અપકમિંગ ફિલ્મ “છાવા” ને લઈ વિક્કી કૌશલ હાલમાં ખૂબ ચર્ચામાં
(જી.એન.એસ) તા. 6
ફિલ્મ ‘છાવા’ માટે અભિનેતા વિક્કી કૌશલે 7 મહિના સુધી પોતાના શરીર પર કામ કર્યું. વિકીએ કહ્યું, ‘જ્યારે મને આ ફિલ્મની ઓફર મળી, ત્યારે મને સમજાતું નહોતું કે હું આ ભૂમિકા કેવી રીતે કરી શકીશ.’ મારા દિગ્દર્શકે મને કહ્યું કે મારે આમાં સિંહ જેવા દેખાવું પડશે. મને ચિંતા હતી કે આ કેવી રીતે શક્ય બનશે.
આ ફિલ્મ બાબતે ચર્ચા કરતાં વિક્કી કૌશલ કહે છે, જ્યારે મને આ ફિલ્મની ઓફર થઈ ત્યારે હું વિચારી શકતો ન હતો કે, આ પાત્ર કેવી રીતે કરી શકીશ. મને ડાયરેક્ટરે કહ્યું આ ફિલ્મમાં મારે સિંહ જેવું દેખાવવાનું છે. ત્યારે હું ડરી ગયો હતો. આ કેવી રીતે થઈ શકશે. મે સંભાજી મહારાજનો ફોટો જોયો તો તે બિલકુલ સિંહ જેવા દેખાતા હતા. ફોટો જોઈ મે કહ્યું આ નહિ થઈ શકે. વિકી આગળ કહે છે- ‘પછી મેં તેને પડકાર તરીકે લીધું. મારા શરીર પર 7 મહિના સુધી સતત કામ કર્યું અને અંતે 25 કિલો વજન વધાર્યું. આ ફિલ્મની તૈયારી 4 વર્ષ પહેલા શરૂ થઈ ગઈ હતી. ટીમ સ્ક્રિપ્ટ પર રિસર્ચ કરી રહી હતી. સ્ક્રિપ્ટમાં લગભગ અઢી વર્ષનો સમય લાગ્યો હતો. મને મારું શરીર બનાવવામાં, વજન વધારવામાં અને પછી ઘોડેસવારી કરવામાં 7 મહિનાનો સમય લાગ્યો હતો. 7 મહિના સુધી શૂટિંગ ચાલ્યું, પછી જ ફિલ્મ તૈયાર થઈ.
‘છાવા’ના પ્રમોશન માટે જયપુર પહોંચેલા વિકીએ જણાવ્યું કે આ ફિલ્મ માટે તેણે 25 કિલો વજન વધાર્યું છે. ચાહકો સાથે વાતચીત કરતી વખતે, વિકીએ કહ્યું, ‘ખમ્મા ઘની જયપુર, અહીં આવ્યા પછી મને જે ઉત્સાહ થાય છે તેનું હું વર્ણન કરી શકતો નથી. એવું શક્ય નથી કે મારી કોઈ નવી ફિલ્મ રિલીઝ થાય અને હું જયપુર ન આવું. જ્યારે પણ કોઈ ફિલ્મ રિલીઝ થાય છે, ત્યારે તેનું પ્રમોશન જયપુરથી જ શરૂ થાય છે.
આ ફિલ્મમાં વિકી કૌશલ, રશ્મિકા મંદન્ના અને અક્ષય ખન્ના અભિનીત ‘છાવા’ 14 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મના નિર્દેશક લક્ષ્મણ ઉતેકર છે.


