Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
- સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં સાર્વત્રિક તેજી…!!
- ટેરિફ વોરથી બેંકો અને MSME ક્ષેત્ર પર દબાણ : એનપીએમાં વધારાની ભીતિ
- આઈપીઓ થકી નાણાં ઊભા કરવામાં ભારત વિશ્વમાં ચોથા ક્રમે…!!
- સપ્ટેમ્બર માસમાં ઈલેક્ટ્રિક પેસેન્જર વાહનોના વેચાણમાં ૧૦૦%થી વધુ ઉછાળો…!!
- ગોલ્ડ ETFમાં ચોથા મહિને પણ મજબૂત ઈન્ફલો : ભારત એશિયામાં ટોચે
- આજ નું રાશિફળ (10/10/2025)
- આજ નું પંચાંગ (10/10/2025)
- વર્ષ 2018 બિટકોઈન મામલામાં દોષિત ઠેરવવાના સેશન્સ કોર્ટના આદેશને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો
- ‘ન્યુક્લિયર એનર્જીની ઉપયોગિતા’ પર CEO રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઈ
- વર્લ્ડ બેંકના સાઉથ એશિયા રિજનના વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત જોહાનિસ ઝુટની મુખ્યમંત્રીશ્રી ની સાથે વન ટુ વન બેઠક
- કર્ણાટકમાં મહિલા કર્મચારીઓ માટે માસિક સ્રાવની રજાને મંજૂરી આપવામાં આવી
- કફ સિરપ વિવાદ: બાળકોના મૃત્યુ બદલ કોલ્ડ્રિફ બનાવનાર સ્રેસન ફાર્માના માલિકની ધરપકડ
Author: Nikhil Bhatt - Business Editor
Nikhil Bhatt is global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૭૨ સામે ૮૨૦૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૨૦૭૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૫૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૭૩ સામે ૨૫૨૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૨૫૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૧૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૭ પોઈન્ટના…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વધારાની ટેરિફ નીતિએ ભારતીય અર્થતંત્ર સામે નવો પડકાર ઉભો કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ “ટેરિફ વોર” માત્ર નિકાસ ક્ષેત્ર માટે નહીં, પરંતુ બેંકો અને MSME સેક્ટર માટે પણ જોખમરૂપ બની શકે છે. સ્થાનિક રેટિંગ એજન્સી ક્રિસિલના તાજેતરના અહેવાલ અનુસાર ટ્રમ્પના ટેરિફ યુદ્ધના સીધા પ્રભાવથી નાના અને મધ્યમ ઉદ્યોગોની લોન ચૂકવણી ક્ષમતા પર દબાણ આવી શકે છે. ટેરિફ વધતા તેમની કમાણી અને નિકાસ બંને ઘટશે, જેના કારણે બેંકોની બાકી લોન (NPA) વધવાની આશંકા છે. અહેવાલ મુજબ, MSME ક્ષેત્રમાં NPA નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંત સુધીમાં ૩.૯% સુધી પહોંચી શકે છે, જ્યારે વર્ષ ૨૦૨૪-૨૫માં તે ૩.૫૯% હતી.…
