Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ અખિલેશ યાદવે શ્યામ લાલ પાલને સમાજવાદી પાર્ટી ના યુપીના નવા અધ્યક્ષ બનાવ્યા

અખિલેશ યાદવે શ્યામ લાલ પાલને સમાજવાદી પાર્ટી ના યુપીના નવા અધ્યક્ષ બનાવ્યા

22
0

(જી.એન.એસ) તા. 6

લખનઉ,

સમાજવાદી પાર્ટીમાં ઉતર પ્રદેશના સંગઠનમાં મોટા ફેરફાર, પર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે નરેશ ઉત્તમ પટેલના સ્થાને શ્યામ લાલ પાલને યુપીના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. શ્યામ લાલ પાલની વાત કરીએ તો તેઓ સમાજવાદી પાર્ટીના પ્રદેશ મહાસચિવ પણ રહી ચૂક્યા છે. જે બાદ નરેશ ઉત્તમ પટેલે તેમનો રાજ્ય કારોબારીમાં સમાવેશ કર્યો હતો. ગયા વર્ષે જ સપાએ તેમને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી હતી.

નરેશ ઉત્તમ પટેલ યુપીની ફતેહપુર લોકસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સપા પ્રમુખના પણ નજીકના માનવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પ્રચાર પર હોવું જોઈએ આને ધ્યાનમાં રાખીને અખિલેશે તેમની પાસેથી જવાબદારી લઈને શ્યામ લાલ પાલને સોંપી દીધી છે.

અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરીથી ચૂંટણી લડી રહી છે. સપાના રાષ્ટ્રીય મુખ્ય મહાસચિવ રામ ગોપાલ યાદવના પુત્ર અક્ષય યાદવ ફરીથી ફિરોઝાબાદ બેઠક પરથી જીતવા માટે પ્રયાસ કરી રહ્યા છે જે તેમણે 2014માં જીતી હતી. બીજી તરફ બદાઉન લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા આદિત્ય યાદવ સપાના ગઢમાં જીત મેળવવાનો પ્રયાસ કરશે. જે સીટ પર ધર્મેન્દ્ર યાદવે 2014માં જીત મેળવી હતી. ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહ એટાહ બેઠક પરથી હેટ્રિક બનાવવાની આશા રાખી રહ્યા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ લોકસભા ચુંટણીમાં મારી સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે છે: અસદુદ્દીન ઓવૈસી
Next articleદિલ્હી પોલીસ બે ફેક્ટરીમાં રેડ કરી 15 ટન ભેળસેળયુક્ત મસાલા અને કાચો માલ જપ્ત કર્યો, ત્રણની ધરપકડ