(જી.એન.એસ) તા.૬
ગાંધીનગર,
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં, કુલ 83.86% પરિણામ આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓમાં રાજ્યભરમાંથી કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ 2026ની આ બોર્ડ પરીક્ષામાં માત્ર ધોરણ 10માં જ 9.07 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ અને સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.
આ વખતે કુલ 756392 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 634327 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેના પરથી કહી શકાય કે આ વખતે બોર્ડનું પરીણામ 83.86% આવ્યું છે જે ગત વર્ષે 83.08% હતું. આ વખતે સૌથી વધુ 100% પરિણામ ધરાવતું કેન્દ્ર આજોલ (જિ.ગાંધીનગર) રહ્યું હતું. જ્યારે સૌથી ઓછું 33.74% પરિણામ ધરાવતું કેન્દ્ર મુનખોસલા (જિ.દાહોદ) રહ્યું હતું. જોકે સૌથી વધુ 90.85% પરિણામ ધરાવતો જિલ્લો નર્મદા રહ્યો હતો. જ્યારે સૌથી ઓછું 76.42% પરિણામ પંચમહાલ જિલ્લાનો આવ્યો હતો.

