(જી.એન.એસ) તા. ૨૭
બનાસકાંઠા,
સમગ્ર રાજ્ય અને ખાસ કરીને બનાસકાંઠાના પત્રકાર જગત માટે એક દુઃખના સમાચાર આવ્યા છે. બનાસકાંઠાના સૌથી વરિષ્ઠ પત્રકાર, જુના જનસંઘી અને ‘જનસેતુ’ દૈનિકના આદ્ય સ્થાપક રમણલાલ બારોટનું અવસાન થયું છે.
લોકશાહીના ચોથા સ્તંભની ગરિમા અને ઓળખ અખંડ રાખનાર એવા જનસેતુ દૈનિક ના આદ્ય સ્થાપક શ્રી રમણલાલ બારોટ નું ૮૧ વર્ષની જૈફ વયે દુઃખદ અવસાન થયું છે. આ સમાચાર મળતા જ સમગ્ર જિલ્લાના પત્રકાર જગતમાં શોકની લાગણી ફરી વળી છે.
સ્વ. રમણલાલ બારોટ માત્ર એક સામાન્ય પત્રકાર કે અખબારના સંપાદક નહોતા પરંતુ કલમની સાચી શક્તિ અને પવિત્રતાને અખંડ રાખનારા વ્યક્તિ હતા.
એક પત્રકાર હોવાની સાથે સાથે જ સ્વ.રમણલાલ બારોટ એક પરમ સેવાભાવી વ્યક્તિત્વ પણ ધરાવતા હતા કે જેમણે આજીવન અનેક જરૂરિયાતમંદ લોકોને મદદ કરી છે.
પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. રમણલાલ સી. બારોટની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી હૃદયથી પ્રાર્થના.

