(જી.એન.એસ) તા. 29
ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર વરુણ ચક્રવર્તીએ ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા જાહેર કરાયેલ નવા રેન્કિંગ લિસ્ટમાં પોતાનું સ્થાન ખૂબ સારી અને ઊંચી જગ્યા પર બનાવ્યું છે. 25 સ્થાનનો મોટો ઉછાળો નોંધાવીને T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં તેણે નંબર 5 ની પોઝિશન મેળવી છે, તો ઇંગ્લેન્ડનો મહારથી લેગ સ્પિનર આદિલ રશીદે ફરી એકવાર નંબર 1 બોલરના સિંહાસન પર કબજો જમાવ્યો છે. જ્યારે ભારતનો તિલક વર્મા નંબર 2 બેટ્સમેન છે, તે ટ્રેવિસ હેડનો અને બાબર આઝમનો રેકોર્ડ પણ તોડી શકે છે.
T20 બોલિંગ રેન્કિંગમાં ટોચના 10 બોલરોમાં પણ સુધારો થયો છે, જેમાં ભારતના સ્પિનર વરુણ ચક્રવર્તીએ રાજકોટમાં પાંચ વિકેટ લીધા બાદ 25 સ્થાનનો કૂદકો લગાવીને પાંચમા સ્થાને પહોંચી ગયો છે. જે તેના કરિયરમાં પહેલી વાર બન્યું છે. દરમિયાન, ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર એક જ મેચમાં બે વિકેટ લીધા બાદ 13 સ્થાનની છલાંગ લગાવીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. અર્શદીપ સિંહ નવમા સ્થાને છે. જ્યારે રવિ બિશ્નોઈ 5 સ્થાન ગુમાવ્યા બાદ 10મા સ્થાને છે. ભારતીય સ્પિન ઓલરાઉન્ડર અને ઉપ-કપ્તાન અક્ષર પટેલ પાંચ સ્થાન ઉપર આવીને 11મા સ્થાને પહોંચી ગયા પછી ટોપ 10 માંથી બહાર થઈ ગયો છે.

