શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ બનશે
(જી.એન.એસ) તા. 13
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 15 ફેબ્રુઆરી, 2025ના રોજ જમ્મુ (જમ્મુ અને કાશ્મીર)ની મુલાકાત લેશે.
તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ માતૃકા ઓડિટોરિયમ SMVDU કેમ્પસ ખાતે શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
ઉપરાષ્ટ્રપતિ માતા વૈષ્ણો દેવી મંદિર અને ભૈરોંજી મંદિરની પણ મુલાકાત લેશે.

