Author: devarshi

PPC 2025એ દેશભરમાં 5 કરોડ ભાગીદારી સાથેનો રેકોર્ડ બનાવ્યો પરીક્ષા પે ચર્ચામાં તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 36 વિદ્યાર્થીઓ પીએમ મોદી સાથે સીધી વાતચીત કરશે (જી.એન.એસ) તા. 6 નવી દિલ્હી, બહુપ્રતીક્ષિત પરીક્ષા પે ચર્ચા 2025 (PPC 2025) 10 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 11 વાગ્યે યોજાવાની છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે અને પરીક્ષાની તૈયારી, તણાવ વ્યવસ્થાપન અને વ્યક્તિગત વિકાસ પર સમજણ આપશે. આ વર્ષે પ્રત્યેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 36 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. જે રાજ્ય/ કેન્દ્રશાસિત પ્રદેશ બોર્ડ સરકારી સ્કૂલો, કેન્દ્રીય વિદ્યાલય, સૈનિક સ્કૂલ, એકલવ્ય મોડેલ રહેણાંક સ્કૂલ, સીબીએસઈ અને નવોદય વિદ્યાલયમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરાઈ છે. જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓ પ્રેરણા શાળા કાર્યક્રમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. કલા ઉત્સવ અને વીર…

Read More

પતિથી અલગ થયા પછી પત્નીના ભરણપોષણ અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો (જી.એન.એસ) તા. 6 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે પતિથી અલગ થયા પછી પત્નીના ભરણપોષણ અંગે એક મોટો નિર્ણય આપ્યો છે જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો મહિલાના પહેલા લગ્ન કાયદેસર રીતે પૂર્ણ ન થયા હોય તો પણ તે તેના બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો મહિલા અને તેના પહેલા પતિ પરસ્પર સંમતિથી અલગ થયા હોય, તો કાયદેસર છૂટાછેડાનો અભાવ તેને બીજા પતિ પાસેથી ભરણપોષણ મેળવવાથી રોકી શકતો નથી. તેલંગાણા હાઈકોર્ટે CrPC ની કલમ 125 હેઠળ મહિલાને તેના બીજા પતિ…

Read More

(જી.એન.એસ) તા. 6 પઠાણમથિટ્ટા, કેરળની બે દિવસીય મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે પઠાણમથિટ્ટા હિન્દુ ધર્મ સંમેલનને સંબોધિત કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન મોહન ભાગવતે કહ્યું હતું કે, તેમાં કોઈ શંકા નથી કે હિન્દુ સમાજ વિશ્વનો ગુરુ બનશે. તેમણે કહ્યું કે હિન્દુ સમાજને પોતાનું જીવન ચાલુ રાખવા માટે હિન્દુ એકતાની જરૂર છે, તેમાંથી શક્તિ નીકળશે, આ સાબિત કરવા માટે અન્ય કોઈ દલીલની જરૂર નથી. દુનિયામાં એક નિયમ છે. જે સમાજ સંગઠિત છે તે સમૃદ્ધ થાય છે. જે સમાજ વિભાજિત છે. સંગઠિત નથી તેનું પતન થાય છે, ઇતિહાસ અને વર્તમાન બંને આ વાતના સાક્ષી છે. મોહન ભાગવતે કહ્યું કે…

Read More

સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે 2015 માં ડેબ્યૂ કર્યા પછી 71 વનડે રમી છે (જી.એન.એસ) તા. 6 ઓસ્ટ્રેલિયન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો મળ્યો છે; સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસે વન ડે ઇન્ટરનેશનલ (ODI) ફોર્મેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ મહિને યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે કાંગારૂ ટીમમાં સ્ટોઇનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે નિવૃત્તિ લઈને બધાને ચોંકાવી દીધા છે. તેમની નિવૃત્તિ પછી, કાંગારૂ ટીમની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે, જ્યાં ટીમ પહેલાથી જ ઘણા ખેલાડીઓની ઇજાઓથી ઝઝૂમી રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે જાહેરાત કરી કે તેણે T20 ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ODI…

Read More

(જી.એન.એસ) તા. 6 નવી દિલ્હી, અમેરિકાથી 104 ભારતીયોને ડિપોર્ટ કરવા અંગે રાજ્યસભામાં વિદેશ મંત્રી એસ જયશંકરના નિવેદનના 10 મહત્વપૂર્ણ મુદ્દાઓ જણાવ્યા હતા- 1. ગેરકાયદેસર સ્થળાંતર રોકવા પર ભાર: જયશંકરે કહ્યું કે જો તેમના નાગરિકો વિદેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હોય તો તેમને પાછા લેવાની જવાબદારી બધા દેશોની છે. 2. કાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે: જયશંકરે કહ્યું કે બધા દેશો માટે ગેરકાયદેસર સ્થળાંતરને નિરુત્સાહિત કરવું અને કાયદેસર માધ્યમો દ્વારા લોકોની અવરજવરને પ્રોત્સાહન આપવું મહત્વપૂર્ણ છે. 3. અમેરિકી સરકાર સાથે સતત વાતચીત: જયશંકરે કહ્યું કે ભારત સરકાર સતત અમેરિકી સરકાર સાથે વાત કરી રહી છે જેથી દેશનિકાલ કરવામાં આવતા ભારતીયો સાથે કોઈ…

