Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોકલીયર ઈમ્પ્લાન્ટ પ્રોગ્રામના લાભાર્થી બાળકો સાથે સાયન્સ સિટીમાં સંવાદ સાધ્યો, મુખ્યમંત્રીશ્રીનો વાત્સલ્યભાવ જોઈને બાળકો ખીલી ઊઠ્યાં
- ઈરાન યુદ્ધ અંગે મતભેદો વચ્ચે ટ્રમ્પના ગુપ્તચર વડા તુલસી ગેબાર્ડે રાજીનામું આપ્યું
- ૧૯મા રોજગાર મેળામાં પીએમ મોદીએ ૫૧,૦૦૦ થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કર્યું
- નવા નવા ભાજપમાં જોડાયેલા રાઘવ ચઢા ને ભાજપે ઇનામ આપ્યું!?
- અમેરિકા-ઈરાન વાટાઘાટો સફળતાની નજીક હોવાથી પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર ઈરાન પહોંચ્યા
- લદ્દાખમાં ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, એક વરિષ્ઠ અધિકારી સહિત ત્રણ ઘાયલ
- ભારતે ઓડિશા રેન્જથી ટૂંકા અંતરની અગ્નિ-1 બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું
- ચીનમાં કોલસાની ખાણમાં વિસ્ફોટ, ઓછામાં ઓછા 82 લોકોના મોત, અનેક લોકો ભૂગર્ભમાં ફસાયા હોવાની આશંકા
- આજનું રાશિફળ (૨૩/૦૫/૨૦૨૬)
- આજ નું પંચાંગ (૨૩/૦૫/૨૦૨૬)
- બ્રિટન લાઇવ ફેશિયલ રેકગ્નિશન અપનાવવામાં અગ્રણી છે
- બર્લિનની હોસ્પિટલમાં દાખલ યુએસના ઇબોલા દર્દી ગંભીર રીતે બીમાર નથી, પરિવારનો ટેસ્ટ નેગેટિવ આવ્યો
Author: Business
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૨.૦૭.૨૦૨૫ ના રોજ.. બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૨૦૦ સામે ૮૨૫૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૨૧૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૨૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩ પોઈન્ટના ઘટાડા સાથે ૮૨૧૮૬ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૭ સામે ૨૫૧૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૦૭૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૩૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
વૈશ્વિક વીસી રોકાણ પ્રવૃત્તિમાં ધીમી ગતિ વચ્ચે ભારતમાં આ વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા હોવા છતાં ઘરઆંગણે વેન્ચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટની સારી કામગીરી જોવા મળી છે. વર્ષ ૨૦૨૫ના માર્ચ ત્રિમાસિકની સરખામણીએ જૂન ત્રિમાસિકમાં ૩૫૫ કરાર મારફત દેશમાં વેન્ચર કેપિટલ (વીસી) ઈન્વેસ્ટમેન્ટ વધી ૩.૫૦ અબજ ડોલર રહ્યું છે. માર્ચ ત્રિમાસિકમાં ૪૫૬ સોદામાં કુલ ૨.૮૦ અબજ ડોલરનું વીસી રોકાણ આવ્યું હતું. એકંદર એશિયા વીસી ક્ષેત્રની વાત કરીએ તો, ભારતની કામગીરી તેના કરતા શ્રેષ્ઠ રહી છે. વિશ્વ સ્તરે વીસી ઈન્વેસ્ટમેન્ટના સૌથી વધુ સોદા અમેરિકામાં જોવા મળ્યા છે. દેશના મહત્વના ક્ષેત્રો જેમ કે ફિનટેક, હેલ્થટેક તથા લોજિસ્ટિકસમાં રોકાણકારોનો મજબૂત રસ રહ્યો છે, જે ભારતની…
