Author: devarshi

(જી.એન.એસ) તા. 6 શિવપુરી, ભારતીય વાયુસેનાનું મિરાજ 2000 ફાઈટર એરક્રાફ્ટ મધ્ય પ્રદેશના શિવપુરીમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ફાઈટર પ્લેનના બંને પાઈલટ ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. દુર્ઘટના બાદ ફાઈટર પ્લેન ખરાબ રીતે સળગી જવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ફાઈટર એરક્રાફ્ટ ટ્વીન સીટર હતું. પ્લેન ક્રેશની જાણકારી મળતા જ સ્થાનિક પ્રશાસને તાત્કાલિક એક ટીમ ઘટનાસ્થળે મોકલી હતી. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પ્લેન ક્રેશ થયા બાદ તે સંપૂર્ણપણે બળી ગયું હતું. વાયુસેનાનું મિરાજ 2000 ફાઇટર પ્લેન ગુરુવારે બપોરે 2.20 વાગ્યે ક્રેશ થયું હતું. શિવપુરીના કરૈરા તહસીલના સુનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિમાન ક્રેશ થયું હતું. સંરક્ષણ અધિકારીઓએ…

Read More

પાલિકાની બેદરકારી સામે પરિવાર અને સ્થાનિકોમાં રોષ (જી.એન.એસ) તા. 6 સુરત, સુરતના ન્યુ કતારગામ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં 2 વર્ષનું બાળક પડી ગયું હતું. NDRFની ટીમ સહિત ફાયરના 100 જવાનોએ બાળકને શોધ્યું છે પણ કલાકોની જહેમત બાદ અંતે માસૂમનો મૃતદેહ હાથ લાગ્યો છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5.30ની આસપાસ બે વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ પર દોડી આવ્યો હતો અને કેમેરાની…

Read More

ટ્રમ્પે ઈરાન પર આર્થિક દબાણ લાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા (જી.એન.એસ) તા. 6 વોશિંગ્ટન, બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા બધા નવા કાયદાઓ લાગુ કરવામાં આવ્યા છે, ત્યારે હવે રાષ્ટ્રપતિએ ઈરાન પર આર્થિક દબાણ લાવવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન મને મારવાનો પ્રયાસ કરશે તો તે બચશે નહીં. મેં અધિકારીઓને સૂચના આપી છે કે જો ઇરાન હુમલો કરે છે તો તેનો સંપૂર્ણપણે નાશ કરી દેવો. મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ટ્રમ્પે ગાઝા અંગેના પોતાના બ્લુપ્રિન્ટ વિશે પણ વાત કરી.…

Read More

ઈરાનમાં હિજાબ વિવાદ ફરી ઉગ્ર બન્યો (જી.એન.એસ) તા. 6 મશહદ, ફરી એકવાર ઈરાનમાં કટ્ટરવાદી નીતિઓ સામે મહિલાઓનો વિરોધ અટકી રહ્યો નથી, અને હિજાબ વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. અહીં એક મહિલા સંપૂર્ણપણે નગ્ન હાલતમાં પોલીસ વાહન પર ચઢી ગઈ અને ભારે હંગામો મચાવ્યો. મહિલા પહેલા કારની સામે ઉભી રહે છે અને પછી કોઈ પણ ડર વગર બોનેટ પર ચઢી જાય છે. આ પછી મહિલા કારના વિન્ડશિલ્ડ પર બેસે છે. આ ઘટના દરમિયાન નજીકમાં કેટલાક લોકો હથિયારો સાથે જોવા મળે છે. એક અહેવાલ મુજબ, આ ઘટના ઈરાનના ઉત્તર-પૂર્વ ભાગમાં સ્થિત દેશના બીજા સૌથી મોટા શહેર મશહદમાં બની હતી. ઈરાનના મશહદ શહેરની આ…

Read More

(જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, ગુજરાત ભાજપે દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કુલ 215 બેઠકો પર કોઈ પણ ચૂંટણી લડ્યા વિના બિનહરીફ જીતનો દાવો કર્યો. અન્ય બેઠકો માટે મતદાન 16 ફેબ્રુઆરીએ થવાનું છે. ભાજપ (BJP) દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, પાર્ટીએ 4 નગરપાલિકાઓ – હાલોલ, ભચાઉ, જાફરાબાદ અને બાંટવામાં બિનહરીફ જીત મેળવી છે. ભાજપના મતે આ બેઠકો પર વિપક્ષી પક્ષોના ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા છે. એસ. મુરલીકૃષ્ણે કહ્યું “રાજ્યમાં કુલ 170 સંસ્થામાં ચૂંટણી યોજાવાની છે. જેમાં કુલ વૉર્ડ 696 છે, અને બેઠકોની સંખ્યા 4,390 છે.” “સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાનમથકોની સંખ્યા અનુક્રમે 1,032 અને 244 છે. ચૂંટણીપ્રક્રિયા માટે કુલ 25 હજાર…

