Author: devarshi

(જી.એન.એસ) તા. 15 વિવેક ઓબેરોય, સુનીલ શેટ્ટી અને સૂરજ પંચોલીની મચઅવેટેડ બાયોપિક ‘કેસરી વીર- લિજેન્ડ ઓફ સોમનાથ’ નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ મેકર્સ તેનું ટીઝર ઓફિશિયલ રીતે રિલીઝ કર્યું છે, જેમાં ફિલ્મની સ્ટોરી ખૂબ જ રસપ્રદ લાગે છે સાથેજ લોકોને પણ ટીઝર પણ ખૂબ ગમી રહ્યું છે. પેનોરમા સ્ટુડિયોએ સોશિયલ મીડિયા પર ટીઝર શેર કર્યું અને લખ્યું, કેસરીવીર – ધર્મ, આસ્થા અને પવિત્ર ભૂમિ #સોમનાથ #હરહરમહાદેવ, લિજેન્ડ્સઓફ સોમનાથ #અનસંગવોરિયર્સ ની રક્ષા માટેનો યુદ્ધ. 14 માર્ચ, 2025 ના રોજ વિશ્વભરના થિયેટરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ હમીરજી ગોહિલ નામના એક બહાદુર યોદ્ધાની આસપાસ ફરે છે, જે પવિત્ર સોમનાથ મંદિરનું રક્ષણ…

Read More

(જી.એન.એસ) તા. 15 અમદાવાદ, ભાજપના નેતા અને ધારાસભ્ય અમિત શાહે ચંડોળા તળાવ દબાણ લઈને પત્ર લખ્યા છે. ધારાસભ્ય અમિત શાહે પત્રમાં લખ્યું કે, ‘ચંડોળા તળાવમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો દુર કરવા તારીખ 07/02/2025ના રોજ પત્ર લખેલ, વધારામાં આપને જણાવવાનુ કે, હાલમાં ત્યાં અ.મ્યુ.કોને કેટલાક તત્વો કચરો/ પુરણી ઠાલવી નવી વસાહતો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ અંગે માન.કલેક્ટર સાહેબને ત્યાં મેસેજ, ફોટો, વીડિયો મોકલેલ છે, આપને પણ આ સાથે ફોટા વિડિયો મોકલી રહ્યો છું, આશા રાખુ છુ કે આપ નવી વસાહત બનતા રોકશો અને ભુતકાળમાં બનેલી ગેરકાયદેસર વસાહતો દુર કરશો.’ નોંધનીય છે કે, ધારાસભ્ય અમિત શાહે પણ આ દબાણો હટાવવા માટે…

Read More

ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી એ.કે. શર્માએ મઉમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો (જી.એન.એસ) તા. 15 લખનૌ, ઉત્તર પ્રદેશના શહેરી વિકાસ અને ઉર્જા મંત્રી શ્રી એ.કે. શર્માજી એક દિવસીય મુલાકાતે તેમના ગૃહ જિલ્લા મઉ પહોંચ્યા અને ત્યાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લીધો. મંત્રીના ગૃહ જિલ્લા મઉ પહોંચતા, ભાજપના કાર્યકરો અને સમર્થકો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. મઉ પહોંચ્યા પછી, મંત્રીએ મોહમ્મદાબાદ ગોહનામાં શહીદ ભગતસિંહ ચાર રસ્તા ખાતે સ્થિત શહીદની પ્રતિમાને માળા અર્પણ કરી હતી. શહેરી વિકાસ મંત્રી શ્રી એ.કે. શર્માએ ગાઝીપુર તિરાહા, સહદતપુર, મઉ ખાતે સ્થિત સરકારી ITI કેમ્પસમાં આયોજિત રોજગાર કુંભ ‘મુખ્ય…

Read More

(જી.એન.એસ) તા. 15 મુંબઈ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ની આગેવાનીવાળી મહારાષ્ટ્ર સરકારે બળજબરીથી ધર્મ પરિવર્તન અને ‘લવ જેહાદ’ કેસ સામેના નવા કાયદાના પાસાઓનો અભ્યાસ કરવા માટે રાજ્યના DGPની અધ્યક્ષતામાં સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિમાં મહિલા અને બાળ કલ્યાણ, લઘુમતી બાબતો, કાયદો અને ન્યાયતંત્ર, સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગના સચિવો અને ગૃહ વિભાગના નાયબ સચિવનો સમાવેશ થાય છે. શુક્રવારે મોડી રાત્રે જારી કરાયેલા સરકારી ઠરાવ (GR) મુજબ, સમિતિ રાજ્યની વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ કરશે અને ‘લવ જેહાદ’ અને બળજબરીથી ધર્માંતરણની ફરિયાદોનો સામનો કરવા માટે પગલાં સૂચવશે. આ સમિતિ અન્ય રાજ્યોમાં બનેલા કાનૂની પાસાઓ અને કાયદાઓની પણ તપાસ કરશે. કોંગ્રેસના…

Read More

દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર (જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી/અમદાવાદ, દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસનાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે પણ ગુજરાત કોંગ્રેસ માટે એક મોટો ઝટકો પણ કહી શકાય કારણ કે, બે ગુજરાતી નેતાઓને કોંગ્રેસનાં રાષ્ટ્રીય સંગઠનમાંથી બહાર કરાયા છે. ભરતસિંહ સોલંકી અને દીપક બાબરીયાને રાષ્ટ્રીય કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી અને પ્રભારીનાં પદેથી હટાવાયા છે. જ્યારે, છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલને રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી બનાવાયા છે. માહિતી અનુસાર, કોંગ્રેસ પાર્ટીએ પંજાબ, બિહાર, મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યોમાં નવા પ્રભારીની નિમણૂક પણ કરી છે. દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી પોતાનું…

