Author: devarshi

(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી/મુંબઈ, 26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યો છે. તેને લઈને આવી રહેલું સ્પેશિયલ વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થયા બાદ થોડી જ વારમાં તેને એરપોર્ટથી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારબાદ તેને તિહાર જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે. ભારતે યુએસ સાથેની પ્રત્યાર્પણ સંધિ હેઠળ હવે રાણાનું પ્રત્યાર્પણ મેળવ્યું છે પણ આ અગાઉ રાણાએ અમેરિકાની અદાલતોમાં તેના પ્રત્યાર્પણને ટાળવા લાંબો કાનુની જંગ ખેલ્યો…

Read More

(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, કેન્દ્ર સરકારે તેના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોટી રાહત આપી છે. 7મા નાણાપંચ હેઠળ મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની માસિક આવકમાં વધારો થશે. નવું ડીએ 1 જાન્યુઆરી, 2025થી અમલમાં આવ્યું છે. એટલે કે હવે સરકારી કર્મચારીઓને પણ તેનું બાકી રહેલું ભથ્થું મળશે. લગભગ 48.66 લાખ કર્મચારીઓ અને 66.55 લાખ પેન્શનરોને (DA Hike)આનો લાભ મળશે. સરકારે વર્તમાન DA 53 ટકાથી વધારીને 55 ટકા કર્યો છે. આનો અર્થ એ થયો કે સરકારી કર્મચારીઓને હવે તેમના મૂળ પગારના 55 ટકા મોંઘવારી ભથ્થા તરીકે મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાથી સરકારી ખર્ચમાં…

Read More

(જી.એન.એસ) તા. 10 અમદાવાદ, મણિપુર-નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ આપવાના કૌભાંડમાં ગુજરાત ATSએ વધુ 16 હથિયાર ધારકોની ધરપકડ કરી છે,જેમા અમદાવાદ, સુરત,બોટાદ, સુરેન્દ્રનગરના હથિયાર ધારકોની ધરપકડ કરવામાં આવી છે,16 જેટલા હથિયારો અને કાર્ટિસ જપ્ત કરાયા છે જેમા સમગ્ર કૌભાંડમાં 108 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે,અગાઉ એટીએસના અધિકારીઓ દ્વારા 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં બોગસ ડોકયુમેન્ટના આધારે ફેક હથિયાર લાયસન્સ મેળવીને રોલો પાડનારા સામે પોલીસે કાર્યવાહી કરી છે, ખોટી રીતે લાયસન્સ મેળવીને હથિયાર મેળવનાર 16 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે, અમદાવાદ, સુરત, બોટાદામાં સૌથી વધારે ફેક લાયસન્સ બન્યા છે, અનિલ રાવલ, અર્જન ભરવાડ, જનક પટેલ, રમેશ ભોજા, વિરમ ભરવાડની પોલીસે…

Read More

(જી.એન.એસ) તા. 10 યોગ ગુરુ અને પતંજલિના સહ સંસ્થાપક સ્વામી રામદેવે પતંજલિ જ્યૂસ અને શરબતનો પ્રચાર દરમિયાન તેઓએ કરેલી ટિપ્પણીએ એક નવો જ વિવાદ ઉભો કરી દીધો છે. યોગ ગુરુ અને પતંજલિના સહ-સ્થાપક સ્વામી રામદેવે પતંજલિના રસ અને શરબતનો પ્રચાર કરતી વખતે તેમના તાજેતરના વીડિયોમાં ‘શરબત જેહાદ’ ટિપ્પણી કરીને એક નવો વિવાદ ઉભો કર્યો છે. પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલા 10 મિનિટના વીડિયોમાં, રામદેવે બીજી કંપની પર શરબતમાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ કરીને મસ્જિદો અને મદરેસા બનાવવાનો આરોપ લગાવ્યો, જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીડિયોમાં, બાબા રામદેવ કહે છે, “એક કંપની છે જે શરબત વેચે…

Read More

(જી.એન.એસ) તા. 10 આઈપીએલ 2025માં પંજાબનો યુવા બેટ્સમેન પ્રિયાંશ આર્ય IPL 2025 માં પોતાની ગેમના કારણે ચર્ચામાં છે. પ્રિયાંશે IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધમાકેદાર બેટિંગ કરીને પંજાબ કિંગ્સ માટે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પ્રિયાંશે માત્ર 42 બોલમાં 103 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સની કો-ઓનર પ્રિટી ઝિન્ટા પણ તેની શાનદાર ઇનિંગથી ખૂબ ખુશ હતી. પ્રિયાંશે પોતાની સેન્ચુરી પૂરી કરતા જ પ્રિટી ખુશીથી કૂદી પડી હતી. પ્રિટીએ યુવા બેટરની પ્રશંસા કરી હતી અને એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ કરી હતી. પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં, પ્રિયાંશ આર્યએ 39 બોલમાં સેન્ચુરી ફટકારી…