Read More

(જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા બાતમીના આધારે વાસણીયા મહાદેવ સીમમાં દરોડો પાડ્યો હતો જેમાં જુગાર રમતા 26 શખ્સોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ જુગારધામ ચલાવનાર મૂળરાજ સિંહ રાણાની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર મૂળરાજસિંહ રાણાની પણ અટકાયત કરવામાં આવી છે, અને તેની પૂછપરછ ચાલી રહી છે કે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે. પોલીસ હવે આ જુગારધામના નેટવર્કને ખતમ કરવા માટે વધુ તપાસ કરી રહી છે. પોલીસને…

Read More

(જી.એન.એસ) તા. 5 અમદાવાદ, શહેરના બાપુનગર વિસ્તારમાં એક અત્યંત આઘાતજનક સમાચાર આવ્યા હતા જેમાં પિતાએ દસ વર્ષના બાળકની હત્યા કરી છે. પિતાએ ઓમ નામના બાળકની હત્યા કરી છે. પિતાએ સોડિયમ નાઇટ્રાઇટ પાણીમાં પીવડાવીને તેની હત્યા કરી હતી. પોલીસે આરોપી પિતા કલ્પેશ ગોહેલની ધરપકડ કરી છે. પિતાએ પુત્રની હત્યા કરતાં પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. પોલીસે પિતાની ધરપકડ કરી કયા કારણસર તેની હત્યા કરવામાં આવી તેની તપાસ આદરી છે. પોલીસને હત્યાના આ કેસમાં આરોપી તો મળી ગયો છે, પરંતુ હવે હત્યાનું કારણ તપાસવામાં આવી રહ્યુ છે. પોલીસે બાળકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પિતાની ઘનિષ્ઠ પૂછપરછ આદરી છે. આરોપીની…

Read More

(જી.એન.એસ) તા. 5 અમૃતસર, અમેરિકાથી ભારત મોકલવામાં આવેલા 104 લોકોને લઈને એક અમેરિકન વિમાન પંજાબના અમૃતસરમાં ઉતર્યું હતું જેમાં મોટાભાગના લોકો ગુજરાત, પંજાબ અને હરિયાણાના છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોને લઈને અમેરિકન લશ્કરી વિમાન બપોરે 1 વાગ્યે અમૃતસર આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતરયુ હતું. અત્યાર સુધી, એ વાતની પુષ્ટિ થઈ છે કે આ વિમાનમાં 104 ભારતીયો હતા. માહિતી અનુસાર, વિમાનમાં ગુજરાતના 33, પંજાબના 30, યુપીના 3, હરિયાણાના 33, ચંદીગઢના 2 અને મહારાષ્ટ્રના 3 લોકો સવાર છે. અમૃતસર પોલીસે અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એવિએશન ક્લબ તરફ જતા રસ્તા પર બેરિકેડ લગાવી દીધી છે અને સુરક્ષા વધારી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું…

Read More

(જી.એન.એસ) તા. 5 નોઈડા, ઉત્તર પ્રદેશ ના મોઈડમાં આવેલ અનેક ખ્યાતનામ શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલો ઇમેઇલ મળ્યા હત. તેમાં હેરિટેજ સ્કુલ અને મયુર સ્કુલના નામનો સમાવેશ થાય છે. શાળામાં બાળકોના પેરેન્ટ્સને ઇમરજન્સી કોલ કરવામાં આવ્યો અને તમામ બાળકોને ઘરે મોકલવામાં આવ્યા હતા. આ બાબતે મળતી માહિતી અનુસાર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે અને સ્થિતિ સંભાળી લીધી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ટાંકલીક હાજર થઈ ગયું હતું અને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી, જો કે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી પોલીસ દ્વારા કરવામાં આવેલ તપાસ દરમિયાન શાળાઓમાંથી કઈ પણ શંકાસ્પદ મળ્યું નથી.

Read More

(જી.એન.એસ) તા. 5 ગાંધીનગર, * ૨૦૨૩માં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત” ટેબ્લો * ૨૦૨૪માં “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO” ટેબ્લો * ૨૦૨૫માં “આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો અદભૂત સંગમ” ટેબ્લો દ્વારા સતત ત્રીજી વાર પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં દેશની જનતાની પ્રથમ પસંદ બનતું ગુજરાત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં વિવિધ રાજ્યો દ્વારા નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર પ્રસ્તુત કરવામાં આવતા વિવિધ રાજ્યોના ટેબ્લોમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થામેળવીને હેટ્રીક સર્જી છે. ગુજરાતના ટેબ્લોને ૨૦૨૩, ૨૦૨૪ અને ૨૦૨૫ એમ સતત ત્રણ વર્ષ દરમિયાન મળેલી વિજેતા ટ્રોફી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠક સમક્ષ…

Read More