(જી.એન.એસ) તા. ૧૧
વડોદરા,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે જામનગરમાં બંગાળ જીતની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જે બાદ જામનગર રાજભવનમાં રાત્રિ રોકાણ કરી પીએમ મોદીએ સોમવારે સવારે સોમનાથમાં ‘સોમનાથ અમૃત મહોત્સવ’માં ભાગ લીધો હતો. સાંજે તેઓ સંસ્કારી નગરી વડોદરા પહોંચ્યા. જ્યાં સરદારધામ-3નું લોકાર્પણ કર્યું હતું.
‘સરદારધામ-3′ની ખાસિયતો
વડોદરામાં પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નિર્માણ
4.75 લાખ સ્ક્વેર ફૂટની જગ્યા, આશરે 150 કરોડનો ખર્ચ
2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ
દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને પગલે શહેરના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને કડક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. 11 મે, 2026ના રોજ સાંજે 4 વાગ્યાથી PMના નિર્ધારિત રૂટ પર સામાન્ય જનતા માટે ટ્રાફિકની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડિવિઝનલ ટ્રાફિક પોલીસ દ્વારા મહત્વના રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને નાગરિકોને નિર્ધારિત વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