Read More

(જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી, દિલ્હી વિધાનસભામાં કારમી હાર બાદ આમ આદમી પાર્ટી (આપ) ને વધુ એક મોટો ઝટકો મળ્યો છે જેમાં આમ આદમી પાર્ટીના ત્રણ વર્તમાન કાઉન્સિલરો દ્વારા આપનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ ત્રણેય કાઉન્સિલરોને પાર્ટીનું સભ્યપદ આપ્યું છે. ખૂબ મહત્વની વાત છે કે, દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી આ વર્ષે એપ્રિલમાં યોજાવાની છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ હવે MCDમાં પણ ભાજપનો દબદબો રહેશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો પર જીત મેળવી છે જ્યારે AAPને 22 બેઠકો મળી છે. મેયરની છેલ્લી ચૂંટણી નવેમ્બર 2024માં યોજાઈ હતી પરંતુ કાર્યકાળ માત્ર પાંચ મહિનાનો છે. ત્યારે…

Read More

(જી.એન.એસ) તા. 15 નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) એ ભાજપના ‘શીશમહલ’ના આરોપોની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં સીવીસીના આદેશ પર નવેમ્બરથી તપાસ ચાલી રહી હતી. 5 ડિસેમ્બર 2024 ના રોજ, વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ પર આધારિત એક વાસ્તવિક અહેવાલ CPWD ના મુખ્ય તકેદારી અધિકારી (CVO) દ્વારા CVCને સુપરત કરવામાં આવ્યો હતો. 13 ફેબ્રુઆરી 2025 ના રોજ તથ્યપૂર્ણ અહેવાલની તપાસ કર્યા પછી, CVC એ CPWD ના CVO ને આ બાબતે વિગતવાર તપાસ કરવા કહ્યું. આ મામલે પ્રારંભિક અહેવાલ મળ્યા બાદ હવે વિગતવાર તપાસનો આદેશ…

Read More

(જી.એન.એસ) તા. 15 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર એક બોલેરો અને બસ અથડાતા અકસ્માતની ઘટના બની હતી જેમાં 10 શ્રદ્ધાળુઓના કરૂણ મોત થયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા. આ અકસ્માત મોડી રાત્રે 2.30 વાગ્યે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા વિસ્તારમાં થયો હતો. વિગતો એવી પણ સામે આવી છે કે, ટક્કર એટલી ગંભીર હતી કે બોલેરોનો આગળનો ભાગ તૂટી ગયો. ભક્તોને રસ્તા પર ફેંકી દેવામાં આવ્યા. ઘણા શ્રદ્ધાળુઓ બોલેરોમાં ફસાઈ ગયા હતા. બોલેરોમાંથી મૃતદેહ કાઢવામાં પણ 3 કલાક લાગ્યાં હોવાનું સામે આવ્યું છે. અકમાત બાદ પોલીસે તપાસ હાથ ધરી દીધી છે અને શ્રદ્ધાળુઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે.…

Read More

(જી.એન.એસ) તા. 15 મુંબઈ, મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલી ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના ભૂતપૂર્વ જનરલ મેનેજર હિતેશ પ્રવિણચંદ મહેતા પર બેંકમાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લાગ્યા છે. આ કૌભાંડ ત્યારે થયું જ્યારે હિતેશભાઈ બેંકના જનરલ મેનેજર હતા અને દાદર, ગોરેગાંવ શાખા માટે જવાબદાર હતા. એવો આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કર્યો અને બંને શાખાઓના ખાતામાંથી 122 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક પર કડક નિયંત્રણો લાદ્યા હતા. આ પ્રતિબંધ પછી, બેંક ન તો કોઈને નવી લોન આપી શકશે અને ન તો હાલની લોન રિન્યુ કરી શકશે. ઉપરાંત, બેંક…

Read More

મહાકુંભ માટે પ્રયાગરાજ એરપોર્ટ પહોચી 650થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટ્સ; 11 ફેબ્રુઆરીએ 71 ચાર્ટર્ડ વિમાનોની લૅન્ડિંગ સાથે નવો રેકોર્ડ (જી.એન.એસ) તા. 15 પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ એરપોર્ટ પર મહાકુંભ માટે આવતા ભક્તોનો નવો રેકોર્ડ સર્જાયો છે, મહાકુંભ માત્ર પગપાળા ચાલીને આવતા શ્રદ્ધાળુઓનો મેળાવડો નથી, પરંતુ હવે તે દેશ-વિદેશના શ્રીમંત અને શક્તિશાળી લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ધર્મ અને ભક્તિ સાથે જોડાયેલો આ મહાકુંભમાં હવે શ્રીમંત લોકોનું આગમન પણ જોવા મળી રહ્યું છે. અહીં અનેક ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ અને જાણીતા વ્યક્તિઓ પોતાના ખાનગી જેટ અને ચાર્ટર્ડ વિમાનો દ્વારા અહીં પહોંચી રહ્યા છે. મહાકુંભ દરમિયાન હજારો સેલિબ્રિટીઓ, વિદેશી રાજદ્વારીઓ અને…

Read More