Read More

(જી.એન.એસ) તા. 10 રૉમ, ઇટલીમાં 9 થી 12 એપ્રિલ દરમિયાન એરલાઇન અને રેલ્વે ક્ષેત્રોમાં ચાલી રહેલી હડતાળથી મેલોની સરકાર માટે એક મોટી સમસ્યા ઊભી થઈ છે. જો કે, મેલોની સરકાર પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ સાથે જ મૂંઝવણ પણ યથાવત છે. એરલાઇન્સથી લઈને રેલ્વે સુધી, દરેક ક્ષેત્રમાં હડતાળને કારણે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સામાન્ય લોકો તેમની મુસાફરી યોજનાઓ વિશે મૂંઝવણમાં છે. રેલ્વે મુસાફરોને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. SI-COBAS યુનિયન દ્વારા 10 એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી 11 એપ્રિલે રાત્રે 8:59 વાગ્યા સુધી 24 કલાકની રેલ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. ટ્રેનોનું સંચાલન કરતી…

Read More

(જી.એન.એસ) તા. 10 વિશ્વ પ્રખ્યાત અભિનેતા અલ્લુ અર્જૂને ૮ એપ્રિલના રોજ પોતાના જન્મદિવસે નવી ફિલ્મ ‘એએ૨૨એક્સએસિક્સ’ની ઘોષણા કરી છે. ફિલ્મનું દિગ્દર્શન એટલી દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મનું બજેટ ૮૦૦ કરોડ રૂપિયા હોવાનું કહેવાઇ રહ્યું છે. તેમાંથી ૨૫૦ કરોડ રુપિયા તો ફક્ત વીએફએક્સ માટે ખર્ચાશે તેવો દાવો થઈ રહ્યો છે. એક દાવા અનુસાર અલ્લુ અર્જુન પોતે આ ફિલ્મ માટે ૨૦૦ કરોડ રુપિયાની ફી લેવાનો છે. આ ઉપરાંત અલ્લુ અર્જુને ફિલ્મના નફામાં પોતાનો ૧૫ ટકા હિસ્સો પણ રાખ્યો છે. આ મેગા બજેટ ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબર માસથી શરુ થવાની ધારણા છે.

Read More

(જી.એન.એસ) તા. 10 મુંબઈ, બોમ્બે હાઈકોર્ટમાં એક મહિલાને ભાભીએ બચકું ભર્યું હોવાની અરજી મુદ્દે સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટે મહિલાની એફઆઈઆર રદ કરવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, ‘માનવ દાંત ખતરનાક હથિયાર નથી, જે કોઈ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચાડે.’ આ કેસમાં વાસ્તવમાં વર્ષ 2020માં એક મહિલાએ પોતાની ભાભી પર દાંતથી ભચકું ભર્યું હોવાનો આક્ષેપ કરી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી. ત્યારબાદ આરોપી મહિલાએ હાઈકોર્ટમાં અપીલ કરતા અદાલતે મહિલાને રાહત આપી છે. ફરિયાદીએ કોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટ રજુ કર્યા હતા, જેમાં પીડિતાને દાંત વાગતા સામાન્ય ઈજા થઈ હતી. ન્યાયાધીશ વિભા કાંકનવાડી અને ન્યાયાધીશ સંજય દેશમુકની ઔરંગાબાદ ખંડપીઠે ચોથી એપ્રિલે…

Read More

(જી.એન.એસ) તા. 10 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ 16 એપ્રિલે વક્ફ (સુધારા) અધિનિયમ, 2025 ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. આ અંગેની માહિતી સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આપવામાં આવી છે. જે અનુસાર, જસ્ટીસ સંજય કુમાર અને જસ્ટીસ કે.વી. વિશ્વનાથન અરજીઓની સુનાવણી કરતી બેન્ચમાં સામેલ થશે. કેન્દ્ર સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં ‘કેવિયેટ’ દાખલ કરીને આ મામલે કોઈપણ આદેશ આપતા પહેલા સુનાવણીની વિનંતી કરી હતી. સુનાવણી વિના કોઈ પણ આદેશ પસાર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, પક્ષકાર દ્વારા હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરવામાં આવે…

Read More

(જી.એન.એસ) તા. 10 સુરત, સુરતના કપોદ્રામાં અનભ જ્વેલર્સમાં પીધુ કુલરનું પાણી.. થઈ ઝેરી અસર. સુરતના અનભ જ્વેલર્સમાં પોલીસ તપાસ તેજ થઇ છે. લગભગ 118 રત્નકલાકારોની તબિયત લથડી હતી. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સ નામના કારખાનામાં 118 રત્નકલાકારોને પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની સેલફોસ નામની દવા પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં ભેળવી દીધી હોવાની સામે આવ્યું છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં 6 દર્દીઓ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના બાબતે સૂત્રો દ્વારા…

Read More