(જી.એન.એસ) તા. ૧
સાબરકાંઠા,
‘ડ્રગ્સ મુક્ત સાબરકાંઠા’ મિશન હેઠળ જીલ્લા પોલીસ દ્વારા એક અભિયાન/ડ્રાઈવ ચલાવામાં આવી છે જેમાં, નશાકારક પદાર્થો અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા પોલીસની ટીમો કડક પગલા લઇ રહી છે.
આ ડ્રાઈવ અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે પોશીના વિસ્તારમાં એક મોટું અને ચોંકાવનારું ઓપરેશન પાર પાડ્યું છે.
જીલ્લાના પોશીના તાલુકાના કોટડા ગઢી ગામે એક ખેતરમાં કપાસના પાકની આડમાં ગુપ્ત રીતે ગાંજાનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી LCB ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ધોરણે બાતમીવાળા ખેતરમાં સઘન રેડ કરી હતી.
પોલીસની ટીમ દ્વારા રેડ દરમિયાન ખેતરમાંથી ખુબ મોટા પ્રમાણમાં, રૂ. 1.72 કરોડ થી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખેતરમાંથી કુલ 967 ગાંજાના લીલા છોડ તેમજ અંદાજે 345 કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

