ આપી હતી. “ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, ૨૦૨૫ ની કલમ ૧ ની પેટા કલમ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર આથી ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના દિવસને તે તારીખ તરીકે નિયુક્ત કરે છે કે જેના પર ઉપરોક્ત કાયદાની જોગવાઈઓ અમલમાં આવશે,” ગૃહ મંત્રાલયના અધિક સચિવ નિતેશ કુમાર…
દાવાઓ અને વાંધા 1 સપ્ટેમ્બર પછી પણ સબમિટ કરી શકાય છે અને કોઈપણ માન્ય અરજીઓ મતદાર યાદીના અંતિમ સ્વરૂપ સુધી ધ્યાનમાં લેવામાં આવશે: ચૂંટણી પંચ (જી.એન.એસ) તા. 1 નવી દિલ્હી/પટના, સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) હેઠળ દાવા અને વાંધા દાખલ કરવા માટે ભારતીય ચૂંટણી પંચ (ECI) ની 1 સપ્ટેમ્બરની સમયમર્યાદા લંબાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે રાજકીય પક્ષોને તેમના પ્રતિનિધિઓ દ્વારા પ્રક્રિયામાં સક્રિયપણે સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. સુનાવણી દરમિયાન, ECI એ કોર્ટને જાણ કરી હતી કે દાવા અને વાંધા હજુ પણ 1 સપ્ટેમ્બર પછી પણ સબમિટ કરી શકાય છે, અને કોઈપણ માન્ય અરજીઓ મતદાર યાદીના…
