સુરત મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ નવી બોર્ડ રચવા માટે વહિવટી પ્રક્રિયા શરુ
(જી.એન.એસ) તા. ૧૨
સુરત,
થોડા દિવસ અગાઉ યોજાયેલ ચુત્નીમાં જીત હાંસલ કરનાર ઉમ્મેદવારોને સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા દસ્તાવેજ જમા કરાવવા માટે સુચના આપવામાં આવી હતી જેમાં 2 દિવસ દરમિયાન કૂલ ૧૨૦ ઉમ્મેદવારો દ્વારા દસ્તાવેજ જમા કરાવામાં આવ્યા છે અને સાથેજ બાયોમેટ્રીક ચકાસણી પણ શરૂ થઈ ગઈ છે. હવે આગામી દિવસોમાં ભાજપ પ્રમુખની મંજૂરી બાદ નવી બોર્ડ બનશે અને તેમાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરાશે.
આ મહિનાની 16 તારીખે અમાસ અને ત્યાર બાદ અધિક મહિનો હોવાથી 15 મે સુધીમાં પાલિકાની બોર્ડ બને તેવી ગણતરી થઈ રહી છે. આ પહેલા ચૂંટણી પરિણામ બાદ મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા 120 વિજેતા ઉમેદવારોને વિજય પ્રમાણપત્ર અપાયા બાદ પાલિકાના સેક્રેટરી વિભાગે તમામ નવ નિયુક્ત કોર્પોરેટરોને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા સૂચના આપી હતી. બીજી તરફ રાજ્ય સરકારે ગેઝેટ બહાર પાડી મ્યુનિ. કમિશ્નરને પત્ર લખ્યો છે પ્રમુખ તારીખ આપ્યા બાદ બોર્ડ બોલાવવામાં આવશે. તે પહેલાં જીતેલા તમામ ઉમેદવારોના બાયોડેટા તથા અન્ય દસ્તાવેજો જમા કરવા સુચના આપી હતી. ગઈ કાલ સુધીમાં 109 ઉમેદવારોએ દસ્તાવેજ જમા કરાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, તંત્રની સુચના મળ્યા બાદ સૌથી પહેલા દસ્તાવેજ વરાછા વિસ્તારના જીતેલા ઉમેદવાર જયશ્રી વોરા મનપા. કચેરી ખાતે જમા કરાવી દીધા હતા. જીતેલા ઉમેદવારોએ દસ્તાવેજો જમા કરાવ્યા છે, તેમના બાયોમેટ્રિક વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી છે. તમામ કાર્યવાહી પૂર્ણ થયા બાદ નવી બોર્ડ રચના અને સામાન્ય સભાની તારીખ જાહેર થાય તેવી શક્યતાઓ મીડિયા સુત્રો દ્વારા મળી છે.