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીઓના મુખ્ય નફામાં ઘટાડો થયો છે, જ્યારે કોમોડિટી અને ઇંધણના ભાવમાં નરમાઈને કારણે ત્રિમાસિક ગાળા દરમિયાન માર્જિનમાં વધારો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૬ ના એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં, કંપનીઓના કાચા માલની કિંમત ૧૦.૧% ઓછી હતી અને EBITDA માર્જિન ૧૩૦ બેસિસ પોઈન્ટ વધીને ૧૪ – ક્વાર્ટરની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૬ના પ્રથમ ક્વાર્ટરમાં સર્વેમાં સામેલ કંપનીઓની કુલ અન્ય આવક, જેમાં એક વખતનો લાભ પણ શામેલ છે, તે ૬૫.૬% વધીને લગભગ રૂ. ૭૩,૦૦૦ કરોડ થઈ હતી, જે ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીઓના કર પહેલાંના નફાના ૫૦.૩% છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન)ના પ્રારંભિક પરિણામો…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૭.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૫૭ સામે ૮૧૯૧૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૫૧૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૭૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૨ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૨૦૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૦૩૨ સામે ૨૪૯૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૪૯૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૯૫ પોઈન્ટના ઉછાળા…
યુએસ વહીવટીતંત્રે ભારત પર લાદવામાં આવેલી ૨૬% ડયુટીને અસ્થાયી રૂપે બંધ કર્યા પછી ભારતના નિકાસકારો હાલમાં ૧૦%ની બેઝ ડયુટીને પાત્ર છે. ડેટા એ પણ દર્શાવે છે કે જૂનમાં વેપાર ખાધ ઘટીને ૧૮.૭૮ અબજ ડોલરની ૪ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે કારણ કે મહિનામાં આયાત અને નિકાસ બંનેમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે જૂનમાં વેપાર ખાધ ૨૦.૮૪ અબજ ડોલર હતી અને એક મહિના અગાઉ ૨૧.૮૮ અબજ ડોલર હતી. વાણિજ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, જૂનમાં અમેરિકામાં વેપારી માલની નિકાસ વાર્ષિક ધોરણે ૨૩.૫% વધીને ૮.૩ અબજ ડોલર થઈ હતી. જોકે, આ સમયગાળા દરમિયાન કુલ નિકાસમાં ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૫ની…
રોકાણકારોમાં નવેસરના આશાવાદ, વિકસિત દેશો દ્વારા નિયમનકારી માળખા માટેના માર્ગને મંજુરી તથા સ્પોટ ઈટીએફસમાં જંગી ઈન્ફલોસને પરિણામે ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપનો આંક પ્રથમ જ વખત ૪ ટ્રિલિયન ડોલરને આંબી ગયો છે. જોખમી એવી આ ડિજિટલ કરન્સીસ માટે નિયમનકારી માળખાની રચનાની જોગવાઈ સાથેના ખરડાને અમેરિકાના લોક પ્રતિનિધિ ગૃહે આ સપ્તાહમાં મંજુર કરી દીધો છે. આ ધારાને કારણે રોકાણકારોમાં ક્રિપ્ટોસ સંદર્ભમાં વિશ્વાસમાં વધારો થશે અને તે પ્રત્યેનો અભિગમ પણ બદલાશે. વર્તમાન કેલેન્ડર વર્ષના પ્રારંભથી સર્વ એસેટ કલાસમાં ૩૦% સાથે મુખ્ય ક્રિપ્ટો બિટકોઈને રોકાણકારોને સૌથી વધુ વળતર પૂરું પાડયું છે. નવા એકસચેન્જ ટ્રેડેડ પ્રોડકટસના લોન્ચિંગને રોકાણકારોનો પ્રતિસાદ મળી રહ્યો છે. વિતેલા સપ્તાહમાં બિટકોઈને…
