સેવેન્થ ડે સ્કૂલમાં વહીવટ ફરીથી સત્તાધીશોને સોંપવામાં આવતા વાલીઓમાં બાળકોના ભવિષ્ય અને એડમિશનને લઈને ભારે ચિંતા
(જી.એન.એસ) તા.૬
અમદાવાદ,
શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી બહુચર્ચિત સેવેન્થ ડે સ્કૂલ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા જ ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. શાળાનો વહીવટ ફરીથી સત્તાધીશોને સોંપવામાં આવતા વાલીઓમાં બાળકોના ભવિષ્ય અને એડમિશનને લઈને ભારે ચિંતા જોવા મળી રહી છે.
શું છે સમગ્ર મામલો?
ગત વર્ષે શાળામાં એક વિદ્યાર્થીના મોતના મામલે ભારે હોબાળો થયો હતો, જેના પગલે શિક્ષણ વિભાગ (DEO) દ્વારા શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લેવામાં આવ્યો હતો. જોકે, હવે નવું સત્ર શરૂ થાય તે પહેલા વહીવટ ફરીથી શાળાના સંચાલકોને સોંપાતા નવો વિવાદ ઉભો થયો છે. વાલીઓને ડર છે કે શાળાનું રજિસ્ટ્રેશન ગમે ત્યારે રદ થઈ શકે છે.
આ શાળાનું રજિસ્ટ્રેશન રદ થવાની લટકતી તલવાર વચ્ચે વાલીઓ નીચે મુજબની મૂંઝવણો અનુભવી રહ્યા છે. જો એડમિશન લીધા બાદ રજિસ્ટ્રેશન રદ થાય, તો મોટી રકમની ફી ગુમાવવી પડી શકે છે. આ ઉપરાંત અધવચ્ચેથી માન્યતા રદ થતા બાળકોના અભ્યાસ પર માઠી અસર થવાની ભીતિ છે. વાલી જનાક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા શાળાનો ઘેરાવ કરી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે, રજિસ્ટ્રેશન રદ નહીં થાય તેવી ખાતરી આપ્યા બાદ જ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે.
આ મામલે વાલીઓના વિરોધ બાદ શાળાના સ્પોક પર્સન વરલી ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાર્થીઓના હિત અને સુરક્ષા માટે કટિબદ્ધ છે. જોકે, જ્યારે તેમને શાળાના દસ્તાવેજો અને માન્યતા અંગે સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેઓ મૌન સેવીને ત્યાંથી રવાના થઈ ગયા હતા. હાલમાં આ અનિશ્ચિતતાને કારણે સેવેન્થ ડે સ્કૂલમાં સંતાનોને ભણાવતા અને નવા એડમિશન લેવા ઈચ્છતા વાલીઓ ભારે અસમંજસમાં છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ હત્યાનું મૂળ કારણ લગ્નજીવનનો કૌટુંબિક વિવાદ છે. મૃતક નટુભાઈના દીકરા કૌશિકના પાંચ વર્ષ પહેલાં માલવિકા સાથે પ્રેમલગ્ન થયા હતા. છેલ્લા છ મહિનાથી પતિ-પત્ની વચ્ચે મનદુઃખ ચાલતું હતું અને છ મહિના અગાઉ એક મિસકેરેજનો બનાવ પણ બન્યો હતો, જેને લઈને સમાધાનના પ્રયત્નો ચાલુ હતા. આ જ બાબતે માલવિકાની માતા વર્ષાબેનના કૌટુંબિક ભાઈ (મુખ્ય આરોપી) હસમુખે વચ્ચે પડીને ગત 28મી તારીખે કૌશિક અને તેના પિતા નટુભાઈ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડાની અદાવત રાખીને જ હસમુખે તેના મિત્રો અને સગા સાથે મળીને બીજી તારીખે નટુભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો.
અમદાવાદમાંહથીયારસાથેહત્યા કર્યા પછી આ આરોપીઓ બાઈક લઈને અને પછી ઉબેર દ્વારા રાણીપ વિસ્તારમાં પહોંચ્યા હતા, અને ત્યાંથી બસ કે અન્ય માધ્યમથી તેમના મૂળ ગામ બનાસકાંઠા ભાગી ગયા હતા. પોલીસથી બચવા માટે તેઓ મંદિરોની આસપાસના નાના ગેસ્ટ હાઉસમાં છુપાયા હતા અને તે રાજસ્થાન ભાગી જવાના હતા, પરંતુ તેમના પ્લાન પર પોલીસે પાણી ફેરવી દીધું હતું અને તેમને ઝડપી લીધા.

