(જી.એન.એસ) તા.૧૭
નવસારી,
ચીખલી પોલીસ તેમજ FSL અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતાનવસારીમાં દિવાલ ધસી પડતા માતા–પુત્રના મોત થયા હતા. જેને પગલે આ વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવની વિગત મુજબ નવસારીના બામણવાડા ગામમાં સરકારી આવાસની દિવાલ પાસે માતા–પુત્ર જમવા માટે બેઠા હતા. તે સમયે સરકારી આવાસની દિવાલ ધસી પડી હતી. જેને કારણે માતા–પુત્ર દિવાલ નીચે દબાઈ ગયા હતા. જેમાં બન્નેના કરૂણ મોત નીપજ્યા હતા. જેને પગલે ચીખલી પોલીસ તેમજ FSL અને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

