Home દેશ - NATIONAL સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને ૮ શૂટર્સની ઓળખ થઈ

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને ૮ શૂટર્સની ઓળખ થઈ

41
0

(જી.એન.એસ),તા.૦૬
પંજાબ
પંજાબના અત્યંત લોકપ્રિય સિંગર સિદ્ધુ મૂસેવાલાની ૨૯મી મે ના રોજ માણસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરાઈ હતી. મિત્રો સાથે જઈ રહેલા મૂસેવાલા પોતે ગાડી ચલાવતા હતા. ત્યારે જવાહરકે ગામ પાસે હુમલાખોરોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ૨૪ જેટલી ગોળીઓ તેમને ધરબી દીધી હતી. જાણીતા પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યા મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ હત્યાકાંડમાં સામેલ ૮ શૂટર્સની ઓળખ થઈ ગઈ છે. જેમાંથી એક શૂટરને તો પંજાબ પોલીસે દબોચી લીધો હતો. એવી પણ માહિતી મળી છે કે આ તમામ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા છે અને હાલ ૭ શૂટર્સ કોઈને કોઈ કેસમાં ફરાર છે. બીજી બાજુ હત્યાકાંડમાં સામેલ શૂટર્સને પકડવા માટે પંજાબ, દિલ્હી, હરિયાણા રાજસ્થાનમાં સતત દરોડાની કામગીરી ચાલુ છે. અનેક રાજ્યની પોલીસ આ ૭ શૂટર્સને દબોચવા માટે ધમપછાડા કરી રહી છે. સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં સામેલ શૂટર્સમાંથી ૨ શૂટર્સ મહારાષ્ટ્રના પૂણેના છે જ્યારે ૩ પંજાબના અને ૨ શૂટર હરિયાણાના તથા એક શૂટર રાજસ્થાનનો છે.
આ શૂટર્સ હત્યાકાંડમાં સામેલ ૧. મનપ્રીત સિંહ મન્નુઃ પંજાબના તરનતારનના આ શૂટરની પોલીસે ઉત્તરાખંડથી ધરપકડ કરી હતી. તેા પર લોજિસ્ટિક સપ્લાય કરવાનો અને શૂટર્સને ગાડી પ્રોવાઈડ કરવાનો આરોપ છે. ૨. હરકમલ ઉર્ફે રાનુઃ પંજાબના ભટિંડાનો રહીશ. ૩. જગરૂપ સિંહ રૂપાઃ આ પણ પંજાબના તરનતારનનો રહીશ છે. ૪. મનજીત ઉર્ફે ભોલુઃ હરિયાણાના સોનીપતનો રહીશ ૫. સૌરવ ઉર્ફે મહાકાલઃ મહારાષ્ટ્રના પુણેનો રહીશ. ૬. સંતોષ જાધવઃ મહારાષ્ટ્રના પુણેનો રહીશ. ૭. સુભાષ બનૌદાઃ રાજસ્થાનના સીકરનો રહીશ છે. ૮. પ્રિયવ્રત ઉર્ફે ફૌજીઃ હરિયાણાના સોનીપતનો રહીશ. મુસેવાલા હત્યાકાંડ મામલે હરિયાણા પોલીસે તેના પર ૨૫ હજારનું ઈનામ પણ રાખ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકોરોના, મંકીપોક્સ બાદ હવે નોરા વાયરસનું જાેખમ વધ્યું
Next articleધો.૧૦ની ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું