Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- આજનું રાશિફળ (૨૬/૦૪/૨૦૨૬)
- આજનું પંચાંગ (૨૬/૦૪/૨૦૨૬)
- જાહેર વિતરણ વ્યવસ્થા ‘કૌભાંડ’ કેસમાં EDએ બંગાળમાં નવ સ્થળોએ દરોડા પાડ્યા
- પ્રધાનમંત્રી મોદીએ નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ અશોક લાહિરી અને અન્ય પૂર્ણ-સમયના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી
- CEC જ્ઞાનેશ કુમારને હટાવવાની માંગ કરતી રાજ્યસભામાં વિરોધ પક્ષોએ નવી નોટિસ રજૂ કરી
- દાઉદ ઇબ્રાહિમના શંકાસ્પદ સાથી સલીમ ડોલાની તુર્કીમાં ધરપકડ
- અમેરિકા, ઇઝરાયલ સાથેના યુદ્ધ પછી ઈરાને પહેલી વાર તેહરાન આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વાણિજ્યિક ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
- તેલંગાણાના નેતા કે. કવિતાએ પોતાની રાજકીય પાર્ટી બનાવી, તેલંગાણા રાષ્ટ્ર સેનામાં નામ ઉમેર્યા
- ભાજપમાં જોડાયા બાદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ પર ‘શીશ મહેલ 2’ નો કટાક્ષ કર્યો
- ‘નરક’ વાળી પોસ્ટ શેર કરવા બદલ યુએસ કાયદા નિર્માતાઓએ ટ્રમ્પની ટીકા કરી
- નેતન્યાહૂને પ્રોસ્ટેટ કેન્સરના પ્રારંભિક તબક્કાની સારવાર કરાવી
- ઈરાને શંકાસ્પદ યુએસ લિંક્સના આધારે જહાજ જપ્ત કર્યું, દરિયાઈ ઉલ્લંઘનનો ઉલ્લેખ કર્યો
Author: devarshi
(જી.એન.એસ) તા. 5 કચ્છ, હાલ રાજ્યમાં સ્ટનીક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પૂર જોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે, કચ્છમાં કોંગ્રેસે સ્ટિંગ ઓપરેશન બહાર પાડ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દ્વારા પૈસાની લાલચ આપતો વીડિયો જાહેર કર્યો છે. લેખિત રજૂઆતમાં નારણ કાના સાખરા તથા ભાજપના માણેક રામ ગઢવી પર આરોપ લગાવાયા છે. મુન્દ્રા તાલુકા પંચાયતની ભુજપુર સીટ પર કોંગ્રેસના ઉમેદવારને ફોડવા માટે અપાઈ લાલચ. કોંગ્રેસે ચૂંટણી પંચ તથા કલેકટરને આ અંગે તપાસ માટે રજુઆત કરશે. 3.51 લાખ રૂપિયા આપવાની ભાજપના ઉમેદવાર અને આગેવાને ઑફર કર્યોનો આરોપ લગાવ્યો છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૂંટણી વચ્ચે ગંભીર આરોપ કરાતા રાજકારણ ગરમાયુ છે. વીડિયો પુરાવા…
(જી.એન.એસ) તા. 5 અમદાવાદ, ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચની ટી20 સીરીઝ રમાઈ ગઈ છે, આ પાંચ મેચની ટી20 સીરીઝમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 4-1થી શાનદાર વિજય મેળવ્યો છે. હવે બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે. ઇંગ્લેન્ડ સામેની સીરીઝ માટે ભારતીય ટીમ:- રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા. આ સીરીઝ ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ડ્રેસ રિહર્સલ કહેવામાં આવી રહી…
(જી.એન.એસ) તા. 5 મુંબઈ, અભિનેતા સુરજ પંચોલીના પિતા છે બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર આદિત્ય પંચોલી અને જરીના વહાબ તેમની માતા છે. સુરજે વર્ષ 2015 માં રિલીઝ થયેલી રોમાન્ટિક એક્શમ ફિલ્મ હીરોથી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતું. ફિલ્મમાં સુરજની સાથે મુખ્ય ભુમિકામાં આથિયા શેટ્ટી જોવા મળી હતી. અભિનેતા સુરજ પંચોલી પોતાની અપકમિંગ એક્શન ફિલ્મ કેસરી વીર- લીજેન્ડ ઓફ સોમનાથના શુટિંગ દરમિયાન મુંબઈ ફિલમસીટીમાં ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. આ એક્શન સીન દરમિયાન એક્ટર દાઝી ગયો હતો. મીડિયા સૂત્રો અનુસાર એક મહત્વપુર્ણ એક્શન સીકવન્સ દરમિયાન અભિનેતાને ઈજા પહોંચી હતી અને તેમની હૈમસ્ટ્રિંગ દાઝી ગઇ હતી. અપકમિંગ એક્શન ફિલ્મમાં અનેક જબરજસ્ત એક્શન સિકવન્સ છે,…
(જી.એન.એસ) તા. 5 બીજીંગ, ફરીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા કાયદાઓ નું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ચીનથી આવતા માલ પર 10% ટેરિફ લાદ્યા પછી, હવે ચીને પણ વિવિધ યુએસ ઉત્પાદનો પર ટેરિફ લાદ્યો અને માલસામાન પર ટેરિફ લાદ્યો છે. સ્ટેટ એડમિનિસ્ટ્રેશન ફોર માર્કેટ રેગ્યુલેશનના મંગળવારના નિવેદન મુજબ, ચીન કથિત અવિશ્વાસ ઉલ્લંઘન માટે યુએસ ટેક જાયન્ટની તપાસ કરશે. બેઇજિંગે યુએસ કોલસા અને લિક્વિફાઇડ નેચરલ ગેસ નિકાસ પર 15% ફી લાદી, અને તેના તેલ અને કૃષિ સાધનોને 10% ફી લાદી. ચીનના નાણા મંત્રાલયે ટેરિફની જાહેરાત કરતા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમેરિકાના એકપક્ષીય ટેરિફ લાદવાથી…
(જી.એન.એસ) તા. 5 નવી દિલ્હી/હરિયાણા, દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાજ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ હરિયાણામાં કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, આ કેસ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ‘યમુનાના પાણીને ઝેરી બનાવવા’ના તેમના નિવેદનને લઈને દાખલ કરવામાં આવ્યો છે. હરિયાણાના શાહબાદ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જગમોહન મનચંદા નામના વ્યક્તિએ કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જગમોહન મનચંદાએ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમના નિવેદનને પક્ષપાતી રાજકારણ ગણાવ્યું હતું, ત્યારબાદ કેજરીવાલ વિરુદ્ધ BNS ની કલમ 192, 196(1), 197(1), 248(a), 299 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલા વિષે…
(જી.એન.એસ) તા. 5 રાંચી, ઝારખંડ સરકાર દ્વારા એક ખૂબ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ કહ્યું હતું કે, તારીખ 05-02-2025 ને બુધવારથી સમગ્ર રાજ્યમાં સાદા પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. હવે રાજ્યમાં ક્યાંય પણ સાદા પાન મસાલા વેચાશે નહીં. ઝારખંડમાં 2023 સુધી ગુટખા પર પ્રતિબંધ હતો પરંતુ છેલ્લા એક વર્ષથી તેનું વેચાણ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે સાદા મસાલાના નામે પણ તમાકુ વેચાઈ રહી છે. બુધવારથી તે કોઈપણ સંજોગોમાં વેચાશે નહીં. વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે રાંચીના એક ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઇરફાન અંસારીએ આ વાત કહી. તેમણે કહ્યું કે કેન્સરની…
(જી.એન.એસ) તા. 5 કેનેડામાં ફરી એકવાર ફાયરીંગની ઘટના બની હતી જેમાં પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોનના બંગલા પર કેટલાક હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ મામલે સૂતો ના જણાવ્યા અનુસાર સુરક્ષા એજન્સીઓ પ્રમાણે, ગોળીબારની ઘટનાની પુષ્ટિ કરી રહ્યા છે. જયપાલ ભુલ્લર ગેંગ પર પંજાબી ગાયક પ્રેમ ઢિલ્લોનના બંગલા પર ગોળીબાર કરવાની શંકા છે. આ ઘટના ગઈકાલે બની હોવાનું કહેવાય છે. ગોળીબાર બાદ આરોપીઓએ એક પોસ્ટ શેર કરીને ઘટનાની જવાબદારી લીધી છે. તે વાયરલ પોસ્ટમાં, સંગીત ઉદ્યોગના વર્ચસ્વ વિશે પણ વાત કરવામાં આવી છે. આ મામલે એક વાયરલ પોસ્ટમાં સિદ્ધુ મૂસેવાલા અને જગ્ગુ ભગવનપુરિયાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગોળીબારની…
(જી.એન.એસ) તા. 5 ફોર્બ્સે 2025માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતને ટોપ 10માંથી બહાર રાખવામાં આવ્યું છે. જો કે આ યાદી ઘણા મહત્વપૂર્ણ માપદંડો પર આધારિત છે, પરંતુ વિશાળ વસ્તી, ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ભારત જેવા દેશને બાકાત રાખવાથી આશ્ચર્ય થાય છે સાથેજ ઘણા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે. ફોર્બ્સે કહ્યું હતું કે, આ યાદી યુએસ ન્યૂઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને રેન્કિંગ માટે પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી તેના નેતા આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણ અને કોઈપણ દેશમાં…
(જી.એન.એસ) તા. 5 ઓરેબ્રો, સ્વીડનમાં ઓરેબ્રોની એક શાળામાં ગોળીબારની ઘટના બની હતી જેમાં પાંચ લોકો ઘાયલ થયાના સમાચાર આવ્યા હતા. ગોળીબારની ઘટના બાદ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, હાલ તેમની ઈજાઓ વિશે કોઈ માહિતી મળી શકી નથી અને આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે દસ લોકોના મોતના પણ સમાચાર આવ્યા હતા. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પરંતુ ખતરો હજુ ટળ્યો નથી, તેથી પોલીસે લોકોને ઘટના સ્થળથી દૂર રહેવા વિનંતી કરી છે. શાળામાં ગોળીબારની ઘટના બાદ શાળાના વિદ્યાર્થીઓને નજીકની ઈમારતોમાં આશરો આપવામાં આવી રહ્યો છે. હિંસા બાદ શાળા ખાલી કરાવી દેવામાં આવી છે. તમને…
(જી.એન.એસ) તા. 4 ગાંધીનગર, માર્ગ સલામતી જાગૃતિ અને જવાબદાર ડ્રાઇવિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના એક સંકલિત પ્રયાસમાં, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU), ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને ગાંધીનગર જિલ્લા પોલીસના સહયોગથી 3 ફેબ્રુઆરી 2025ના રોજ દહેગામ ખાતે નેહરુ ચોકડીથી દહેગામ બસ સ્ટેશન સુથી રોડ સેફ્ટી જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું. આ પહેલ માર્ગ અકસ્માતો ઘટાડવા અને નાગરિકોને સલામત મુસાફરી અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કરવા માટે ચાલી રહેલા અભિયાનનો એક ભાગ હતો. દહેગામ શહેરની સ્થાનિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આશરે 300 વિદ્યાર્થીઓ, RRUના 40 NCC કેડેટ્સ અને NSS સ્વયંસેવકો, અને યુનિવર્સીટીના 200થી વધુ વિદ્યાર્થીઓએ રેલીમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ દરેક સહભાગીઓએ માર્ગ સલામતી પર પ્રભાવશાળી સંદેશાઓ લખેલા પ્લેકાર્ડ અને બેનરો હાથમાં રાખ્યા હતા, જેમાં હેલ્મેટ પહેરવા, ગતિ મર્યાદાનું પાલન કરવા, નશામાં વાહન ના ચલાવવાનું અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી તરફથી કુલપતિશ્રી પ્રો.(ડો.) બિમલ પટેલ અને ગુજરાત રોડ સેફટી ઓથોરિટી તરફથી કમીશ્નરશ્રી સતીશ પટેલ (IAS) દ્વારા ફલેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ રેલી માં ગુજરાત આરક્ષિત પોલીસ દળના પોલીસ બેન્ડ દ્વારા દેશ ભક્તિના ગીતો સાથે પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ગુજરાત રોડ સેફટી ઓથોરીટીના ઉચ્ચ અધિકારીઓ તથા સ્થાનિક સ્કુલોના શિક્ષકો એ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સહભાગીઓને ટ્રાફિક નિયમોનું પાલન, માર્ગ સલામતીના ઉપકરણોનો ઉપયોગ કરવા બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા. આયોજકોએ ભવિષ્યમાં પણ આવી જ જાગૃતિ ઝુંબેશ ચલાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, જેથી ખાતરી કરી શકાય કે માર્ગ સલામતી બધા માટે પ્રાથમિકતા રહે. માર્ગ સલામતી જાગૃતિ રેલીએ એક પ્રભાવશાળી સંદેશ યાદ અપાવ્યો કે સલામત રસ્તાઓ એક સહિયારી જવાબદારી છે. અધિકારીઓના સતત પ્રયાસો અને જાહેર ભાગીદારી સાથે, આવી પહેલ માર્ગ અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં ફાળો આપી શકે છે.
