અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષમાં કુલ ૭૧૧૧ જેટલા લાભાર્થીઓને કુલ રૂ.૭૯૬.૫૮ લાખની સહાય ચૂકવવામાં આવી: રાજ્યમંત્રીશ્રી
(જી.એન.એસ) તા. 27
ગાંધીનગર,
સંત સૂરદાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં મંજૂર કરવામાં આવેલી અરજીઓ અને તે સંદર્ભે ચૂકવવામાં આવેલી સહાય અંગે વિગતો આપતાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રીશ્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે વર્ષ ૨૦૨૪-૨૫માં તા. ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં ૪૫,૭૮૮ લાભાર્થીઓને કુલ રૂ.૪૦૫૪.૬૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
આ અંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૦૦થી આ યોજના અમલી છે. જે અંતર્ગત ૮૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓને આ યોજના હેઠળ માસિક સહાય આપવામાં આવે છે અને આ સહાય સીધી જ તેમના બૅંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
વધુમાં, મંત્રીશ્રી પરમારે જણાવ્યું કે ગત વર્ષથી આ યોજના હેઠળ ઉંમર અને આવકની મર્યાદા દૂર કરવામાં આવી છે. પરિણામે, તમામ લાભાર્થીઓને એકસમાન સહાય ચૂકવવા આવે છે. જે મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૫,૦૯૨ લાભાર્થીઓને રૂ. ૧૯૦૫.૭૪ લાખ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૫,૫૭૪ લાભાર્થીઓને રૂ. ૩૦૬૬.૯૧ લાખ, જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૫,૭૬૭ લાભાર્થીઓને રૂ. ૩૦૭૧.૦૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
વર્ષ-૨૦૨૪માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૫૨૪ અરજી મંજૂર કરવામાં આવી છે. જે પૈકી કુલ રૂ. ૯૮ લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે છેલ્લાં ત્રણ વર્ષની વિગતો મુજબ વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૩૦૭ લાભાર્થીઓને રૂ. ૧૦૨.૨૦ લાખ, વર્ષ ૨૦૨૨-૨૩માં ૨૯૧૩ લાભાર્થીઓને રૂ. ૩૫૦.૪૫ લાખ, જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૮૯૧ લાભાર્થીઓને રૂ. ૩૪૩.૯૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

