Home ગુજરાત ધો.૧૦ની ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું

ધો.૧૦ની ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થયું

52
0

(જી.એન.એસ),તા.૦૬
ગાંધીનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, જીએસઈબીએ આજે ૬ જૂન ૨૦૨૨ના રોજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરી દીધું છે. વહેલી સવારે બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ ખ્તજીહ્વ.ર્ખ્તિ પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે. આ પરીક્ષામાં કુલ ૭, ૮૧,૭૦૨ નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૭,૭૨,૭૭૧ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને ૫,૦૩,૭૨૬ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ ૬૫.૧૮ ટકા જાહેર કરવામાં આવે છે. જ્યારે રિપીટર પરીક્ષાર્થીઓ તરીકે ૧,૪૦,૪૮૫ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી ૧,૩૩,૫૨૦ પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૪૧,૦૬૩ પરીક્ષાર્થીઓ સફળ થતાં તેઓનું પરિણામ ૩૦.૭૫ ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થીઓ તરીકે નોંધાયેલા કુલ ૧૭૯૪૪ પરીક્ષાર્થીઓ પૈસી૧૫૦૦૭ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી ૨૫૫૭ પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનેલ છે. તેઓનું પરિણામ ૧૭.૦૪ ટકા રહ્યું છે. ધોરણ ૧૦નું કુલ પરિણામ ૬૫.૧૮% નોંધાયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રૂપાવટી (૯૪.૮૦%) છે જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર રૂવાબરી મુવાડા દાહોદ (૧૯.૧૭%) છે. સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો સુરત છે જ્યાં ૭૫.૬૪ ટકા પરિણામ આવ્યું છે જ્યારે સૌથી ઓછું પાટણ જિલ્લામાં ૫૪.૨૯ ટકા પરિણામ નોંધાયું છે. રાજયમાં શાળાઓ પ્રમાણે પરિણામ ૧૦૦ ટકા પરિણામ ધરાવતી કુલ ૨૯૪ શાળાઓ છે. ૩૦ ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી કુલ શાળાઓ ૧૦૦૭ છે. ૦ ટા પરિમામ ધરાવતી શાળાની સંખ્યા ૧૨૧ છે. ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભાજપના કાર્યકર્તા સંમેલનને સંબોધન કરશે.ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભાજપના કાર્યકર્તા સંમેલનને સંબોધન કરશે. આવી રીતે પરિમાણ ચેક કરો રિજલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં બોર્ડની સત્તાવાર વેબસાઈટ ખ્તજીહ્વ.ર્ખ્તિ પર જાઓ. જે બાદ અહીં આપેલ રિજલ્ટ લિંક પર ક્લિક કરો અહીં તમારો સીટ નંબર દાખલ કરી ય્ર્ બટન પર ક્લિક કરો. આ પ્રોસેસ કર્યા બાદ તમારું રિજલ્ટ તમે જોઈ શકશો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસને ૮ શૂટર્સની ઓળખ થઈ
Next articleઅમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ વિતરણ કરાયું