વર્ષ ૨૦૨૫માં ભારતીય પ્રાઈમરી માર્કેટમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. આઈપીઓ મારફત ભંડોળ ઊભા કરવામાં ભારત વૈશ્વિક સ્તરે ચોથા ક્રમે પહોંચ્યું છે. ચાલુ વર્ષે ભારતીય કંપનીઓએ કુલ ૧૪.૨૦ અબજ ડોલર, એટલે કે અંદાજીત રૂ.૮૫,૨૪૦ કરોડ ઊભા કર્યા છે. રિસર્ચ રિપોર્ટ અનુસાર, અમેરિકાએ આઈપીઓ મારફતે ૫૨.૯૦ અબજ ડોલર ભંડોળ ઊભું કરી પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે હોંગકોંગ ૨૩.૪૦ અબજ ડોલર સાથે બીજા અને ચીન ૧૬.૨૦ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે રહ્યા છે. ભારતમાં અત્યાર સુધી આશરે ૭૪ કંપનીઓએ આઈપીઓ દ્વારા મૂડી ઊભી કરી છે. તાજેતરના કેટલાક મોટા જાહેર ભરણાં મળીને રૂ.૩૦,૦૦૦ કરોડ જેટલું ભંડોળ ઊભું કરવાના લક્ષ્યાંક સાથે આગળ વધી…
ભારતમાં ઇલેક્ટ્રિક વાહન (EV) બજાર તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડા મુજબ, સપ્ટેમ્બર ૨૦૨૫માં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોનું વેચાણ બમણાથી વધુ વધીને ૧૫૩૨૯ યુનિટ થયું છે, જ્યારે ગયા વર્ષે આ આંકડો ૬,૧૯૧ યુનિટ હતો. ટાટા મોટર્સે ફરી એકવાર બજારમાં અગ્રણી સ્થાન જાળવી રાખ્યું છે. કંપનીએ સપ્ટેમ્બર માસમાં ૬૨૧૬ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ કર્યું, જે ગયા વર્ષની સરખામણીએ ૬૨% નો ઉછાળો દર્શાવે છે. તેનું કુલ EV વેચાણ (સ્થાનિક અને નિકાસ સહિત) ૯૬% વધીને ૯૧૯૧ યુનિટ થયું છે. વર્તમાન ક્વાર્ટરમાં ટાટાના ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ લગભગ ૨૫,૦૦૦ યુનિટ સુધી પહોંચી ગયું છે, જે તેના…
ભારતમાં ગોલ્ડ ETF સ્કીમોમાં રોકાણકારોનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં ગોલ્ડ -લિંક્ડ ફંડ્સમાં રેકોર્ડ ૯૦૨ મિલિયન ડોલર, એટલે કે અંદાજે રૂ.૭૬૦૦ કરોડનો ઈન્ફલો નોંધાયો છે. ઓગસ્ટની સરખામણીએ આ વધારો આશરે ૨૮૫% રહ્યો છે. આ સાથે સતત ચોથા મહિને ઈન્ફલો વધારાનો ટ્રેન્ડ નોંધાયો છે, જે એશિયામાં અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે. સમગ્ર એશિયામાં ગોલ્ડ ETFમાં સપ્ટેમ્બર દરમિયાન ૨.૧ અબજ ડોલર (અંદાજે રૂ.૧૭૭૦૦ કરોડ)નું રોકાણ આવ્યું છે, જેમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું છે. ચીનમાં ૬૨૨ મિલિયન ડોલર (રૂ.૫૨૦૦ કરોડ) અને જાપાનમાં ૪૧૫ મિલિયન ડોલર (રૂ.૩૫૦૦ કરોડ)ના ઈન્ફલો જોવા મળ્યા છે. વૈશ્વિક સ્તરે જર્મની ૮૧૧ મિલિયન ડોલર (રૂ.૬૮૦૦ કરોડ)ના ઈન્ફલો…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૧૦.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૭૭૩ સામે ૮૧૯૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૬૬૭ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૫૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૯૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૧૭૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૧૨૦ સામે ૨૫૧૫૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૨૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૩ પોઈન્ટના…
