Home દેશ - NATIONAL જાધવ કેસમાં ડ્રાફ્ટ તૈયાર કરવા થરૂરની મદદ લેવાના અહેવાલ ખોટાઃ સુષમા

જાધવ કેસમાં ડ્રાફ્ટ તૈયાર કરવા થરૂરની મદદ લેવાના અહેવાલ ખોટાઃ સુષમા

299
0

જી.એન.એસ, તા.૧૨ નવી દિલ્હી
કુલભૂષણ જાધવ મુદ્દે ડ્રાફ્ટ તૈયાર કરવા માટે કોંગ્રેસ નેતા શશિ થરૂરની મદદ માંગી હોવાના અહેવાલનું સુષમા સ્વરાજે ખંડન કર્યું હતું. સુષમાએ ટ્વિટ કરીને કહ્યું આ અહેવાલ પાયા વગરના છે. ભારતના પૂર્વ નેવી ઓફિસર કુલભૂષણને પાકિસ્તાનમાં સંભળાવવામાં આવેલી ફાંસીની સજા મુદ્દે સ્વરાજે સંસદમાં કહ્યું હતું કે તેને પરત લાવવાની શક્ય તમામ કોશિશ કરવામાં આવશે. ઉપરાંત પૂર્વ આર્મી ઓફિસરો દ્વારા આજે પાકિસ્તાન હાઈ કમિશન સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાને પકડેલા પૂર્વ ભારતીય નેવી ઓફિસર કુલભૂષણને ફાંસીની સજા સંભળાવવાના મુદ્દે આજે દિલ્હીમાં આર્મી ઓફિસરો દ્વારા પાક હાઈકમિશન સમક્ષ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ મુજબ કુલભૂષણ જાધવ મુદ્દે એકજૂથતા દર્શાવતો ડ્રાફ્ટ તૈયાર કરવામાં શશિ થરૂર મોદી સરકારની મદદ કરશે. આ સ્ટેટમેન્ટ સંસદના બંને ગૃહમાં રાખવામાં આવશે. ડ્રાફ્ટ તૈયાર કરીને ગૃહમાં મોકલતા પહેલા પીએમઓમાં મોકલવામાં આવશે.
સુષમા સ્વરાજે બુધવારે ટ્વિટ કરીને કહ્યું, આ અહેવાલ ખોટા છે. બીજા ટ્વિટમાં તેણે કહ્યું, તેમના મંત્રાલયમાં ટેલેન્ટની કોઈ કમી નથી. મારી પાસે કાબિલ સેક્રેટરીઝ છે.
મંગળવારે સાંજે મીડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે સુષમાએ જાધવ મામલે ડ્રાફ્ટ તૈયાર કરવા શશિ શરૂર પાસે મદદ માંગી હતી. ડ્રાફ્ટને બંને ગૃહોમાં રાખવામાં આવશે. સુષમાની આ પહેલ બાદ થરૂરે લોકસભામાં મલિલ્કાર્જુન ખડગે સાથે વાત કરી હતી. જે બાદ તે સુષામી મદદ કરવા તૈયાર થયા.થરૂરએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ એક એવો મામલો છે જે આપણા તમામ પર અસર કરે છે. મલ્લિકાર્જુન ખડગેને આ અંગે પૂછતા તેમણે કહ્યું, થરૂર અને મારી વચ્ચે આ અંગે સંસદમાં ચર્ચા થઈ હતી. પરંતુ થરૂર અને સ્વરાજે વચ્ચે શું વાતચીત થઈ તેની કોઈ જાણકારી નથી.
પાકિસ્તાની આર્મીએ ત્યાંની જેલમાં બંધ કુલભૂષણ જાધવને ફાંસીની સજા સંભળાવી છે. પાકે આરોપ લગાવ્યો હતો કે જાધવ ભારતીય જાસૂસ છે. ISPRના અધિકારી મેજર જનરલ આસિફ ગફૂરે ટ્વિટર પર જણાવ્યું કે પાકિસ્તાની આર્મી એક્ટ હેઠળ જાધવનું ફીલ્ડ જનરલ કોર્ટ માર્શલ (FGCM) કરવામાં આવ્યું એન ફાંસીની સજા સંભળાવવામાં આવી. બીજી તરફ, ભારતે પાકિસ્તાનના હાઈકમિશ્નર અબ્દુલ બાસિતને સમન્સ પાઠવ્યા. તેમને ડિમાર્શે (ડિપ્લોમેટિક ડિમાન્ડ લેટર) સોંપ્યો. જેમાં કહેવામાં આવ્યું કે, જો સજા પર અમલ થયો તો તે કાયદો અને પાયાના નિયમોની વિરુદ્ધ હશે. તેને પૂર્વ નિયોજીત હત્યા કહેવામાં આવશે. ડિમાર્શેમાં આગળ કહેવામાં આવ્યું કે, એવું ધ્યાન રાખવામાં આવે કે પાકિસ્તાનમાં ઈન્ડિયન હાઈકમીશનને એવું જણાવવું જરૂરી ન લાગ્યું કે કુલભૂષણ સામે કેસ ચાલી રહ્યો છે. ભારતના લોકો અને સરકાર તેને સમજી-વિચારીને કરવામાં આવેલી હત્યા જ માનશે.
આ દરમિયાન, ભારત સરકારે પાકિસ્તાનને બુધવારે મુક્ત કરવામાં આવનારા 11 કેદીઓની કાર્યવાહી અટકાવી દીધી છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલે પાકિસ્તાનના આ નિર્ણય પર કડક ટીકા કરી. કહ્યું- પાકિસ્તાનના મિલિટ્રી કોર્ટ્સમાં આરોપીની સામે કયા આરોપ લગાવવામાં આવ્યા છે કે સાબિતી રજૂ કરવામાં આવી છે, તેને ક્યારેય જાહેર નથી કરવામાં આવતા. પાકિસ્તાની સેનાના કાયદા મુજબ આવેલા આ ચુકાદા પર 90 દિવસની અંદર અમલ થવો નક્કી છે. પાક આર્મી ચીફ બાજવા તેને મંજૂરી આપી ચૂક્યા છે. એવામાં તેની વિરુદ્ધ અપીલ કરવાની કોઈ શક્યતા નથી રહેતી. એવામાં જાધવને ફાંસીની સજાથી બચાવવો મુશ્કેલ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleહું શહીદ પિતાની દીકરી છું, તમારા ‘શહીદની દીકરી’ નથીઃ ગુરમેહર
Next articleગુજરાતઃ માછીમારની ઉદારતાએ બચાવ્યો પાકિસ્તાની નૌસૈનિકનો જીવ, બદલામાં 60 છૂટી ગયાં