યુપીઆઈ દ્વારા મલ્ટીપલ બેન્ક ખાતાઓને એક જ મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરી ગણતરીની સેકન્ડમાં પેમેન્ટ થઈ રહ્યા છે. આજે ભારતમાં દરમહિને ૧૮ અબજથી વધુ ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે. જૂન ૨૦૨૫માં યુપીઆઈએ ૧૮.૩૯ અબજના ટ્રાન્ઝેક્શન દ્વારા ૨૪.૦૩ લાખ કરોડ રૂપિયાની ચૂકવણી થઈ છે. ગયા વર્ષે જૂનમાં આ આંકડો ૧૩.૮૮ અબજ ટ્રાન્ઝેક્શન થયા હતાં. જે છેલ્લા એક વર્ષમાં લગભગ ૩૨%નો વધારો દર્શાવે છે. ભારત ઝડપી ડિજિટલ ચુકવણીના સંદર્ભમાં હવે વિશ્વમાં અગ્રણી બન્યું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના નવા અહેવાલ ‘રિટેલ ડિજિટલ પેમેન્ટ્સ ગ્રોઇંગ ટ્રેન્ડ : ઈમ્પોર્ટન્ટ્સ ઓફ ઇન્ટરઓપરેબિલિટી’ અનુસાર, ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આ ક્રાંતિનો મુખ્ય આધાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન…
વેસ્ટેડ ફાઇનાન્સના ‘ગ્લોબલ ઇન્વેસ્ટિંગ બિહેવિયર રિપોર્ટ’ અનુસાર એપ્રિલથી જૂન ૨૦૨૫ના ક્વાર્ટરમાં ભારતીયોએ અમેરિકન ચિપ કંપની એનવીડિયામાં સૌથી વધુ ટ્રેડિંગ કર્યું હતું. એનવીડિયા તાજેતરમાં ૪ ટ્રિલિયન ડોલરની માર્કેટકેપ હાંસલ કરનાર પ્રથમ કંપની બની છે. રિપોર્ટ અનુસાર ખરીદીમાં એનવીડિયાનો હિસ્સો ૬.૪% અને વેચાણમાં ૮.૩% હતો. સૌથી વધુ નેટ ઈન્વેસ્ટમેન્ટ ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટમાં કરવામાં આવ્યું હતું. ગૂગલમાં યુનિક ભારતીય રોકાણકારોની સંખ્યામાં ૧૧૩%નો બમ્પર વધારો થયો હતો. આ ઉપરાંત, ભારતીયોએ ટેસ્લા, એએમડી અને એપલ જેવા મોટા શેરોમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભારતીય રોકાણકારો હવે સ્થાનિક શેરમાર્કેટોથી આગળ વધીને વિશ્વ ફલક પર રોકાણ કરી રહ્યાં છે. ખાસ કરીને અમેરિકાના બજારોમાં ભારતીયો રોકાણ વધારી…
વૈશ્વિક નિકાસ બજારમાં ભારતના ઈલેકટ્રોનિકસ ઉદ્યોગે ભારે જહેમત બાદ સ્પર્ધાત્મકતા હાંસલ કરી છે ત્યારે ચીનની આડોડાઈને કારણે આ સ્પર્ધાત્મકતા છીનવાઈ જશે એટલુ જ નહીં પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમ હેઠળ થઈ રહેલા લાભો પણ ધોવાઈ જશે એમ ઈન્ડિયા સેલ્યુલર એન્ડ ઈલેકટ્રોનિકસ એસોસિએશન વતિ દાવો કરાયો છે અને આ સંદર્ભમાં દરમિયાનગીરી કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. ચીન દ્વારા અનૌપચારિક રીતે લાગુ કરાયેલા વિવિધ પ્રતિબંધોને કારણે દેશના ૩૨ અબજ ડોલરના નિકાસલક્ષી સ્માર્ટફોન તથા ઈલેકટ્રોનિકસ ઉદ્યોગ સામે જોખમ ઊભા થવાની શકયતા જણાતા ઉદ્યોગ દ્વારા સરકાર સમક્ષ ચિંતા વ્યકત કરવામાં આવી છે. ચીન દ્વારા હાથે કરીને લાગુ કરાયેલા પ્રતિબંધોને કારણે ઈલેકટ્રોનિકસ…
વર્ષ ૨૦૨૫ના પ્રથમ પાંચ મહિનામાં પાંખા કામકાજ પછી જૂનમાં ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) દ્વારા ભંડોળ એકત્ર કરવાની પ્રવૃત્તિમાં ફરી ધમધમાટ જોવાયો હતો. આ પ્રવૃત્તિ વર્ષના બીજા અર્ધવાર્ષિકમાં મજબૂત રહી શકે છે. બજારના સુધારાને કારણે, કંપનીઓને મોટા ઇશ્યૂ માટે અનુકૂળ મૂલ્યાંકન મળ્યું. વર્ષ ૨૦૨૫ના પ્રથમ પાંચ મહિનામાં, ૧૩ કંપનીઓએ ક્યુઆઈપી દ્વારા રૂ.૧૫૪૦૮ કરોડ એકત્ર કર્યા હતા, જ્યારે ૨૦૨૪ના પ્રથમ પાંચ મહિનામાં, ૩૦ કંપનીઓએ તેના દ્વારા રૂ. ૨૯૫૧૮ કરોડ એકત્ર કર્યા હતા. આ વર્ષે જૂનમાં, કંપનીઓએ રૂ. ૧૪૦૮૫ કરોડ એકત્ર કર્યા હતા. જૂન ૨૦૨૪માં, સાત કંપનીઓએ ક્યુઆઈપી દ્વારા કુલ રૂ.૩૦૦૯ કરોડ એકત્ર કર્યા હતા. વર્ષ ૨૦૨૫માં અત્યાર સુધીમાં, ૨૨ કંપનીઓએ રૂ.૩૦૫૩૫ કરોડ…
