(જી.એન.એસ) તા. ૨૪
ગાંધીનગર,
ગાંધીનગર સેક્ટર – ૨૩ સ્થિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે તા. ર૪મી ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ વરિષ્ઠ નિવૃત્ત અધિક માહિતી નિયામક શ્રીજ્યોતીન્દ્રભાઈ દવેના અધ્યક્ષ સ્થાને નિવૃત્ત માહિતી પરિવારનું સ્નેહમિલન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં માહિતી ખાતાના ૭૦ વર્ષની વયના વરિષ્ઠ કર્મયોગી મિત્રોનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સ્મૃતિચિન્હ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં માહિતી ખાતાના દિવંગત અધિકારી-કર્મચારઓના માનમાં બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
શ્રી જ્યોતીન્દ્રભાઈ દવેએ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ મંડળ નથી પરંતુ પરિવાર છે જેનું કોઈ બંધારણ નથી પણ મૈત્રીપૂર્ણ બંધન છે.
આ પ્રસંગે નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના શ્રી અનિલ પટેલે નિસર્ગ કોમ્યુનિટી સેન્ટરની પ્રવૃત્તિઓની વિગતવાર જાણકારી આપી હતી.
આ કાર્યક્રમમાં નિવૃત્ત માહિતી પરિવારના પ્રમુખશ્રી આર. પી . નાયકે મંડળની પ્રવૃત્તિઓ અને અગાઉના વર્ષના હિસાબોની વિગતો રજૂ કરી હતી.
સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નિવૃત માહિતી પરિવારના સભ્યોએ એક સુરે સર્વાનુમતે પ્રમુખ તરીકે શ્રી ધીરુ કોટવાલ તથા ઉપપ્રમુખ તરીકે શ્રી નટુભાઈ પરમાર અને શ્રી પુલક ત્રિવેદીની વરણી કરી હતી. મહામંત્રી તરીકે શ્રી કિર્તીભાઈ પરમાર , મંત્રી તરીકે શ્રી એલ. આર. રાજપૂત અને
શ્રી મયુરભાઈ શાહની નિમણૂક કરવામાં આવી હતી. સંગઠન મંત્રી તરીકે સર્વ
શ્રી ગીરીશભાઈ મારુ, જયેશભાઈ દવે, દિનેશભાઈ ચૌહાણ, ભરતભાઈ કાનકડ, જગદીશભાઈ સત્યદેવ, સંજયભાઈ શાહ જ્યારે મહિલા સંગઠન મંત્રી તરીકે શ્રીમતી શકુન્તલાબેન ગોર અને
શ્રીમતી હિરલબેન ત્રિવેદીની વરણી કરવામાં આવી હતી.
ખજાનચી તરીકે શ્રી બચુભાઈ વાણવી અને શ્રી હેમાંગભાઈ દોશી તથા કારોબારી સભ્યોમાં સર્વશ્રી સ્વાતિબેન રામાણી, હસમુખભાઈ પટેલ, મિનેશ ત્રિવેદી, રતિલાલ તૂરીની વરણી કરવામાં હતી. શ્રીજ્યોતિન્દ્રભાઈ દવે, પ્રકાશભાઈ લાલા, હર્ષદભાઈ ઠાકર અને શકુંતલાબેન ગોર અને શ્રી આર. પી. નાયકની વરિષ્ઠ પરામર્શક તરીકે વરણી કરાઈ હતી.
આ પ્રસંગે સર્વશ્રી હર્ષદભાઈ ઠાકર, મનોજભાઈ દવે, વિનોદ મેસરીયા, પ્રજ્ઞાબેન પટેલ, જગદીશ સત્યદેવ, દિનેશ ચૌહાણ વગેરેએ નિવૃત્ત માહિતી પરિવારને ઉપયોગી થાય તેવા રચનાત્મક સૂચનો કર્યા હતા. પ્રારંભમાં શ્રી શકુંતલાબેન ગોર અને સ્વાતિબેન રામાણીએ પ્રાર્થના જ્યારે કાર્યક્રમનું સંચાલન અને આભાર દર્શન શ્રી પુલક ત્રિવેદીએ કર્યું હતું.