શેરબજારમાં વધતી વોલેટિલિટીને કારણે નવા ડીમેટ ખાતા ખોલાવવાની ગતિ ધીમી પડી છે. ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં નવા ડીમેટ ખાતાની સંખ્યામાં ૪૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તાજેતરના આંકડા મુજબ, જાન્યુઆરીથી સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન કુલ ૨.૧૮ કરોડ નવા ડીમેટ ખાતા ખોલાયા છે, જ્યારે ગયા વર્ષે આ જ ગાળામાં ૩.૬૧ કરોડ ખાતા ખોલાયા હતા. આ રીતે, એક વર્ષમાં આશરે ૧.૪૦ કરોડ ખાતાઓનો ઘટાડો નોંધાયો છે. હાલ દેશમાં ડીમેટ ખાતાની કુલ સંખ્યા ૨૦.૭૦ કરોડ સુધી પહોંચી ગઈ છે, જે ૨૦૨૧માં ફક્ત ૬.૯૦ કરોડ હતી – એટલે કે છેલ્લા ચાર વર્ષમાં ત્રણગણો વધારો થયો છે. સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી એનએસડીએલ પાસે ૪.૧૯ કરોડ અને સીડીએસએલ…
વિશ્વ વેપાર સંગઠન (WTO) એ ૨૦૨૫ માટે વૈશ્વિક વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને ૨.૪% કર્યો છે, જે અગાઉના ૦.૯%ના અનુમાન કરતા નોંધપાત્ર સુધારો છે. સંગઠનના જણાવ્યા મુજબ, વર્ષના પ્રથમ છ મહિનામાં અપેક્ષા કરતા વધુ સારા પ્રદર્શનના આધારે આ સુધારેલો અંદાજ જાહેર કરવામાં આવ્યો છે. નિકાસ અને આયાતની સરેરાશથી માપવામાં આવેલી વૈશ્વિક માલ વેપાર વૃદ્ધિ વર્ષના પ્રથમ છ મહિનામાં ૪.૯% રહી હતી, જ્યારે ડોલર મૂલ્યના આધારે વૈશ્વિક વેપારનું કુલ મૂલ્ય ૬% વધ્યું હતું. ૨૦૨૪માં ૨%ની વૃદ્ધિ બાદ આ વધારો નોંધાયો છે. WTOએ એપ્રિલમાં વિશ્વ વેપાર વોલ્યુમમાં ૦.૨%ના ઘટાડાનો અંદાજ વ્યક્ત કર્યો હતો, જ્યારે અમેરિકા દ્વારા ટેરિફ યુદ્ધના સંકેતો સામે આવ્યા હતા. હવે…
કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા ચોખ્ખા ઇક્વિટી રોકાણે રૂ.૪ લાખ કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ વર્ષે અત્યાર સુધીમાં સ્થાનિક ફંડ મેનેજરોએ કુલ રૂ.૪.૦૨ લાખ કરોડનું રોકાણ સ્થાનિક ઇક્વિટીમાં કર્યું છે. પાછલા વર્ષના રૂ.૪.૩ લાખ કરોડના રેકોર્ડ રોકાણ પછી, જો હાલની ગતિ જળવાઈ રહી તો ફંડ હાઉસો ૫ લાખ કરોડના સ્તર સુધી પહોંચી શકે છે. આ વર્ષ મ્યુચ્યુઅલ ફંડ્સ માટે ઇક્વિટી ખરીદીનું સતત પાંચમું વર્ષ છે. કોરોના બાદના મજબૂત વળતરો સાથે રોકાણકારોનો વિશ્વાસ યથાવત રહ્યો છે. ખાસ નોંધનીય એ છે કે સુસ્ત બજાર પરિસ્થિતિ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા થયેલી વેચવાલી વચ્ચે પણ મ્યુચ્યુઅલ ફંડ્સનો રોકાણ પ્રવાહ…
જ્યારે જ્યારે વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ, આર્થિક અનિશ્ચિતતાઓ સર્જાય છે, ત્યારે મોટાભાગના રોકાણકારો અને સેન્ટ્રલ બૅન્કો સેફહેવન તરફ ડાયવર્ટ થાય છે. વર્તમાન પડકારોના કારણે વૈશ્વિક સ્તરે શેરબજારમાં ભારે વોલેટિલિટી સાથે મોટા કડાકા નોંધાતા સોના-ચાંદીની માંગમાં વધારો જોવા મળ્યો છે. સોનું ૧,૨૫,૦૦૦ અને ચાંદી ૧,૫૦,૦૦૦ રૂપિયાને પાર…. આ બંનેના ભાવ ઘેર ઘેર ચર્ચાનો વિષય બન્યા છે. બજારોમાં ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફનો ડર ઝળુંબી રહ્યો છે ત્યારે બીજી તરફ સોના-ચાંદીમાં તેજીએ સૌને આકર્ષ્યા છે. દેશ આઝાદ થયાના ૭૭ વર્ષ થયા ત્યારે સોનાનો ભાવ તોલાનો ૧૦૩ રૂપિયા અને ચાર આના હતો જ્યારે ચાંદીનો ભાવ કિલોના ૧૬૩ રૂપિયા હતો. ત્યારે ડોલર સામે રૂપિયાના માંડ બે…