Home દેશ - NATIONAL હું શહીદ પિતાની દીકરી છું, તમારા ‘શહીદની દીકરી’ નથીઃ ગુરમેહર

હું શહીદ પિતાની દીકરી છું, તમારા ‘શહીદની દીકરી’ નથીઃ ગુરમેહર

495
0

જી.એન.એસ, તા.૧૨ નવી દિલ્હી
‘મારા પિતાને પાકિસ્તાને નહીં પરંતુ યુદ્ધે માર્યા છે’ તેવો વીડિયો જાહેર કરનારી ગુરમેહર ફરી એકવખત ચર્ચામાં છે. આ વખતે તેણે ‘આઈ એમ’ નામથી બ્લોગ લખ્યો છે. મંગળવારે ટ્વિટર પર બ્લોગ દ્વારા લિંક શેર કરીને આ જાણકારી આપી. તેણે લખ્યું છે, તમે મારા અંગે વાંચ્યું છે, લેખો મુજબ તમારો અભિપ્રાય બાંધી લીધો છે. હવે હું તમને મારા શબ્દોમાં જણાવી રહી છું. બ્લોગ પર ગુરમેહરે લખ્યું છે, ‘મારા પિતા શહીદ છે. હું તેમની દીકરી છું પરંતુ હું તમારા શહીદની દીકરી નથી.’
હું કોણ છું? આ એક એવો સવાલ છે જેના જવાબમાં થોડા સપ્તાહ પહેલા સુધી હું હસમુખા અંદાજમાં કોઈપણ જાતના ખચકાટ વગર જવાબ આપી શકતી હતી. પરંતુ હવે તેમ કરી શકતી નથી. જે છોકરીને તમે ટીવી પર ફ્લેશ થતી જોઈ હશે તે બિલકુલ મારા જેવી દેખાય છે. તેના ચહેરા પર વિચારોની જે ઉત્તેજના જોવા મળે છે તેમાં મારી ઝલક છે. તે ઉગ્ર છે, હું સહમત છું પરંતુ બ્રેકિંગ ન્યૂઝના સમાચાર વાળી નથી. શહીદની દીકરી…. હું મારા પિતાની દીકરી છું. હું તેમની ઢીંગલી છું. હું 2 વર્ષની તે કલાકાર છું જે શબ્દો તો સમજી શકતી નથી પરંતુ આકૃતિઓ દ્વારા સમજે છે કે તેના પિતા શું બનાવતા હતા.
ગુરમેહર આગળ લખે છે, હું મારી માતા માટે માથાનો દુઃખાવો છું. હું મારી બહેન માટે પોપલ કલ્ચરની ગાઈડ છું. મેં ક્લાસમાં પ્રથમ બેન્ચ પર બેસનારી એવી છોકરી છું, જે તેના શિક્ષકો સાથે કોઈ વાત પર ચર્ચા કરવા લાગે છે. કારણકે તેમાં તો સાહિત્યની મજા છે. મને મારા મિત્રો પસંદ કરે છે. તેઓ કહે છે મારી સેન્સ ઓફ હ્યુમર ડ્રાઈ છે. પુસ્તકો અને કવિતાઓ મને રાહત આપે છે.
ગુરમેહરે તેના બ્લોગમાં લખ્યું, હું આદર્શવાદી છું. એથલીટછું. શાંતિની સમર્થક છું. હું તમારી અપેક્ષા મુજબ ઉગ્ર અને યુદ્ધનો વિરોધ કરનારી નથી. મને યુદ્ધની કિંમતના અંદાજ હોવાથી યુદ્ધ થાય તેમ ઈચ્છતી નથી. તેની કિંમત ખૂબ મોટી હોય છે. મારો વિશ્વાસ કરો. હું સારી રીતે જાણું છું, કારણકે મેં દરેક દિવસ તેની કિંમત ચૂકવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleલખનઉઃ યોગીના જનતા દરબારમાં અફડાતફડી, લોકોનો અભૂતપૂર્વ ધસારો
Next articleજાધવ કેસમાં ડ્રાફ્ટ તૈયાર કરવા થરૂરની મદદ લેવાના અહેવાલ ખોટાઃ સુષમા