Read More

(જી.એન.એસ) તા. 6 અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2025-26 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. અ વર્ષે રૂ. 3 હજાર 200 કરોડનાં વધારા સાથે 14,001 હજાર કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટ દરમિયાન એએમસી દ્વારા શહેરમાં વિકાસકામોની ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત અંતર્ગત વિકસિત અમદાવાદને અનુરૂપ બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાનું AMC કમિશનરે જણાવ્યું છે. અમદાવાદ શહેર વધુ 5 નવા ઓવર તેમ જ અંડર બ્રિજનું આયોજન:- 1. 90 કરોડના ખર્ચે પંચવટી જંક્શન ઓવરબ્રિજનું નિર્માણ કરાશે. 2. સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર 80 કરોડનાં ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ તૈયાર કરાશે3. એસ.પી.રિંગરોડ પર…

Read More

(જી.એન.એસ) તા. 6 નવી દિલ્હી, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (ડીઓટી)એ સાયબર ક્રાઇમ અને નાણાકીય છેતરપિંડીઓ માટે નાગરિકોની સુરક્ષા અને ટેલિકોમ સંસાધનોના દુરુપયોગને રોકવા માટે નીચે મુજબના પગલાં લીધા છે: વધુમાં, ગૃહ મંત્રાલયે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (https://cybercrime.gov.in) પણ શરૂ કર્યું છે, જેથી લોકો તમામ પ્રકારના સાયબર ગુનાઓની જાણ કરી શકે. ડીઓટીએ ટેલિકોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા માટે ટેલિકોમ સાયબર સિક્યુરિટી રૂલ્સ અને ક્રિટિકલ ટેલિકમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર રૂલ્સને અનુક્રમે 21.11.2024 અને 22.11.2024ના રોજ ટેલિકમ્યુનિકેશન્સ એક્ટ, 2023ની કલમ 22 હેઠળ સૂચિત કર્યા છે. ડીઓટીએ ભારતીય ટેલિકોમ નેટવર્ક પર સંભવિત સાયબર જોખમોને શોધી કાઢવા અને હિતધારકોને જરૂરી કાર્યવાહી માટે ચેતવણીઓ પૂરી પાડવા માટે ટેલિકોમ સિક્યુરિટી ઓપરેશન સેન્ટર (ટીએસઓસી)ની સ્થાપના કરી છે. ડીઓટી નાગરિકો સાથે સંકળાયેલું છે અને તેમને સોશિયલ…

Read More

ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર (જી.એન.એસ) તા. 6 ગઢવાલ, આ વર્ષે એપ્રિલ મહિનામાં શરૂ થનારી પવિત્ર ચારધામ યાત્રા માટે બુકિંગ વ્યવસ્થામાં એક ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં હવેથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની સાથે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે જેથી ઈન્ટરનેટનો ઉપયોગ ન કરી શકતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. અધિકારીઓએ જણાવ્યું કે ચારધામ યાત્રાને લઈને અહીંયા યાત્રા ટ્રાન્ઝિટ કેમ્પ સંકુલમાં ગઢવાલ ડિવિઝનના કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં યાત્રા પ્રશાસને અગાઉની ભૂલોમાંથી બોધપાઠ લઈને આ વખતે પેસેન્જર રજિસ્ટ્રેશનની સિસ્ટમમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષે, 30 એપ્રિલે અક્ષય તૃતીયાના તહેવાર પર ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા…

Read More

આણંદમાં NRI બન્યો હની ટ્રેપનો શિકાર (જી.એન.એસ) તા. 6 અમદાવાદ/આણંદ, આણંદના એક NRI યુવક સોશિયલ મીડિયામાં જાણ્યા અજાણી વ્યક્તિ જોડે ફ્રેંડશિપ કરવી ભારે પડી. સુરતની એક ગેંગે હની ટ્રેપમાં ફસાવી નાણાંની માંગણી કરતા આણંદ એલસીબીએ છટકુ ગોઠવી આ ગેંગના ત્રણ શખ્સો સહિત એક મહિલાની અમદાવાદથી ધરપકડ કરી ગુનો નોંધ્યો છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આણંદ જિલ્લામાં મોટી માત્રામાં વિદેશમાં વસતા NRI ઓ વતન આવ્યા છે. ત્યારે આવા NRI ઓને ટાર્ગેટ કરી હની ટ્રેપમાં ફસાવી નાણા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે. અમેરિકાના ન્યુજર્સીમાં રહેતા મનીષ ઘનશ્યામભાઈ પટેલ ને આ ટોળકી દ્વારા ફેસબુક…

Read More

(જી.એન.એસ) તા. 6 સિએટલ, અમેરિકાના વોશિંગ્ટનમાં વધુ એક વિમાન અકસ્માત થયો હતો, આ અકસ્માત વોશિંગ્ટનના સૌથી મોટા શહેર સિએટલના એરપોર્ટ પર થયો હતો, પરંતુ સદનસી બે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. મુસાફરોમાં ચીસો પડી રહ્યા હતા. પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. ખરેખર, સિએટલ ટાકોમા એરપોર્ટ પર ટેક્સી ચલાવતી વખતે જાપાન એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સના વિમાનો અથડાયા હતા. આ વિમાન અકસ્માત બાબતે મળતી માહિતી મુજબ એરપોર્ટ પર લગાવેલા સીસીટીવી કેમેરામાં વિમાન બીજા વિમાન સાથે અથડાયેલું જોઈ શકાય છે. ખરેખર, ડેલ્ટા એરલાઇન્સનું બોઇંગ 737 વિમાન 142 મુસાફરો સાથે ટેકઓફ માટે તૈયાર હતું. આ ફ્લાઇટ મેક્સિકોના પ્યુઅર્ટો વલ્લર્ટા શહેર જવાની હતી.…

Read More