ભાજપના તમામ 4 ઉમેદવારો થયા બિનહરીફ
(જી.એન.એસ) તા. ૧૧
ગાંધીનગર,
રાજ્યસભાની દ્વિ-વાર્ષિક ચૂંટણી, ૨૦૨૬ અંતર્ગત ગુજરાત રાજ્યની ચાર બેઠકો માટેની ચૂંટણીના પરિણામની ચૂંટણી અધિકારી શ્રી ચેતન પંડ્યા (સચિવ,ગુજરાત વિધાનસભા)દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે તા. ૧ જુન, ૨૦૨૬ નાં રોજ ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં નામ નિર્દેશન પત્રો ભરવાની છેલ્લી તા. ૮ જુન, ૨૦૨૬ સુધીમાં ચાર ઉમેદવારના નામ નિર્દેશન પત્રો મળ્યા હતાં. જેની ચકાસણી તા. ૯ જુનનાં રોજ કરવામાં આવેલ અને ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્ર માન્ય ઠર્યા હતાં. આજરોજ તા. ૧૧ જુનનાં રોજ નામ નિર્દેશન પત્ર પાછા ખેંચવાનો સમય પૂર્ણ થતાં ચાર બેઠકો સામે ચાર ઉમેદવારો જ હોઈ ચૂંટણી બિનહરીફ થતી હોઈ ચૂંટણી અધિકારીશ્રી ચેતન પંડ્યા (સચિવ,ગુજરાત વિધાનસભા)એ ઉપરોક્ત તમામ ચારેય ઉમેદવારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે.
રાજ્યસભાના વિજેતા ઉમેદવાર-
જીતેન્દ્ર કણઝારીયા
માનસિંહ પરમાર
રાજેશ શુક્લ
રાઠવા મુકેશભાઈ
આ ચૂંટાયેલા ઉમેદવારો રાજ્યસભાના વર્તમાન સભ્યશ્રીઓ (૧) શ્રી રામભાઈ મોકરીયા (૨) શ્રી નરહરી અમીન (૩) શ્રીમતી રમીલાબેન બારા (૪) શ્રી શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે, જેમની મુદ્દત તા. ૨૧ જુન, ૨૦૨૬ના રોજ પૂરી થઈ રહી છે.

