(જી.એન.એસ) તા. 1
અમદાવાદ,
પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર અમદાવાદ ખાતે તારીખ 13.02.2025ને ગુરુવારે 11.00 કલાકે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ સબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. વધુમાં જે મુદ્દા રિજયોનલ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવ્યા હતા પરંતુ જેનું નિવારણ થયું નથી તેવા મુદ્દા જ આ પેન્શન અદાલતમાં સાંભળવામાં આવશે અને તેનું નિવારણ કરવામાં આવશે.
પેન્શન સંબંધિત અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીઝ-7, એકાઉન્ટ અને પેન્શન વિભાગ, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ- 380001ને મોડામાં મોડી તારીખ 06.02.2025ને ગુરુવાર સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ.

