(જી.એન.એસ) તા. 5
ફોર્બ્સે 2025માં વિશ્વના 10 સૌથી શક્તિશાળી દેશોની રેન્કિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ભારતને ટોપ 10માંથી બહાર રાખવામાં આવ્યું છે. જો કે આ યાદી ઘણા મહત્વપૂર્ણ માપદંડો પર આધારિત છે, પરંતુ વિશાળ વસ્તી, ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતા ભારત જેવા દેશને બાકાત રાખવાથી આશ્ચર્ય થાય છે સાથેજ ઘણા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યા છે.
ફોર્બ્સે કહ્યું હતું કે, આ યાદી યુએસ ન્યૂઝ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને રેન્કિંગ માટે પાંચ મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ યાદી તેના નેતા આર્થિક પ્રભાવ, રાજકીય પ્રભાવ, મજબૂત આંતરરાષ્ટ્રીય જોડાણ અને કોઈપણ દેશમાં મજબૂત સેનાના આધારે તૈયાર કરવામાં આવે છે.
ફોર્બેસ 2025 ની ટોપ 10 દેશો ની યાદી:-
1. યુનાઈટેડ સ્ટેટ્સ, 2. ચીન, 3. રશિયા, 4. યુનાઈટેડ કિંગડમ, 5. જર્મની, 6. સાઉથ કોરિયા, 7. ફ્રાંસ, 8. જાપાન, 9. સાઉદી અરેબિયા, 10. ઈઝરાયલ
આ રેન્કિંગ મોડલ BAV ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવ્યું છે જે WPPનું એક એકમ છે. આ સંશોધન ટીમનું નેતૃત્વ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયાના વોર્ટન સ્કૂલના પ્રોફેસર ડેવિડ રીબસ્ટીન દ્વારા કરવામાં આવ્યું હતું. અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોએ પોતાની મજબૂત સ્થિતિ જાળવી રાખી છે, જ્યારે ફોર્બ્સ ભારત જેવી ઉભરતી શક્તિને બાકાત રાખવા માટે ટીકાકારોના નિશાને છે.
મહત્વની વાત છે કે ભારત દેશની વિશાળ વસ્તી, લશ્કરી તાકાત અને આર્થિક પ્રગતિને ધ્યાનમાં રાખીને તેને આ યાદીમાંથી બહાર રાખવું આશ્ચર્યજનક છે. ભારત પાસે ચોથી સૌથી મોટી સેના અને પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં તેને આ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું નથી. આનાથી ઘણા નિષ્ણાતો અને લોકોમાં પ્રશ્નો ઉભા થયા છે કે, ફોર્બ્સની રેન્કિંગ પદ્ધતિ ભારતના પ્રભાવનું યોગ્ય મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહી છે.

