Home દેશ લખનઉઃ યોગીના જનતા દરબારમાં અફડાતફડી, લોકોનો અભૂતપૂર્વ ધસારો

લખનઉઃ યોગીના જનતા દરબારમાં અફડાતફડી, લોકોનો અભૂતપૂર્વ ધસારો

307
0

જી.એન.એસ , તા.૧૨
લખનઉ. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદ લોકોમાં નવી આશા જાગી છે. લોકોને લાગી રહ્યું છે કે જો તેઓ તેમની ફરિયાદ સીધી જ મુખ્યમંત્રી સુધી લઈ જશે તો તેનું નિરાકરણ આવશે. આ કારણે આજે લખનઉમાં સીએમ યોગીના ઘરની બહાર જનતા દરબાર માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી. વધારે ભીડના કારણે થોડા સમય માટે અફડાતફડી મચી ગઈ હતી, પરંતુ પોલીસે પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.
ઉલ્લેખનીય છે કે યોગી આદિત્યનાથ નિયમિત મુખ્યમંત્રી આવાસ પર જનતા દરબાર ભરીને લોકોની સમસ્યા સાંભળે છે. યોગી અહીંયા આવેલી ફરિયાદોનો તાત્કાલિક ઉકેલ લાવવા નિર્દેશ આપે છે. યોગી દરબારમાં ફરિયાગ બાદ અનેક મામલાનો ઉકેલ આવી ગયો હોવાના કિસ્સા સામે આવ્યા છે.
થોડાં દિવસો પહેલા વિકલાંગ શબીના સીએમના જનતા દરબારમાં પહોંચી હતી. જ્યાં તેણે વ્હીલ ચેરની માંગ કરી હતી. જે બાદ સીએમ તરફથી તમને વ્હીલ ચેર ભેટ આપવામાં આવી. શબીના તેમનો આભાર માનવા માટે પહોંચી હતી અને યોગીને રામ તથા ગીતા નામની ચાદર ભેટમાં આપી હતી. દીકરીને વ્હીલ ચેર મળવાથી પિતા ઘમા ખુશ હતા. શબીનાના પિતા શૌકત અલીએ કહ્યું કે યોગી આદિત્યનાથે તેમની દીકરીની મદદકરી અને કહ્યું કે તેઓ સૌનો સાથ-સૌનો વિકાસના નારા પર કામ કરી રહ્યા ચે. શબીનાના પરિવારની આર્થિક હાલત સારી નથી.
યોગી આદિત્યનાથે અખિલેશ સરકારની સમાજવાદી પેન્શન યોજના પર રોક લગાવીને તેની તપાસના આદેશ આપ્યા છે. જે લોકોને પેન્શન મળી રહ્યું છે તે લોકો ખરેખર લાભાર્થી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ અંગે એક મહિનામાં રિપોર્ટ અપાશે. ઉપરાંત યોગી સરકાર અનેક જગ્યાએ બનાવવામાં આવેલા સાઈકલ ટ્રેક પણ તોડી શકે છે.

Previous articleદારૂબંધીની નીતિ પર હાઇકોર્ટની ફટકાર, નીતિ સકારાત્મક નથી
Next articleહું શહીદ પિતાની દીકરી છું, તમારા ‘શહીદની દીકરી’ નથીઃ ગુરમેહર